For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સહિત દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

|
Google Oneindia Gujarati News

ગઈકાલે ગુજરાત સહિત દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ભાવિક ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
કૃષ્ણ જન્મોત્સવને લઈને મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. કૃષણ જન્મોત્સને લઈને દહીહાંડી, ગરબા, અને ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . આ તમામ કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કૃષ્ણ જન્મોત્સવને વધાવ્યો હતો.

કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડી પહેલા ક્યાક ભગવાનને દૂધાભિષેક કરવામાં આવ્યો તો ક્યાંક પ્રભુને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું. દેશના વિવિધ મંદિરોમાં પ્રભુને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. અને બરાબર રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મની પાવન ઘડીએ ગુજરાત સહિત દેશભરના મંદિરો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.

દિલ્હી હોય કે કાશ્મીર કે પછી હોય પ્રથમ જ્યોર્તિલીંગ ગુજરાત, કે પછી હોય કાન્હાનું જન્મસ્થળ મથુરા સર્વત્ર ભક્તોની ભીડ જોવા મળી હતી. તો મંદિરોમાં પ્રસાદ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ.

આવો જોઈએ દેશભરમાં ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવને લઈને કેવો માહોલ હતો.

મથુરા

મથુરા

જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરામાં સવારથી જ ભક્તોએ પ્રભુની એક ઝલક નિહાળવા માટે કતારો લગાવી હતી. શ્રી કૃષ્ણ જન્મોત્સને લઈને દેશના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે, જેને લઈને મંદિરોમાં સુરક્ષાનો ખાસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

નવી દિલ્હી

નવી દિલ્હી

જગતના નાથનો જન્મદિવસ, રાજા હોય કે રંક, હોય આમ જનતા કે હોય નેતા સૌ કોઈ એક સમાન થઈને ઉજવે છે. નવી દિલ્હીના શિવ મંદિરમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ પૂજન અર્ચન કર્યું હતુ. અને પ્રભુને અભિષેક કર્યો હતો.

બિરલા મંદિર

બિરલા મંદિર

દેશભરના મંદિરોને વિશેષ રીતે શણગારવામાં આવ્યા હતા. ત્યારે નવી દિલ્હીમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરને વિશેષ રૂપે શણગાર કરવામાં આવ્યો હતો. તેની એક તસવીરી ઝલક

દહી હાંડી

દહી હાંડી

જન્માષ્ટમીના દિવસે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમાં પણ મુંબઈમાં દહીહાંડીનું વિશેષ મહત્વ છે. મુંબઈમાં આયોજીત દહી હાંડીના કાર્યક્રમોમાં લાખો રૂપિયાના ઈનામ પણ આપવામાં આવે છે.

ગુજરાતમાં દહીહાંડી

ગુજરાતમાં દહીહાંડી

તો ગુજરાતના ડાકોરમાં પણ ભક્તોજનો દ્વારા કૃષ્ણ જન્મની પાવન ઘડી પહેલા દહીહાંડીનો ઉત્સવ ઉજવ્યો હતો.

જયપુર

જયપુર

આ તસવીર જયપુરના કૃષ્ણ બાલારામ મંદિરની છે. કે જ્યાં મંદિરના પૂજારીઓ દ્વારા પ્રભુને અભિષેક કરવામાં આવ્યો હતો.

મથુરા

મથુરા

મથુરામાં પણ કૃષ્ણ જન્મોત્સવ પહેલા મંદિરના પૂજારીઓ દ્વારા દૂધ, દહીં, અને મધનો અભિષેક કરવામાં આવ્યો હતો.

ગુવાહાટી

ગુવાહાટી

કૃષ્ણ જન્મને વધાવવા, વ્હાલાની એક ઝલક નિહાળવા માટે દેશના વિવિધ ઈસ્કોન મંદિરોમાં પણ ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા. અહીં ગુવાહાટીના એક કૃષ્ણ મંદિરની તસ્વીર છે, જેમાં ભક્ત પ્રભુને દુધાભિષેક કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યાં છે.

ડાકોર

ડાકોર

પોતાના જીવનનો એક મોટો ભાગ શ્રી કૃષ્ણએ ગુજરાતની ધરતી પર વિતાવ્યો હતો. અને વળી ડાકોરમાં તો તે રણછોડ કહેવાયા. ડાકોરમાં પ્રભુના દર્શનનું અનેરૂ મહત્વ છે. ડાકોરના મંદિર પરિસરમાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા.

રણછોડ

રણછોડ

ડાકોરમાં શ્રી કૃ્ષ્ણને રણછોડ નામ મળ્યું. ડાકોરમાં પ્રભુની કાળી મૂર્તિ છે. એટલેકે કાળિયા ઠાકોર તરીકે પણ ઓળખાય છે. અહીં કાળિયા ઠાકોરનો મંદિરના પૂજારીઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ મંદિર

સ્વામિનારાયણ મંદિર

શ્રી કૃ્ષણ જન્મોત્સવની સ્વામિનારાયણ મંદિરોમાં પણ વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.

કૃષ્ણમયી શ્રીનગર

કૃષ્ણમયી શ્રીનગર

તો જમ્મુ કાશ્મીરમાં પણ કૃષ્ણમયી માહોલ જોવા મળ્યો હતો. શનિવારે શ્રી નગરની ગલીઓમાં કાશ્મીરી પંડિતો દ્વારા જન્માષ્ટમીની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.

સોમનાથ

સોમનાથ

ગુજરાતના સૌરાષ્ટ્રને પ્રભુની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. વેરાવળના પ્રભાસ પાટણમાં પ્રથમ સ્વયંભૂ જ્યોર્તિલીંગ બિરાજમાન છે. ત્યારે શ્રાવણનો પવિત્ર મહિનો અને જન્માષ્ટમીના અદભૂત દિવસે સોમનાથમાં હરીહર સ્વરૂપના દર્શન ભક્તો માટે પાવન ઘડી હતી.

English summary
Last day and night in all over india's various places on the occasion of janmashtami different celebrations are celebrated by all.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X