રમૂજી પત્ર: હવાલેદારે પ્રેમિકાને લખ્યો પ્રેમપત્ર
મારા દરેક કામમાં,
મારી સુની શામમાં,
હાથમાં લીધેલ જામમાં,
......મને તું દેખાય છે....
તારી આપેલી વીંટીમાં
મારી ટ્રાફીકની સીટીમાં....
આખા દીવસની રોકડીના ટોટલમાં
દારૂની દરેક બોટલમાં.....મને તું દેખાય છે.....
રેડ ગ્રીન સિગ્નલમાં
વાહનોની ચલપલમાં
અરજદારની અગરબત્તીમાં
ટ્રાફીકની લાલલીલી બત્તીમાં...મને તું દેખાય છે.
પ્રિયે યાદ તારી આવે છે ને સો સો વાહનો અટવાઇ જાય છે. સીટી વગાડુ છુ તો બંધ કરવાની ભુલી જાઉ છુ. હાથ લંબાવી ને વાહનો જવાનો ઇશારો કરુ છુ તો પછી હાથ ને પાછો લેવાનો ભુલી જાઉ છુ.હપ્તા આવી ગયા હોય તેની પાસે ફરી થી હપ્તા ની માંગણી કરુ છુ. હેલ્મેટ વાળા ને ઉભા રાખુ છુ ને હેલ્મેટ વગર ના ને જવા દઉ છુ. બસ તુ આવે તેની રાહ જોતો ટ્રાફીક સિગ્નલ પર ઉભો રહેલો ..આમ તો "પોલીસવાળા કોઇ ના હોય ""છતાય હુ તારો અને ફક્ત મને હપ્તા આપનાર મારા ગ્રાહકો નો
લી.
તારો ગાંડો
( ગાંડાલાલ બકલ નં.૦૦૦૦૦૧૪)