For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Message Yourself : હવે Whatsapp પર પોતાને જ મોકલી શકશો મેસેજ, જાણો કેવી રીતે?

Message Yourself : ઇન્સન્ટ મેસેજીંગ એપ Whatsapp દ્વારા અવારનવાર પોતાના યુઝર્સની સુવિધામાં વધારો કરવા માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે. જે કારણે તે લોકોમાં સૌથી વધુ પોપ્યુલર પણ છે.

|
Google Oneindia Gujarati News

Message Yourself : ઇન્સન્ટ મેસેજીંગ એપ Whatsapp દ્વારા અવારનવાર પોતાના યુઝર્સની સુવિધામાં વધારો કરવા માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે. જે કારણે તે લોકોમાં સૌથી વધુ પોપ્યુલર પણ છે. તાજેતરમાં Whatsapp એ 500 કરોડ યુઝરનો રેકોર્ડ બનાવ્યો છે. હવે Whatsapp એ એક નવું ફીચર એડ કર્યું છે, જેનું નામ Message Yourself છે. જેનાથી તમે તમારી જાતને મેસેજ કરી શકો છે.

Message Yourself ફીચર્સનાં ફાયદા

Message Yourself ફીચર્સનાં ફાયદા

Message Yourself ફીચર્સ મલ્ટી ડિવાઈસ સપોર્ટ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં Whatsappએ મલ્ટી ડિવાઈસ સપોર્ટ ફીચર્સ લોન્ચ કર્યા હતા. Whatsapp ના આ નવા ફીચરની મદદથી તમે ટુ ડુ લિસ્ટ, શોપિંગ લિસ્ટ, નોટ્સ વગેરે રાખી શકો છો. મહત્વની નોંધો, રીમાઇન્ડર્સ અને અપડેટ્સને યાદ રાખવા માટે પણ વાપરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો Whatsapp નું નવું ફીચર પોતાની જાતને યાદ રાખવામાં મદદ કરવાની સુવિધા આપે છે.

iOS અને Android બંને યુઝર્સ માટે ફીચર લોન્ચ

iOS અને Android બંને યુઝર્સ માટે ફીચર લોન્ચ

તમે ઘણી રીતે આ ફીચરનો લાભ લઈ શકો છો, જેમ કે જો તમે પછીથી ઉપયોગ માટે નોંધ લેવા અને લિંક્સ બુકમાર્ક કરવા માટે તેનોઉપયોગ કરો છો, તો તમારે હવે કોઈ વિશેષ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. તેમજ આ ફીચરને કારણે લેપટોપ, ટેબલેટ અનેમોબાઈલથી ફોટો-વીડિયો અને ડેટા સરળતાથી શેર કરી શકાશે. આ ફીચર iOS અને Android બંને યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યુંછે.

આ રીતે કામ કરશે Message Yourself ફીચર

આ રીતે કામ કરશે Message Yourself ફીચર

  • મેસેજ યોરસેલ્ફ ફીચરનો ઉપયોગ કરવા માટે, તમારે પહેલા તમારા ફોનમાં WhatsApp ખોલવું પડશે.
  • હવે એપની સ્ક્રીનના નીચેના જમણા ખૂણે મેસેજ આઇકોન પર ક્લિક કરો.
  • હવે અહીં તમને સૌથી ઉપર કોન્ટેક્ટ લિસ્ટ દેખાશે, નવા અપડેટ બાદ તમને તમારો કોન્ટેક્ટ અહીં દેખાશે.
  • આ સંપર્ક પર ટેપ કરો અને પછી તમે ચેટ શરૂ કરી શકો છો. એટલે કે, તમે તમારી જાતને સંદેશા મોકલી શકશો.

English summary
Message Yourself : Now you can send messages to yourself on Whatsapp, know how?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X