માઇક્રોસોફ્ટ: જાન્યુઆરી 2015માં બંદ થઇ જશે વિંડો 7 સપોર્ટ
વિંડો એક્સપી બાદ હવે માઇક્રોસોફ્ટ ટૂંક સમયમાં વિંડો 7 થી પણ પોતાનો સપોર્ટ હટાવવા જઇ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે જાન્યુઆરી 2015થી વિંડો 7 ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ હટાવી લેવામાં આવશે.
સર્વિસ સપોર્ટ હટ્યા બાદ વિંડો 7 કોઇ પણ સિક્યોરિટી અપડેટ અથવા તો અન્ય અપડેટ મળવું બંધ થઇ જશે. આકડા અનુસાર હાલમાં વિંડો 8ના મુકાબલે મોટાભાગના લોકો વિંડો 7નો ઉપયોગ કરી રહ્યા છે.
જે લોકોએ વિંડો 7ના સપોર્ટને વધાર્યું છે તેમને 2020 સુધી વિંડો 7માં અપડેટ મળતા રહેશે. જ્યારે આનાથી એ યુઝર્સને ઝટકો લાગશે જેમણે એક્સપી બંધ થયા બાદ વિંડો 7 ને અપનાવ્યું હશે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ વિંડો 8નો સપોર્ટ પણ આવનારા સમયમાં બંદ કરી શકે છે, અહીં ઉલ્લેખનીય છે કે વિંડો 8 થી વિંડો 8.1 અપડેટ કરવામાં તમારે કોઇ ચાર્જ આપવો નહીં પડે.

શું થશે અપડેટ બંધ થયા બાદ
વિંડો 7 અપડેટ બંધ થયા બાદ હેકરોને વિંડો 7માં સેંધ મારવું સરળ બની જશે. કારણ કે તેમાં સુરક્ષાની નજરથી મળનારી તમામ અપડેટ બંદ થઇ જશે સાથે જ કમ્પ્યુટરમાં વાયરસ અને માલવેયરનો પણ ખતરો પણ વધી જશે.

વિંડો 7 સ્ક્રીન શોર્ટકટ
જો આપને પોતાના વિંડો પીસી અથવા તો લેપટોપની સ્ક્રીનને કોઇ પણ એંગલમાં ફરાવવું હોય તો તેના માટે એરો બટનનો ઉપયોગકરો. સ્ક્રીનને ફરાવવા માટે વિંડો બટનની સાથે રાઇટ, લેફ્ટ અથવા તો ઉપર આપવામાં આવેલ એરો બટન દબાવો તેનાથી આપની સ્ક્રીન પણ ફરવા લાગશે.

સ્ક્રીનને નાની-મોટી કરો
વિંડો 7 કીબોર્ડમાં સ્ક્રીનના ડિસ્પ્લેને મોટી અથવા નાની કરવા માટે પ્લસ અને માઇનસ કીનો પ્રયોગ કરી શકો છો. આના માટે વિંડો બટનની સાથે પ્લસ અને માઇનસ બટનને એક સાથે દબાવો.

બેકગ્રાઉંડમાં ચાલી રહેલા તમામ પ્રોગ્રામ એક સાથે બંદ કરો
જો વિંડો બેકગ્રાઉંડમાં એક સાથે ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને આપ તેને બંદ કરવા ઇચ્છતા હોવ તો તેના માટે વિંડો બટનની સાથે હોમ બટન દબાવો (windows key + the Home key) આનાથી આપની ફુલ સ્ક્રીન ઓપેન થઇ જશે.

તમારી પસંદગીની સાઇટ પિન કરો
જો આપને રોજ કોઇ સાઇટ વારંવાર ખોલવી પડી હોય તો તે વેબસાઇટ્સને આપ પોતાના ટાસ્કબારમાં પિન કરી શકો છો. જેમકે માની લો આપને કોઇ ઓનલાઇન ફોટો એડિટીંગ સાઇટ રોજ ઓપન કરવી પડે છે તો આપ તેને પિન કરી શકો છો. પિન કર્યા બાદ આપ જેવું આપનું બ્રાઉસર ઓપન કરશો. તે સાઇટ ફરીથી ઓપેન થઇ જશે. એટલે કે આપને ફરીથી ગૂગલમાં જવાની જરૂર નથી. સાઇટ પિન કરવા માટે સાઇટના ટાસ્કબારમાં જઇને માઇસમાં રાઇટ ક્લિક કરી પિન ઓપ્શન પર ક્લિક કરો.