Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વેલેંટાઈન ડે પર જાણો પાર્ટનરનો મિજાજ, મહિલાઓનો નેચર બતાવે તેની મનગમતી લિપસ્ટીકનો રંગ

વેલેંટાઈન વીક ચાલી રહ્યુ છે એવામાં તમે પોતાની ગર્લફ્રેન્ડ અને વાઈફની લિપસ્ટીકના શેડથી તેના મિજાજ વિશે જાણી શકો છો.

લિપસ્ટિક લગાવવી દરેક મહિલાને ગમતી હોય છે. મહિલાઓ સુંદર અને સ્ટાઈલિશ લુક માટે અલગ અલગ શેડનો ઉપયોગ કરે છે. પરંતુ મહિલાઓને લિપસ્ટીકનો એક શેડ ખૂબ જ ગમતો હોય છે. મહિલાઓ પોતાના સ્પેશિયલ ડે પર પોતાનો મનગમતા શેડનો ઉપયોગ કરે છે. મહિલાઓની લિપસ્ટીકના શેડથી તમે મહિલાના મિજાજ વિશે જાણી શકો છો. વેલેંટાઈન વીક ચાલી રહ્યુ છે એવામાં તમે પોતાની ગર્લફ્રેન્ડ અને વાઈફની લિપસ્ટીકના શેડથી તેના મિજાજ વિશે જાણી શકો છો.

રેડ કલર

રેડ કલર

જે મહિલાઓને બ્રાઈટ કલર ગમતા હોય જેવા કે રેડ કલર, તે મહિલાઓ ઘણી કૉનફિડન્ટ, જિંદાદિલ હોય છે. રેડ લિપસ્ટીકવાળી મહિલાઓને આકર્ષણનુ કેન્દ્ર બની રહેવાનુ ગમતુ હોય છે. રેડ લિપસ્ટીકવાળી મહિલાઓ ઘણી બોલ્ડ હોય છે.

બ્રાઉન કલર

બ્રાઉન કલર

પ્લમ કે બ્રાઉન કલરનો લિપ શેડ પસંદ કરતી મહિલાઓ બહુ જલ્દી બોર થઈ જાય છે. આ મહિલાઓને કોઈ પણ પ્રકારના પડકારોનો સામનો કરવાનુ ગમતુ નથી. બ્રાઉન શેડ પસંદ કરનાર મહિલાઓ રહસ્યમયી હોય છે.

ઑરેન્જ કલર

ઑરેન્જ કલર

જે મહિલાઓને ઑરેન્જ કલર ગમતો હોય તેમનો સ્વભાવ ઘણો ગરમ હોય છે. તેમના ચહેરાથી જોશ છલકાય છે. આ રીતની મહિલાઓ પોતાના કામ માટે ઘણી સીરિયસ રહેતી હોય છે.

પિંક કલર

પિંક કલર

પિંક કલરની લિપસ્ટીક મહિલાઓને ખૂબ ગમતી હોય છે. મોટાભાગની મહિલાઓ પિંક લિપસ્ટીક લગાવવાનુ પસંદ કરે છે. જે છોકરીઓને પિંક કલર બહુ ગમતો હોય તે દિલની ખૂબ સારી હોય છે. પિંક કલરની લિપસ્ટીક પસંદ કરનાર મહિલા ઘણી સંવેદનશીલ હોય છે. વળી, તે દરેક પરિસ્થિતિમાં પૉઝિટીવ રહેનાર હોય છે. આવી મહિલાઓ કોઈનુ પણ દિલ જીતવામાં સફળ રહે છે.

ન્યૂડ કલર

ન્યૂડ કલર

ન્યૂડ કલરની લિપસ્ટીક પસંદ કરનાર મહિલાઓ ખૂબ સિમ્પલ હોય છે. આ રીતની મહિલાઓ દરેક વસ્તુ માટે બહુ સાફ મનની હોય છે. આ રીતની મહિલાઓનો સ્વભાવ ખૂબ શાંત હોય છે.

વાઈન કલર

વાઈન કલર

વાઈન કલરની લિપસ્ટીક પસંદ કરનાર મહિલાઓ ઘણી બોલ્ડ હોય છે. આ રીતની મહિલાઓને લોકોનુ ધ્યાન ખેંચવાનુ ખૂબ સારુ આવડે છે. આ રીતની મહિલાઓને લાઉડ મ્યુઝિક સાંભળવુ ખૂબ ગમતુ હોય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X