• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિન્દુ પૌરાણિક કથામાં થયેલા જન્મ, જેને કહેવાય છે ચમત્કાર

By Super
|

ભગવાન અને ધાર્મિક પાત્રોના જન્મ સાથે જોડાયેલી કહાણીઓ હંમેશા રસપ્રદ રહી છે. હિન્દુ ગ્રંથોમાં આ પાત્રોને વિશેષ માન પણ આપવામાં આવ્યું છે. જે પાત્રોનો ઉલ્લેખ હિન્દુ ગ્રંથોમાં થયો છે, તેમાના એકપણનો જન્મ નૈસર્ગિક રીતે થયો નથી. એ વાત કહેવામાં જરા પણ ખોટું નથી કે, આપણા ગ્રંથોમાં જે પાત્રોના જન્મ અંગે કહેવામાં આવ્યું છે, તેમના સામાન્ય જન્મ અંગે શોધવું કપરું સાબિત થઇ શકે છે.

આજે અમે અહીં તમારા માટે આવા જ કેટલાક પાત્રો લઇને આવ્યા છીએ, કે જેમનો હિન્દુ ધર્મ ગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ અને મહત્વ છે. જેમનો જન્મ કેવી રીતે થયો તે જાણવું ખરેખર એક રસપ્રદ બાબત છે. આ તમામ પાત્રોના જન્મ ચમત્કારિક રીતે થયા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ પૌરાણિક પાત્રો અંગે.

સિતા

સિતા

સિતા આ પાત્રથી કોઇ જ અજાણ નહીં હોય, તેમનું એક નામ જાનકી હતુ. તેઓ રાજા જનકના પુત્રી અને ભગવાન રામના પત્ની હતા. તેમના જન્મ અંગે એવી પૌરાણિક કથા છે કે, તેઓ ખરા અર્થમાં ધરતીના પુત્રી હતા. તેઓ ધરતીમાંથી જન્મ્યા હતા અને તેથી જ તેઓ ધરતીમાં સમાઇ ગયા.

સો કૌરવો

સો કૌરવો

ગાંધારી, હસ્તીનાપુરની રાણી ગર્ભ ધારણ કરી શકે તેમ નહોતા તેથી જ્ઞાનીએ તેમને સુચવ્યુ કે તેમના બાળકનો જન્મ માટીનો પોટમાં થઇ શકે છે. 101 માટીનો પોટ તૈયાર કરવામાં આવ્યા અને ગર્ભથી ભરવામાં આવ્યા, જેમાંથી 100 કૌરવ અને એક પુત્રીનો જન્મ થયો. હિન્દુ પૌરાણિક કથામાં આ માત્ર ચમત્કાર જ નથી પરંતુ આ પહેલા ટેસ્ટ ટ્યૂબ બેબી્ઝનો પણ ઉલ્લેખ કરે છે.

બલરામ

બલરામ

કૃષ્ણના મોટા ભાઇ બલરામએ દેવકી અને વાસુદેવના સાતમા બાળક છે, જેઓ કંસની કેદમાં હતા. કંસનું મોત દેવકીના આઠમા સંતાનના હાથે લખાયુ હતુ, તેથી કંસે દેવકીના બધા જ બાળકોને મારી નાખવાનું વિચાર્યું. સાતમા બાળક તરીકે જ્યારે બલરામનો જન્મ થયો ત્યારે બલરામ મૃત અવસ્થામાં હતો. ત્યારબાદ તે વાસુદેવની બીજી પત્ની રોહિણીને આપી દેવામાં આવ્યો અને રોહિણીએ તેને ઉછેર્યો.

દ્રોપદી

દ્રોપદી

જેવી રીતે પૃથ્વીમાંથી સિતાનો જન્મ થયો હતો, તેવી જ રીતે દ્રોપદીનો જન્મ અગ્નીમાંથી થયો હતો. દ્રોપદી અને ધ્રસ્તદ્યુમ્નનો જન્મ રાજા દ્રુપદ દ્વારા કરવામાં આવેલા એક યજ્ઞમાંથી થયો હતો.

લોર્ડ અયૈપ્પન

લોર્ડ અયૈપ્પન

મહિસી નામની રાક્ષસી ભગવાન બ્રહ્માને પ્રસન્ન કર્યા. તેણે અમરત્વ માગ્યુ પરંતુ બ્રહ્માએ તેની એ માગણીને ઠુકરાવી દીધી. તેથી તેણે કહ્યું કે એવા એકપણ પુરુષને મહિલા જન્મ ના આપે જે તેને મારી શકે. બ્રહ્માએ તેની એ ઇચ્છાને પૂર્ણ કરી. જેના કારણે તેણે વિશ્વમાં આતંક મચાવ્યો. તેના આ આતંકને રોકવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને ભગવાન શિવના રુદ્ર અવતાર સાથે સંભોગ કર્યો. તેમાંથી જે બાળકનો જન્મ થયો તે ભગવાન ઐયપ્પન થયા. જે ટેક્નિકલી મહિલાના ગર્ભે જન્મ્યાં નહોતાં.

English summary
Myths about the birth of Gods and other religious characters are always fantastic by nature. This is especially true in respect to the characters in Hindu mythology. None of these great men and women were born in the natural way. It would not be wrong to say that its hard to find any normal birth myths at all.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more