For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમમાં પડશો તો તમેપણ થઇ જશો જાડિયા..!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લંડન, 22 ઓગષ્ટ: પ્રેમ થવો કોઇપણ વ્યક્તિ માટે અમૂલ્ય વાત હોય શકે છે, પરંતુ એક નવા સર્વે અનુસાર જાડિયાપણા માટે કોઇના પ્રેમમાં હોવું મુખ્ય કારણ હોઇ શકે છે. વેબસાઇટ ફીમેલફર્સ્ટ ડોટ કોમ અનુસાર નવા સર્વેક્ષણ અનુસાર પ્રેમના કારણે વજન વધનારી કેટલીક પરંપરાગત પરિસ્થિતીઓ બને છે, જેમ કે સહજતાથી ભોજન કરવું, રજાઓમાં એકબીજા સાથે હોવું કે પછી કસરત ન કરવી.

સર્વેક્ષણમાં સામેલ મોટાભાગના વ્યક્તિઓએ સ્વિકાર્યું હતું કે પ્રેમ થયા બાદ તેમનું વજન વધ્યું. આ વ્યક્તિઓને બરાબર ત્રણ મહિના પછી પૂછવામાં આવતાં તેમને સ્વિકાર્યું કે તેમના પ્રેમી યુગલના વજનમાં પણ વધારો થયો છે. સર્વેક્ષણમાં સામેલ બે તૃતિયાંશ લોકોએ સ્વિકાર્યું કે પ્રેમ થયા પછી તેમના અને તેમના પ્રેમી યુગલના વજનમાં વધારો થયો છે.

obesity

સર્વેક્ષણકર્તા તથા 'ડાયડ શેફ'ની પોષણ તથા વજન મેનેજમેન્ટ નિષ્ણાત ઇજ્જી કૈમરને કહ્યું હતું કે સર્વેક્ષણમાં કેટલાક રોચક પરિણામો સામે આવ્યા છે. આ જાણવું એકદમ ચોંકાવનાર છે કે પ્રેમ થયા બાદ લોકો કેટલા આત્મસંતુષ્ટ થઇ શકે છે. સર્વેક્ષણમાં સામેલ મોટાભાગની મહિલાઓએ સ્વિકાર્યું કે જ્યારે તે એકલી હતી ત્યારે જેટલું ભોજન કરતી હતી તેની સરખામણીએ સાથી સાથે ભોજન દરમિયાન તે થોડું વજન ભોજન કરે છે.

સર્વેક્ષણમાં સામેલ મોટાભાગના યુગલો પોતાની દિનચર્યામાં સાથે-સાથે ટીવી જોવું, ઘરમાં હોય ત્યારે સાથે-સાથે ભોજન કરવું અને જો બહાર હોય ત્યારે પણ સાથે-સાથે ભોજન કરવાનું સ્વિકાર્યું હતું. આનાથી તેમની દૈનિક ક્રિયાઓની ગતિવિધિઓની ખબર પડે છે.

English summary
Love may also cause obesity: Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X