For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટના મક્કા લોર્ડ્સ પર ફરી ટકરાશે સચિન તેંડુલકર અને શેન વૉર્ન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

'ક્રિકેટના મક્કા' તરીકે ઓળખાતું લોર્ડ્સ પોતાના 200 વર્ષ પુરા કરવા જઇ રહ્યું છે. આ અવસર પર શનિવારે આ મેદાન પર એક એવી ક્રિકેટ મેચ રમાવવાની છે જે એક રીતે ક્રિકેટના દિવાનાઓ માટે ક્યારેય ભૂલી ન શકાવનાર પળોની ભેટ લઇને આવશે.

ઇગ્લેંડ અને પૂરી દુનિયા સૌથી જૂના ક્રિકેટ ક્લબ એટલે કે મૈરિલ્બોન ક્રિકેટ ક્લબ (એમસીસી) અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડના નામથી બનેલી ટીમોમાં સચિન તેંડુલકર, શેન વોર્ન, બ્રાઇન લારા અને મુથૈયા મુરલીધરન જેવા દિગ્ગજ ખેલાડીઓ ફરી જોવા મળશે. એક નજર કરીએ મેચ પહેલાં એવી ખાસ તસવીરો પર જે લોર્ડ્સના જ ઓફિશિયલ ફેસબુક પેજ પરથી લેવામાં આવી છે.

પાંચ જુલાઇના રોજ લોર્ડ્સનો બર્થડે

પાંચ જુલાઇના રોજ લોર્ડ્સનો બર્થડે

પાંચ જુલાઇના રોજ આ મેચ રમાવવામાં આવશે, આ દિવસે લોર્ડ્સ પોતાનો 200મો જન્મદિવસ ઉજવશે.

એક જ ટીમમાં બે ક્રિકેટ લીજેંડ્સ

એક જ ટીમમાં બે ક્રિકેટ લીજેંડ્સ

એમસીસી અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ વચ્ચે 50-50 ઓવરની મેચ રમવામાં આવશે. આ મેચની સાથે જ દુનિયામાં ક્રિકેટના પ્રશંસકો પહેલીવાર સચિન તેંડુલકર અને બ્રાઇન લારાને એક સાથે રમતાં જોવા મળશે.

ભારતની દિવાલ તો શ્રીલંકાનો સ્પિનનો જાદૂગર

ભારતની દિવાલ તો શ્રીલંકાનો સ્પિનનો જાદૂગર

આ મેચમાં ક્રિકેટના ફેંસને સચિન અને લારા ઉપરાંત મુથૈયા મુરલીધરન, મિસ્ટર દિવાલ એટલે કે રાહુલ દ્રવિડ, ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ, વિરેન્દ્ર સહેવાગ, પાકિસ્તાનના શાહિદ આફરીદી અને યુવરાજ સિંહ મેદાનમાં જોવા મળશે.

ફરીથી આમને-સામને સચિન-શેન વોર્ન

ફરીથી આમને-સામને સચિન-શેન વોર્ન

એમસીસીના કેપ્ટન હશે સચિન તેંડુલકર તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્ન રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટીમની કેપ્ટનશીપ કરશે.

1,764 મેચોનો અનુભવ

1,764 મેચોનો અનુભવ

આ મેચમાં જેટલા પણ ક્રિકેટર્સ મેદાન પર જોવા મળશે, તેમની પાસે 1,764 મેચોનો અનુભવ છે.

એમસીસીમાં વધુ અનુભવી ખેલાડી

એમસીસીમાં વધુ અનુભવી ખેલાડી

એમસીસીની ટીમના બધા ખેલાડીઓનો કુલ અનુભવ 937 ટેસ્ટ મેચોનો છે તો બીજી તરફ રેસ્ટ ઓફ ધ વર્લ્ડના ખેલાડીઓનો અનુભવ 827 ટેસ્ટ મેચોનો છે.

ભારતીય મહાદ્રીપના બધા દેશ સામેલ

ભારતીય મહાદ્રીપના બધા દેશ સામેલ

આ મેચમાં ઓસ્ટ્રેલિયા, ભારત, ઇગ્લેંડ, વેસ્ટઇંડિઝ, પાકિસ્તાન, શ્રીલંકા, ન્યૂઝિલેંડ અને બાંગ્લાદેશ જેવા દેશ સામેલ છે.

મળશે બાઇસેંટેનરી મૈડેલિયન

મળશે બાઇસેંટેનરી મૈડેલિયન

લોર્ડ્સના 200મા જન્મદિવસના અવસર પર આયોજિત થઇ રહેલી આ ખાસ મેચમાં જોવા મળતાં બધા ખેલાડીઓને બાઇસેંટેનરી મૈડેલિયનથી સન્માનિત કરવામાં આવશે.

English summary
Lord's to celebrate its 200th birthday on 5th of July. On this special occasion a special match will be played between MCC and Rest of the World, in which Sachin Tendulkar and Shane Warne will show his shots to the fans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X