• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PICS: મુંડે પહેલાં પણ ઘણા નેતા બન્યા છે અકસ્માતનો ભોગ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 3 જૂન: કેન્દ્રિય મંત્રી ગોપીનાથ મુંડેનું આજે સવારે દિલ્હીમાં એક રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે. સવારે મુંબઇ જતી વખતે તેમની કારને એક પુર ઝડપે આવી રહેલી કારે મોતીબાગમાં ટક્કર મારી દિધી. તેમને તાત્કાલિક એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવવામાં આવ્યા પરંતુ ઘણા પ્રયત્નો બાદ ડૉક્ટર તેમને બચાવી શક્યા નહી. તેમની મોતના સમાચાર બાદ તેમના પરિવાર અને ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોમાં શોકની લહેર ફેલાઇ ગઇ.

હાલ તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ભાજપ ઓફિસમાં રાખવામાં આવ્યો છે. વડાપ્રધાનમંત્રી સહિત કેટલીક રાજકીય હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. ભારતમાં આ કોઇ પ્રથમ ઘટના નથી જ્યારે રસ્તા પર દોડતી ગાડીઓ અને આકાશમાં ઉડતા ઉડનખટોલાએ રાજકીય ગલીઓના કોઇ મહત્વપૂર્ણ કડીને પોતાની ચપેટમાં લઇ લીધી. તો આવો આજે તે અકસ્માતો પર નકર કરીએ તો જેમાં દેશના મહાન નેતાઓને ગુમાવી દિધા.

સંજય ગાંધી

સંજય ગાંધી

23 જાન્યુઆરી 1980ને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દિલ્હી ફ્લાઇંગ ક્લબનું નવું વિમાન ઉડાવી રહ્યાં હતા. કલાબાજી દરમિયાન સફદરગંજ એરપોર્ટની પાસે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું જેમાં તેમનું મોત નિપજ્યું.

માધવરાવ સિંધિયા

માધવરાવ સિંધિયા

વરિષ્ઠ કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી માધવરાવ સિંધિયાની 30 સપ્ટેમ્બર 2001ને હવાઇ અકસ્માતમાં મોત નિપજ્યું. દુર્ઘટના તે સમયે થઇ જ્યારે માધવરાવ સિંધિયા યૂપીના કાનપુરમાં રેલીને સંબોધિત કરવા જઇ રહ્યાં હતા. પ્રાઇવેટ પ્લેન મૈનપુરીની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં માધવરાવ સિંધિયા ઉપરાંત અન્ય છ લોકોના મોત નિપજ્યાં હતા. માધવરાવ સિંધિયાએ દિલ્હીથી 10 સીટર સી-90 પ્લેનમાં ઉડાન ભરી હતી.

જીએમસી બાળયોગી

જીએમસી બાળયોગી

લોકસભા અધ્યક્ષ અને ટીડીપી નેતા જીએમસી બાળયોગીનું 3 માર્ચ 2002ને હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. જીએમસી બાળયોગીનું મોત તે સમયે જ્યારે તેમને લઇ જઇ રહેલું ખાનગી હેલિકોપ્ટર આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના કોવ્વાડલનકા ગામમાં ઇમરજન્સી લેડિંગ દરમિયાન દુર્ધટનાગ્રસ્ત થઇ ગયું. અકસ્માતમાં બાળયોગીના એસી સતીશ રાજૂ અને પાયલોટ જીવી મેનન પણ મોત નિપજ્યુ.

ઓપી જિંદલ અને સુરેન્દ્ર સિંહ

ઓપી જિંદલ અને સુરેન્દ્ર સિંહ

31 માર્ચ 2005ના રોજ હેલિકોપ્ટર અકસ્માતમાં હરિયાણન તત્કાલિન ઉર્જા મંત્રી અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું નિપજ્યું હતું. ટેક્નિકલ ગરબડીના લીધે હેલિકોપ્ટર યૂપીના સહારનપુર પાસે ક્રેશ થઇ ગયું.

