શારીરિક સંબંધની કમી છતાં લૉકડાઉનમાં પાર્ટનર્સ વચ્ચે વધી આત્મીયતા, બીજુ શું કહે છે અભ્યાસ
કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ. આના કારણે લોકોએ પોતાના ઘરોમાં જ કેદ થઈને રહેવુ પડ્યુ. લૉકડાઉનના આ સમયગાળામાં રિલેશનશિપ વિશે ઘણા ચોંકાવનારા અભ્યાસ સામે આવ્યા છે. બ્રિટનમાં બીજા તબક્કામાં લૉકડાઉન દરમિયાન એક અભ્યાસ સામે આવ્યો છે.

લૉકડાઉનમાં સંબંધ ખૂબ મજબૂત થયો
આ અભ્યાસ મુજબ પાંચમાંથી ચાર પરિણીત જોડાનુ માનવુ છે કે બીજા તબક્કા દરમિયાન તેમનો સંબંધ ખૂબ મજબૂત થયો છે. વળી, 10 ટકા જોડા એવા પણ હતા જેમણે માન્યુ કે તેમના સંબંધ માટે આ સમય યોગ્ય નહોતો. ઉલ્લેખનીય છે કે આ અભ્યાસ મેરેજ ફાઉન્ડેશને કરાવ્યુ છે.

ડિવોર્સનુ મન બનાવી રહ્યા હતા લોકો
લૉકડાઉન લાગ્યા બાદથી દુનિયાભરના કપલ્સ વચ્ચે તણાવ વધવા અને ડિવોર્સ સુધીનુ મન બનાવી લેવાના આંકડામાં વધારો જોવા મળ્યો હતો. એસેક્સ યુનિવર્સિટી દ્વારા બ્રિટનના ઘરેલુ સર્વેક્ષણ કોરોના વાયરસ અભ્યાસને પૂરુ કરનાર 2,559 માતાપિતાની પ્રતિક્રિયાઓના ઉપયોગ કરીને જોવામાં આવ્યુ કે માતાપિતા જૂનમાં ડિવોર્સ લેવા પર વિચાર કરી રહ્યા હતા જેનો આંકડો લૉકડાઉન પહેલા ઓછો હતો. વાસ્તવમાં માત્ર 0.7 ટકા પિતા અને 2.2 ટકા માતાઓએ કહ્યુ કે તે આ સંબંધને છોડવા પર વિચાર કરી રહ્યા હતા.

લૉકડાઉનમાં ડિવોર્સની સમસ્યામાં આવ્યો ઉછાળો
લૉકડાઉન લાગી જવાના કારણે કપલ્સને એકબીજા સાથે પહેલાની સરખામણીમાં વધુ સમય વીતાવવાનો મોકો મળ્યો. આ અભ્યાસ કરાવનાર મેરેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સર પૉલ કોલેરિજના જણાવ્યા મુજબ કોવિડ-19ના કારણે ઘણા પરિણીત જોડા વચ્ચે વિરોધાભાસ વધ્યો છે જેના કારણે તેમનો સંબંધ ડિવોર્સ સુધી પહોંચી ગયો. વળી, તેમનુ એ પણ માનવુ છે કે ઘણા કપલ્સ એવા પણ રહ્યા છે જેમણે આ સમયનો ઉપયોગ પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે કર્યો.

કપલ્સમાં સેક્સની ઈચ્છા ઘટી
લૉકડાઉનના કારણે લોકોની લાઈફસ્ટાઈલમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો છે. લોકોની દિનચર્ચાય પર ઘણો પ્રભાવ પડ્યો. ઉંઘ અને ટેલીવિઝનના કારણે કપલ્સમાં સંભોગની ઈચ્છા પ્રભાવિત થઈ. અભ્યાસની માનીએ તો લગભગ 63 ટકા લોકો મોડી રાત સુધી મોબાઈલમાં વ્યસ્ત રહ્યા. અભ્યાસમાં કાઢવામાં આવેલા નિષ્કર્ષની વાત માનીએ તો સમૂહમાં ચારમાંથી એક કપલે એ સ્વીકાર્યુ કે તે મહિનામાં બે વાર જ સેક્સ કરવાનો મૂડ બનાવી શકતા હતા.
બહુ દિવસ સુધી યૌન સંબંધ ન બનાવવાથી વજાઈનામાં થાય છે આ ફેરફાર