આ ઉંમરમાં મહિલાઓને હોય છે વધુ સેક્સ પ્રોબ્લેમ, જાણો શું હોય છે કારણ
પુરુષોની તુલનામાં મહિલાઓને યુટીઆઈ થવાની સંભાવના વધુ રહે છે. આની પાછળ બાયોલોજિકલ કારણ વધુ હોય છે. આની અસર સેક્સ્યુઅલ લાઈફ પર પણ જોવા મળે છે. પરંતુ એક ખાસ ઉંમરે આવીને વધુ સેક્સ્યુઅલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓ સામે ઝઝૂમવુ પડે છે. આ વિશે એક રિસર્ચ પણ થઈ જેમાં એ પોઈન્ટ પર મુખ્ય રીતે ફોકસ કરવામાં આવ્યુ છે કે કઈ ઉંમરમાં આવીને મહિલાઓને વધુ સેક્યુઅલ હેલ્થની સમસ્યાઓ ઘેરી લે છે અને છેવટે કયા કારણોસર મહિલાઓની સેક્સ લાઈફમાં અડચણો આવે છે.

આ કારણોથી સેક્સ્યુઅલ લાઈફમાં આવે છે પ્રોબ્લેમ
મહિલાઓની સેક્સ્યુઅલ લાઈફમાં મુશ્કેલી આવવા પાછળ ઘણા બધા કારણો હોય છે જેમાં સૌથી કોમન કારણોમાંના છે યુરિન ઈન્ફેક્શન, વજાઈનલ ડ્રાયનેસ, ઑર્ગેઝમ ન થવુ અથવા ઉત્તેજનાની કમી અનુભવવી. ખાસ વાત એ છે કે આ બધી સમસ્યાઓની લિંક ક્યાંકને ક્યાંક એક જ કારણથી જોડાયેલી હોય છે.

આ ઉંમરમાં સૌથી વધુ
સામાન્ય રીતે મહિલાઓને 40થી 55 વર્ષની ઉંમર વચ્ચે સેક્સ્યુઅલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓ સૌથી વધુ હોય છે. આ વાત હાલમાં જ ઈટલીમાં થયેલા એક અભ્યાસમાં સામે આવી છે.
આ પણ વાંચોઃ દ્રાક્ષથી ભરેલા બાથટબમાં જોવા મળી સની લિયોન, જુઓ બોલ્ડ અંદાજનો Video

આ છે મુખ્ય કારણ
40થી 55 વર્ષની ઉંમર વચ્ચે મહિલાઓમાં સેક્સની ઈચ્છા ઓછી થવાનુ મુખ્ય કારણ તરીકે મેનૉપોઝ સાથે જોડાયેલી મુશ્કેલીઓ સામે આવી છે. જેના પ્રી સિમ્ટમ્સ તરીકે મહિલાઓ વજાઈનલ ડ્રાયનેસ, ઈરિટેશન અને ઉત્તેજનાની કમી અનુભવે છે. આ લક્ષણ દરેક મહિલામાં બીજી મહિલાથી અલગ હોઈ શકે છે.

આમને હોય છે વધુ મુશ્કેલી
અભ્યાસ અનુસાર સેક્સ્યુઅલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓ સૌથી વધુ એ મહિલાઓમાં જોવા મળે છે જેમને સ્મોકિંગ, ડ્રિકિંગની આદત હોય છે, જે ઓવર વેઈટ હોય છે અથવા જેમને હૉટ ફ્લેશીઝની મુશ્કેલી હોય છે.

આવુ પણ હોય છે
મેનોપૉઝ દરમિયાન મહિલાઓ માટે સેક્સ સંબંધ બનાવવા થોડા દર્દનાક સાબિત થઈ શકે છે કારણકે આના કારણે બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે, મૂડ સ્વિંગ્સ, જોઈન્ટમાં દુઃખાવો અને ઉંઘ ના આવવી જેવી મુશ્કેલી થાય છે. પરંતુ લેટેસ્ટ રિસર્ચ સાથે જોડાયેલા ઉડીન વિશ્વવિદ્યાલયના ડૉક્ટર એંગ્લો કેગનેસી અનુસાર પર્સન્ટેજના હિસાબે મહિલાઓમાં સેક્સ્યુઅલ હેલ્થ સાથે જોડાયેલ સૌથી વધુ ઈશ્યુની સરેરાશ વય 49 છે. આમાં મહિલાનો બૉડીમાસ ઈન્ડેક્સ પણ મેટર કરે છે.