વાઇ એસ રાજશેખર રેડ્ડી

વાઇ એસ રાજશેખર રેડ્ડી

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઇ એસ રાજશેખર રેડ્ડીની તે સમયે મોત થયું જ્યારે બેલ 430 હેલિકોપ્ટર ઘોર જંગલી વિસ્તારમાં ક્રેશ થઇ ગયું હતું. દુર્ઘટના 3 સપ્ટેમ્બર 2009ની છે. વાઇ એસ રાજશેખર રેડ્ડીએ ચિત્તૂર જિલ્લાના એક ગામ જઇ રહ્યાં હતા. હેલિકોપ્ટરમાં વાઇ એસ રાજશેખર રેડ્ડી સિવાય તેમના સ્ટાફના બે સભ્યો અને બે પાયલોટ સવાર હતા. વાઇ એસ રાજશેખર રેડ્ડીએ પોતાના સચિવ અને મુખ્ય સુરક્ષા અધિકારીની સાથે હૈદ્વાબાદ સાથે 8.35 વાગે છ સીટવાળા બેલ હેલિકોપ્ટર સાથે ઉડાન ભરી હતી. નક્સલ પ્રભાવિત નલામલ્લાના જંગલોમાં ખૂબ વરસાદ થયો હતો. 9.27 વાગ્યા પછી હેલિકોપ્ટરથી રેડિયો સંપર્ક થઇ ગયો અને હેલિકોપ્ટર ગાયબ થઇ ગયો. હેલિકોપ્ટરના ગાયબ તથા બાદ 27 કલાકો બાદ વાઇ એસ રાજશેખર રેડ્ડીની લાશ મળી હતી.

જ્ઞાની જેલ સિંહ

જ્ઞાની જેલ સિંહ

25 ડિસેમ્બર 1994ના રોજ ભારતના સાતમા રાષ્ટ્રપતિ જ્ઞાને જેલ સિંહનું નિધન થઇ ગયું. તે 29 નવેમ્બર 1994ના રોજ રોડ અકસ્માતનો શિકાર થયો હતો. તે દુર્ઘટના આનંદપુર સાહેબ જતી વખતે સર્જાઇ હતી.

સાહિબ સિંહ વર્મા

સાહિબ સિંહ વર્મા

30 જૂન 2007ના રોજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા સાહિબ સિંહ વર્માનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. જયપુર-દિલ્હી હાઇવે પર શાહજહાંપુરમાં તેમના વાહન ટાટા સફારીની ભિડંત થઇ હતી. દુર્ઘટના તે સમયે થઇ જ્યારે સાહિબ સિંહ વર્મા સીકરથી દિલ્હી જઇ રહ્યાં હતા. અકસ્માતમાં વધુ ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા.

રાજેશ પાયલોટ

રાજેશ પાયલોટ

11 જૂન 2000ના રોજ રાજસ્થાનમાં રોડ અકસ્માતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજેશ પાયલોટનું મોત નિપજ્યું. રોડ અકસ્માતમાં તેમના સંસદીય વિસ્તાર દૌસાના ભંડાનામાં થયું હતું. 57 વર્ષીય પાયલોટ ડ્રાઇવર સીટ પર બેઠેલા હતા. તેમની કારની ટક્કર રાજસ્થાન પથ પરિવહન નિગમની બસ સાથે થઇ. અકસ્માતમાં પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. તેમણે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. 45 મિનિટ બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દિધા.

દોરજી ખાંડૂ

દોરજી ખાંડૂ

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડૂની 30 એપ્રિલ 2011ના રોજ હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. દોરજી ખાંડૂ અને ચાર અન્ય લોકોને તવાંગથી ઇટાનગર લઇ જઇ રહેલું હેલિકોપ્ટર ઘોર જંગલ વિસ્તારમાં ક્રેશ થઇ ગયું. ઉડાન ભર્યા બાદ 20 મિનિટ બાદ જ હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે હેલિકોપ્ટર સમુદ્રી સ્તરથી 13 હજાર ફૂટની ઉંચાઇ પર હતું.

English summary
Union Minister Gopinath Munde passed away in a road accident on Tuesday. Munde is not the first politician to have met a tragic end. Here's a list of Indian politicians who lost their lives in accidents.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X