For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે એક યુવતિના સવાલનો જવાબ ના આપી શક્યા ઝુકરબર્ગ!

|
Google Oneindia Gujarati News

ભારતમાં પોતાની બીજી આધિકારિક મુલાકાત દરમ્યાન ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ બુધવારે દિલ્હી IIT ટાઉનહોલ Q&Aના સત્રમાં પહોંચ્યા હતા. જ્યાં IIT દિલ્હીના વિદ્યાર્થીઓ હાજર હતા. ઝુકરબર્ગ પણ પોતાના કાર્યક્રમ માટે સમય પર ત્યાં પહોંચી ગયા હતા.

મોદીને મળ્યા બાદ જુકેરબર્ગને સેનીટાઇઝર્સની 250 બોટલો મળી!મોદીને મળ્યા બાદ જુકેરબર્ગને સેનીટાઇઝર્સની 250 બોટલો મળી!

ટાઉનહોલમાં Q&Aના સત્ર દરમ્યાન વિદ્યાર્થીઓએ તેમને અનેક સવાલ કર્યા. આ દરમ્યાન જ છાત્રોએ ઝુકરબર્ગને એક સવાલ કર્યો કે કેન્ડી ક્રશની રીકવેસ્ટ આવતા અમે કેવી રીતે રોકી શકીએ છીએ? આ સવાલ સાંભળતા જ ટાઉન હોલમાં ઉપસ્થિત તમામ લોકો હસવા લાગ્યા હતા. ઝુકરબર્ગે પણ તે સવાલનો જવાબ આપતા કહ્યું કે આ અંગેના ફીચર્સ પર કામ ચાલી રહ્યું છે.

Pics: આ રહ્યા દુનિયાના સૌથી પોપ્યુલર સીઇઓPics: આ રહ્યા દુનિયાના સૌથી પોપ્યુલર સીઇઓ

અન્ય એક વિદ્યાર્થીએ ઝુકરબર્ગને પૂછ્યુ કે તમે ભારતમાં આટલો રસ કેમ ધરાવો છો? જવાબમાં ઝુકરબર્ગે જણાવ્યુ કે ભારત ફેસબુક માટે એક મોટુ અને મહત્વનું બજાર છે. હજી પણ ભારતમાં લોકોની પાસે ઇન્ટરનેટ નથી. ઇન્ટરનેટનું ના હોવુ અહીં એક અર્થવ્યવસ્થાને વિકસીત કરવા માટેની એક ઉત્તમ તક છે. અત્યારે ભારતના 130 મિલીયન લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. પરંતુ 4 બિલિયન લોકો હજી પણ ઇન્ટરનેટથી વંચિત છે. આ લોકોને ઇન્ટરનેટ સાથે જોડવા એક મહત્વનું કાર્ય હશે અને અમે તે કરી શકીએ છીએ.

મહત્વપૂર્ણ છેકે માર્ક ઝુકરબર્ગ પોતાના કાર્યક્રમ અનુસાર મંગળવારે જ ભારત આવી ગયા હતા. તેમણે અહીં આવ્યા બાદ મંગળવારે આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી. તાજમહેલની સુંદરતાને નિહાળીને ઝુકરબર્ગે કહ્યું હતુ કે આ મારા વિચારવા કરતા પણ વધુ સુંદર છે.

કોલેજ ડ્રોપ આઉટ

કોલેજ ડ્રોપ આઉટ

જ્યારે ફેસબુક અસ્તિત્વમાં ન હોતુ આવ્યું તે પહેલા જ તેમને હાવર્ડ યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યારે કોને ખબર હતી કે બહુ જલ્દી તેઓ અરબપતિ બનશે. તેમના સિવાય પણ ઘણાં ડ્રોપઆઉટ હતા કે જેઓ અરબપતિ બન્યા હતા. તેમા બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સનો પણ સમાવેશ થાય છે.

વિશ્વના 14માં અમીર માણસ

વિશ્વના 14માં અમીર માણસ

માર્ક ઝુકરબર્ગ વિશ્વમાં સૌથી ઓછી ઉંમરમાં અરબપતિ બનનાર માણસ છે. ફેસબુકની અપાર સફળતાએ તેમને આ ઓળખ આપી છે.

માર્ક ઝુકરબર્ગનો જન્મ

માર્ક ઝુકરબર્ગનો જન્મ

માર્ક ઝુકરબર્ગનો જન્મ 14 મે, 1984માં ન્યૂયોર્કમાં થયો હતો. તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી અધવચ્ચે જ ભણવાનું છોડી દીધુ હતુ.

કલર બ્લાઇન્ડ

કલર બ્લાઇન્ડ

ફેસબુકના CEO ઝુકરબર્ગ કલર બ્લાઇન્ડની બિમારીથી પિડીત છે. અને એટલે જ તેમણે તેમની સાઇટ માટે ડાર્ક બ્લુ રંગની પસંદગી કરી છે. જેનાથી તેમને દેખવામાં કોઇ પરેશાની ના થાય.

આખુ નામ

આખુ નામ

દુનિયાની સૌથી મોટી સોશ્યિલ નેટવર્કીંગ વેબસાઇટ ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગનું આખુ નામ ઇલયટ ઝુકરબર્ગ છે.

કોલેજમાં ફેસબુકની શરૂઆત કરી હતી

કોલેજમાં ફેસબુકની શરૂઆત કરી હતી

યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન જ માર્કે એક વેબસાઇટ ફેસમૈશની શરૂઆત કરી હતી. આ સાઇટે કોલેજમાં કોઇ કમાલ નહોતી બતાવી. પરંતુ આ જ સાઇટને જ્યારે માર્કે ફેસબુક ડોટ કોમના નામથી પબ્લીકમાં લોન્ચ કરી તો આ સાઇટે ધમાલ મચાવી દીધી.

ફોર્બ્સ

ફોર્બ્સ

ફોર્બ્સ પત્રિકા મુજબ માર્ક ઝુકરબર્ગ દુનિયાના 14માં સૌથી અમિર વ્યક્તિ છે.

માર્ક ઝુકરબર્ગના લગ્ન

માર્ક ઝુકરબર્ગના લગ્ન

માર્કે પોતાની ગર્લફ્રેન્ડ પ્રિંસીલા ચાનની સાથે કેર્લિફોર્નિયામાં એક અંગત સમારોહમાં લગ્ન કર્યા હતા. ઝુકરબર્ગ દ્વારા લગ્નની ફોટો ફેસબુક પર જ્યારે પોસ્ટ કરવામાં આવી તેની 30 મિનિટ બાદ કુલ 1,31,000 લાઇક મળી ગઇ હતી.

ઇબોલા માટે 2.5 કરોડ ડૉલરનું દાન

ઇબોલા માટે 2.5 કરોડ ડૉલરનું દાન

માર્ક ઝુકરબર્ગે ઇબોલાના નિયંત્રણ માટે 2.5 કરોડ ડૉલરનું દાન કર્યું હતુ.

યુવા ઉંમરમાં જ પ્રોગ્રામર બની ગયા હતા માર્ક ઝુકરબર્ગ

યુવા ઉંમરમાં જ પ્રોગ્રામર બની ગયા હતા માર્ક ઝુકરબર્ગ

ખુબ જ નાની વયમાં માર્ક ઝુકરબર્ગ પ્રોગ્રામર બની ગયા હતા.

English summary
Mark zukerberg could not answer a question of a girl. She asked him during townhall program in delhi iit. Her question was when is candy crush request is going to stop.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X