For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કહેવાતા પ્રેમના નામે ધણા પ્રેમીઓ કરે છે આ ભૂલો, શું તમે પણ કરી છે?

|
Google Oneindia Gujarati News

પ્રેમ એક અદ્ધભૂત વસ્તુ છે. જે તેનો સાચો મતલબ સમજી લે છે તેને તે મુક્ત કરી દે છે પણ બહુ જૂજ લોકો પ્રેમને પ્રેમ તરીકે સમજી શકવાની તાકાત ધરાવતા હોય છે. મોટા ભાગના લોકો પ્રેમને કદી પૂર્ણ સ્વરૂપે સમજી જ નથી શકતા અને તે પડી જાય છે "કહેવાતા પ્રેમમાં"

જાણો કેમ લગ્ન બાદ પ્રેમ કરવો છે સલાહભર્યું?

જેમાં ઝનૂન વધારે અને પ્રેમ ઓછો હોય છે. જેમાં મેળવવાનું વધુ અને આપવાનું ઓછું હોય છે. જેમાં "હું" "તું" કરતા મોટા હોય છે અને તે કદી "આપણે" તો બની જ નથી શકતો. ત્યારે આવા જ કહેવાતા પ્રેમના ચક્કરમાં પડીને તે કરી બેસે છે કેટલીક ભૂલો અને પોતાની આ ભૂલોને સારું નામ આપવા માટે તેને પ્રેમનું આવરણ ચડાવી દેતા હોય છે. જો કે દરેક વ્યક્તિ માટે પ્રેમનો અર્થ અલગ અલગ હોય છે પણ તેમ છતાં કેટલીક વાર આ કહેવાતો પ્રેમ આપણને નીચે મુજબ ભૂલો કરાવી બેસતો હોય છે. અને એક ઉંમર વહી જાય છે તે પછી આપણે આ વાતને સમજી શકતા હોઇએ છીએ. તે પહેલા નહીં...

સમયની બરબાદી

સમયની બરબાદી

પ્રેમી સાથે સમય વીતાવવો કોને ના ગમે. તેના વિષે વિચારવું પણ એક અદ્ઘભૂત ભાવના છે. પણ તેને જ પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય માની લેવું અને સવાર સાંજ તમારા પ્રેમીની આગળ પાછળ જ દોડતા રહેવું તે પણ ભણતર અને કારકિર્દીના ભોગે છે વેસ્ટ ઓફ ટાઇમ!

પોતાને કોઇના માટે બદલવું

પોતાને કોઇના માટે બદલવું

નવા નવા પ્રેમમાં લોકો પોતાના પ્રેમી માટે પોતાની જાતને બદલવાનો પ્રયાસ કરતા હોય છે. પણ હકીકત એ છે કે લાંબા ગાળે તે શક્ય જ નથી. તો ચાર દિવસનું આ નાટક તમે લાંબો સમય નહીં ખેંચી શકો.

પ્રેમના નામે અધિકાર જમાવો

પ્રેમના નામે અધિકાર જમાવો

તમારો પાર્ટનર ખાલી તમારો જ હોવો જોઇએ, તેના પર તમારો જ અધિકાર હોવો જોઇએ. તમે કહો તો તે બોલે તમે કહો તો તે ચૂપ રહે....પ્રેમના નામ પર બીજા પર પોતાની જાતને થોપવાની અને તેના પર પોતાના પ્રેમને પોતાનું પ્રભુત્વ પ્રેમ કહેવું ખોટું છે. કારણ કે પ્રેમ બંધનમાં નથી મુક્તિમાં છે.

તેના વિષે જ વિચારવું

તેના વિષે જ વિચારવું

ફિલ્મોમાં આ વાત જરૂરથી રોમાન્ટિક લાગે છે. પણ કોઇ પણ વસ્તુ એક હદથી વધુ થાય તે યોગ્ય નથી હોતી.

પ્રેમના નામે જોડાણ

પ્રેમના નામે જોડાણ

પ્રેમમાં તમે તેવા અંધ થઇ જાવ છો કે સારુ ખરાબનું તમને ભાન નથી રહેતું એટલું જ નહીં તમે તમારું અસ્તિત્વ પણ ભૂલી જાવ છો. પ્રેમમાં નામે આવું પણ કરવું છે ભૂલ!

ભાગી જવું

ભાગી જવું

એક સર્વે મુજબ 89 ટકા કપલ જે પ્રેમ બાદ પ્રેમી સાથે ભાગી જાય છે તે પાછળથી પોતાના આ નિર્ણય પર પસ્તાય છે. ભાગવા કરતા પ્રેમ માટે સંધર્ષ કરવો વધુ યથાર્થ હોય છે પણ અમુક ઉંમરે આ વાત જે તે વ્યક્તિ માટે સમજવી સરળ નથી હોતી.

એક તરફી પ્રેમ અને વાદવિવાદ

એક તરફી પ્રેમ અને વાદવિવાદ

પ્રેમના નામે અંતહિન વાદવિવાદો કરવા તે પણ ભૂલ જ છે. એક તરફા પ્રેમમાં ધણીવાર આવું થાય છે.

રડવું

રડવું

પ્રેમના નામે સ્ત્રી અને પુરુષો દિવસો સુધી રડતા રહે છે. તે પણ ત્યારે જ્યારે તેમનો પ્રેમી કે પ્રેમિકા તેમને છોડીને જતી રહે. દુખ તો બધાને જ થાય પણ તે દુખમાં પોતાની જાતને ભૂલી જવી કેટલી યોગ્ય છે? તે વિચારવું જોઇએ.

દારૂ, સિગરેટ

દારૂ, સિગરેટ

પ્રેમમાં મળેલી નિષ્ફળતાને ભૂલવવાને નામે લોકો દારૂ અને સિગરેટ જેવી ખરાબ આદતોને પોતાના જીવનમાં સમાવી લેતા હોય છે. ત્યારે પ્રેમના નામે પોતાની તંદુરસ્તી અને પરિવારને ભૂલવાની આ વાત પણ ખોટી જ છે!

English summary
The word love has different meanings to different people. Also, its meaning seems to change with age too. When you are too young, infatuation seems to be love.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X