• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ તમને વધુ નજીક લાવે છે, જાણો શું કહે છે સ્ટડી

|

જો તમને એમ લાગતુ હોય કે પાર્ટનરથી દૂર રહીને સંબંધ આગળ ન વધી શકે અને તેના સફળ થવાની સંભાવના ના બરાબર છે તો તમે ખોટા હોઈ શકો છો. હાલમાં જ થયેલા એક અભ્યાસ મુજબ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપનો સક્સેસ રેટ 58 ટકા છે અને એ પણ જોવામાં આવ્યુ કે આ ભૌગોલિક અંતર સંબંધને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

અભ્યાસની જાણકારી

અભ્યાસની જાણકારી

આ અભ્યાસ કીરો નામના સેક્સ ટૉય બ્રાંડ દ્વારા કરાવવામાં આવી. શોધકર્તાઓ 1000 લોકોને આ શોધમાં શામેલ કર્યુ જે લોકો લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહી ચૂક્યા છે અને આ દરમિયાન આવનારા પડાવ અને સકારાત્મક ફેરફારોનો અનુભવ કરી ચૂક્યા છે. આમાંથી 27 ટકા લોકો એવા હતા જે શરૂઆતથી જ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતા અને ક્યારેય સાથે નથી રહ્યા.

શું આવ્યુ પરિણામ

શું આવ્યુ પરિણામ

કમાલની વાત એ છે કે 81 ટકા સહભાગીઓએ આ સ્વીકાર કર્યો કે તેમની મુલાકાત બહુ વધુ ઈન્ટીમેટ, રોમેન્ટિક અને સ્પેશિયલ હતી અને આ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપના કારણે થઈ શક્યુ હતુ. 55 ટકા લોકોએ સ્વીકાર કર્યો કે સંબંધમાં અંતર હોવાના કારણે તે પોતાના પાર્ટનર સાથે વધુ જોડાયેલા અનુભવે છે જે તેમના સંબંધની ઉંમર વધારે છે.

આ પણ વાંચોઃ પૂર્વ પત્ની રેહમ ખાનનો દાવોઃ ઈમરાન ખાને પીએમ મોદી સાથે કાશ્મીર પર કરી સિક્રેટ ડીલ

સકારાત્મક પક્ષ

સકારાત્મક પક્ષ

દર 10માંથી 7 સહભાગીઓ એટલે કે લગભગ 69 ટકા લોકોએ એ અનુભવ્યુ કે તે દૂર રહેવા પર એકબીજા સાથે વધુ વાત કરે છે. શું તમને નવાઈ લાગી રહી છે કે આમની વચ્ચે આટલી સારી બૉન્ડિંગ કેવી રીતે સંભવ થઈ શકી? આનો શ્રેય ટેકનોલોજીને જાય છે. 88 ટકા લોકોએ ભૌગોલિક અંતર હોવા છતાં પણ પાર્ટનર સાથે પોતાના સંબંધમાં આવેલી મજબૂતાઈ માટે ટેકનોલોજીને મદદગાર ગણાવી.આ રિપોર્ટ મુજબ એક કપલ સરેરાશ અઠવાડિયામાં આઠ કલાક કૉલ કે પછી વીડિયો ચેટ કરે છે. એટલુ જ નહિ તે એક અઠવાડિયાની અંદર એકબીજાને લગભગ 343 મેસેજ મોકલે છે.

સમય છે એક મોટુ ફેક્ટર

સમય છે એક મોટુ ફેક્ટર

આ શોધ દરમિયાન મળેલા ડેટાને જોતા એ માલુમ પડે છે કે આ રીતની રિલેશનશિપમાં કપલ્સ માટે શરૂઆતના ચાર મહિના બહુ આકરા હોય છે. પરંતુ દૂર હોવા છતાં કપલ્સ આઠ મહિનાનો સમય વીતાવી લે છે ત્યારે તેમની વચ્ચે વસ્તુઓ ઠીક થવા લાગે છે.

સૌથી મોટી ચેલેન્જ

સૌથી મોટી ચેલેન્જ

લૉન્ગ ડિસ્ટન્સ સંબંધમાં શારીરિક જરૂરિયાતો પૂરી નથી થઈ શકતી અને આ તેમની રિલેશનશિપમાં એક મોટી સમસ્યા છે. 66 ટકા લોકોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ શોધમાં શામેલ અડધા સહભાગીઓએ સેક્સ ટૉયઝ સાથે એક્સપેરીમેન્ટ કરવાની ઈચ્છી વ્યક્ત કરી જેથી રિલેશનશિપમાં ફિઝિકલ ઈન્ટીમસી જળવાઈ રહે.

બીજી પણ છે મુશ્કેલીઓ

બીજી પણ છે મુશ્કેલીઓ

અસુરક્ષિત અને એકલવાયુ અનુભવવુ, અલગ અલગ ટાઈમ ઝોન હોવો, વાતચીતમાં ઘટાડો, એકબીજાને ગુમાવી દેવાનો ભય, એકબીજાને મળવા પર વધુ ખર્ચ થવો જેવી ઘણી સમસ્યાઓ છે જે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા કપલ્સ સામે આવે છે. પરંતુ જ્યારે પ્રેમનો અહેસાસ બંને તરફ બરાબર હોય ત્યારે આ પ્રકારની સમસ્યાઓ પણ ગૌણ બની જાય છે.

English summary
A recent study says that such relationships have a whopping 58 per cent success rate and suggests that distance actually makes the hearts grow fonder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X