For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ દુનિયાના 10 સૌથી મોંધા ઘર, જેમાં મુકેશ અંબાણીનું એન્ટીલા પણ છે!

|
Google Oneindia Gujarati News

જરા વિચારી તો જુઓ કે તમે 750 કરોડના ઘરમાં રહો છો...આવા વિચાર માત્રથી જ તમે શું કોઇ પણ વ્યક્તિની સપનાની દુનિયામાં પડી જાય. વળી તેવાય વિચારો આવી જાય કે આટલા મોંધા ઘરમાં તેવી તો શું શું ખાસ હશે. તેનું બાથરૂમ કેવું હશે, તેનું રસોડું કે તેનો ટીવીનો એરિયા કેવો હશે!

તમને ખબર છે ભારતમાં આવું જ એક 750 કરોડનું ઘર આવેલું છે. જે છે સાઇરસ પૂનાવાલાનું. એટલું જ નહીં કુમાર મંગલમ બિરલાનો બંગલો પણ 450 કરોડનો છે. અને હજી મેં મૂકેશ અંબાણીના ઘરનો વાત પણ નથી કરી. તો દુનિયાના સૌથી મોંધા રાજમહેલની પણ વિશાળ તેવા આ આલિશાન ઘરો વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

એન્ટીલા

એન્ટીલા

મુકેશ અંબાણીનું એન્ટીલા દુનિયાનું સૌથી મોંધુ ઘર છે. 27 માળના આ ઘરને મુકેશ અંબાણીએ એક બિલિયન ડોલરના ખર્ચે બનાવ્યું છે. અને તેની કિંમત 21 બિલિયન ડોલર કરતા પણ વધારે છે. એન્ટીલા 40,000 સ્કેવર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 6 અંડરગ્રાઉડ પાર્કિંગ, ત્રણ હેલીપેડ છે. વળી 600 લોકોનો સ્ટાફ તેને મેનેજ કરે છે.

કેનસિંગ્ટન પેલેસ, યુકે

કેનસિંગ્ટન પેલેસ, યુકે

પ્રિસ વિલિયમના આ આલિશાન રાજમહેલને હાલમાં જ એક ભારતીયે ખરીદ્યું છે જેનું નામ છે લક્ષ્મી નિવાસ મિત્તલ. જો કે મિત્તલે પણ આ ઘરમો 16.5 બિલિયન ડોલરમાં વેચી દીધું હતું.

એલિસન સ્ટેટ, વુડ સાઇટ કેલિફોર્નિયા

એલિસન સ્ટેટ, વુડ સાઇટ કેલિફોર્નિયા

ઓરેકલ કોર્પોરેશનના ફાઉન્ડર લૈરી એલિસનનું આ 200 મિલિયન ડોલરનું ઘર 23 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. જાપાની સ્ટાઇલથી બનેલા આ ઘરમાં જ 10 બિલ્ડિંગ છે. વળી તે એક તળાવની પાસે આવેલું છે અને તેમાં એક ટ્રી હાઉસ પણ છે.

ફેયર ફિલ્ડ સૌંગાપોનૈક, ન્યૂયોર્ક

ફેયર ફિલ્ડ સૌંગાપોનૈક, ન્યૂયોર્ક

આ ઘરના માલિક છે જાણીતી બ્રુકલિન કોલેજના ઇરા રૈનેર્ટ. આ સંપત્તિની કિંમત વર્ષ 2012ના ટેક્સ અનુમાનમાં 248 મિલિયન ડોલર આંકવામાં આવી હતી. વળી તેમાં 29 બેડરૂમ અને ત્રણ સ્વિમિંગ પૂલ છે.

મેશલ ડે લા એમિટાય, પામ બીચ, ફ્લોરિડા

મેશલ ડે લા એમિટાય, પામ બીચ, ફ્લોરિડા

આ ઘરના માલિક છે રુસના બિઝનેસમેન દમિત્રી રેબોલોવેલ્વ. તેમને વર્ષ 2008માં 95 મિલિયન ડોલરની કિંમત આપી અમેરિકાના રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપ જોડેથી ખરીદ્યું હતું. આ ઘરમાં સોના અને હીરાનું કામ કરવામાં આવ્યું છે. અને તેના ગેરેજમાં 50 કારો પાર્ક કરી શકાય છે.

માઉન્ટેન હોમ રોડ વુડ સાઇટ, કેલિફોર્નિયા

માઉન્ટેન હોમ રોડ વુડ સાઇટ, કેલિફોર્નિયા

જાપાનની સૌથી મોટી ટેલી કમ્યૂનિકેશન કંપનીના માલિક માસાયોશી સોનનું આ ઘર છે. જેણે તેમણે વર્ષ 2012માં 117.5 મિલિયન ડોલરની કિંમતે ખરીદ્યું હતું.

વન હાઇડ પાર્ક લંડન

વન હાઇડ પાર્ક લંડન

આ ઘર યુક્રેનના એક બિઝનેસમેન રીનાત એકહમેતોવનું છે. આ ઘર તેમણે વર્ષ 2011માં 221 મિલિયન ડોલરની કિંમતે ખરીદ્યું હતું.

પ્રોમિસ્ડ લેન્ડ, કેલિફોર્નિયા

પ્રોમિસ્ડ લેન્ડ, કેલિફોર્નિયા

આ ઘરના માલિક છે જાણીતા રાઇટર, જર્નલિસ્ટ અને પ્રજેન્ટેટર ઓપ્રા વિનફ્રી. ઓપ્રાના આ ઘરની કિંમત છે 2.8 બિલિયન ડોલર.

વિલા લિયોપોલ્ડા ફ્રાંસ

વિલા લિયોપોલ્ડા ફ્રાંસ

આ ઘર બ્રાઝિલના એક સોશલાઇટ મહિલા લિલી સૈફ્રાનું છે. જેની કિંમત લગભગ 1.2 બિલિયન ડોલર છે. વર્ષ 2008માં તેમણે 500 મિલિયન યૂરો આપી આ ઘર ખરીદ્યું હતું.

ઇનાડુ 2.0, સિએટલ

ઇનાડુ 2.0, સિએટલ

આ ઘર માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સનું છે. જે દુનિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ છે. આ ઘરની કિંમત 120.5 મિલિયન ડોલર છે. વળી આ ઘરમાં એક અંડરવોટર મ્યુઝિક સિસ્ટમ પણ બનાવવામાં આવી છે. આ ઘર 2,500 સેક્વાયર ફૂટ એરિયામાં ફેલાયેલું છે.

English summary
Top 10 costliest homes of the world. Mukesh Ambani tops the list with his home Antilia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X