• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પતિ-પત્નીએ લૉકડાઉનમાં આ ભૂલો કદી ન કરવી, નહિતર પસ્તાવુ પડશે

|

પતિ-પત્નીનો સંબંધ અતૂટ અને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. લગ્ન બાદ પતિ-પત્ની હંમેશા એકબીજાનો સાથ આપે છે. ક્યારેક ક્યારેક તકરાર થાય તો ક્યારેક પ્રેમનો વરસાદ પણ થાય છે. આખા દેશમાં લૉકડાઉન લાગી ગયા બદા હવે પરિણીત યુગલોને સાથે સમય વીતાવવાનો ભરપૂર મોકો મળી રહ્યો છે. આ રીતની સ્થિતિ બધા લોકો માટે નવી છે.

પતિ પત્નીને પોતાનો સંબંધ મજબૂત બનાવવાનો મોકો

પતિ પત્નીને પોતાનો સંબંધ મજબૂત બનાવવાનો મોકો

લૉકડાઉનનો આ સમય પતિ પત્નીને પોતાનો સંબંધ મજબૂત બનાવવાનો મોકો આપી રહ્યુ છે પરંતુ સાથે ઝઘડાની સંભાવના પણ રહે છે. બંને પાર્ટનર વર્કિંગ હોય કે નહિ આટલો સમય સાથે વીતાવવા સમયે અમુક વાતોનુ ધ્યાન રાખવુ બહુ જરૂરી છે. એટલુ જ નહિ, કોરોના સંક્રમણના જોખમને જોતા હવે ઘણી કંપનીઓ આવનારા સમયમાં કર્મચારીઓને ઘરેથી જ કામ ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે. જો તમે ઈચ્છતા હોય કે પતિ પત્ની વચ્ચે લૉકડાઉન દરમિયાનનો આ સમય ખુશીથી અને પ્રેમથી પસાર થાય અને પાર્ટનર સાથે કોઈ પ્રકારની તકરાર ન થાય તચો આ ભૂલો કરવાથી બચો.

તમારો પાર્ટનર પંચિંગ બેગ નથી

તમારો પાર્ટનર પંચિંગ બેગ નથી

શરૂઆતના વર્ષોમાં બધા લોકો ઘરેથી કામ કરવા માટે ઉત્સાહિત હતા પરંતુ હવે રોજ રોજ આવુ કરવુ પડે તો આ બોરિંગ પણ લાગવા લાગે છે. ઘરેથી કામ કરવા દરમિયાન બની શકે કે તમે વરિષ્ઠોની અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શકો. વર્ક ફ્રોમ હોમ કરવાથી કામની ક્વૉલિટી પર પણ અસર પડે છે. હવે આના માટે તમારે તમારા પાર્ટનરને ના તો જવાબદાર માનવો અને ના તેના પર આના માટે ગુસ્સો કાઢવો. ઑફિસના કામથી જો મૂડ ચિડાઈ રહ્યો હોય તો તમે થોડી વાર ચૂપ રહેવુ સારુ છે. પોતાની વર્કિંગ શિફ્ટ ખતમ કરી દીધા બાદ તમે પોતાના પાર્ટનર સાથે ક્વૉલિટી ટાઈમ પસાર કરો. એ વખતે તમે પોતાની સમસ્યાઓ તેમની સાથે ડિસ્કસ કરી શકો છો.

કામની જવાબદારી માત્ર એક પર

કામની જવાબદારી માત્ર એક પર

જો તમે પોતાના ઘરના કામકાજ માટે કોઈ હેલ્પર રાખ્યો હતો તો તે પણ લૉકડાઉન વખતે કામ પર આવી શકતો નથી. એવામાં ઘરના બધા કામકાજ લોકોએ ખુદ ઘરેથી કરવા પડી રહ્યા છે. બંને વર્કિંગ હોય અથવા બંનેમાંથી કોઈ એક વર્ક ફ્રોમ હોમ કરી રહ્યુ હોય તો ઘરના કામોની જવાબદારી બંનેએ મળીને નિભાવવી જોઈએ. કોઈ એક જ જો ઘરમાં કચરા-પોતુ, વાસણ, કપડા, રસોઈ વગેરેનુ કામ કરે તો ઝઘડો થવાની સંભાવના વધુ રહે છે.

સાથે રહેવા છતાં સાથે ન રહો

સાથે રહેવા છતાં સાથે ન રહો

વધુ સમય સુધી એકબીજાની નજીક રહેવાથી પણ ઝઘડાની સંભાવના વધી જાય છે. પરંતુ આ સ્થિતિમાં તમે ક્યાંય બહાર નથી જઈ શકતા. તમે બસ એ વાતનુ ધ્યાન રાખો કે તમે પોતાના પાર્ટનરના દરેક કામમાં પોતાની ટાંગ ન અડાવો. તમે તેને પર્સનલ સ્પેસ આપશો તો તમને પણ ખુદના માટે સમય મળશે.

લૉકડાઉનનો અર્થ વારંવાર સેક્સ નથી

લૉકડાઉનનો અર્થ વારંવાર સેક્સ નથી

ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લૉકડાઉનના કારણે ઈચ્છતા ન હોવા છતાં ઘરે જ રહેવુ પડી રહ્યુ છે પરંતુ આનો અર્થ એવો નહિ કે તમે આ સમયનો ઉપયોગ માત્ર શારીરિક સંબંધ બનાવવા માટે કરો. યાદ રાખો કે કોઈ પણ વસ્તુની અતિ હંમેશા ખરાબ હોય છે. તમે કડલિંગમાં સમય સાથે પસાર કરો અને વારંવાર ઈન્ટિમેટ રિલેશન બનાવીને તેને બોરિંગ ન બનાવો.

આ પણ વાંચોઃ 24 કલાકમાં કોરોના વાયરસથી 122 દર્દીઓના મોત, સામે આવ્યા 3525 નવા કેસ

English summary
Married Couples Should Avoid These Mistakes During Lockdown
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more