• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 કારણ: જેના કારણે કપલ સુહાગરાતના દિવસે માણી શકતા નથી સેક્સ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ઓક્ટોબર: આધુનિક પરંપરા વચ્ચે હવે લગ્નનો સંબંધ પણ બદલાઇ રહ્યો છે. સંબંધોને લઇને કપલ વચ્ચે ઘણા પરિવર્તન આવી ગયા છે. બ્રિટેનમાં કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે અડધાથી વધુ કપલ લગ્નના દિવસે સુહાગરાતન મનાવી શકતા નથી.

સર્વે અનુસાર અડધાથી વધુ કપલ સુહાગરાતના અવસરે સેક્સ માણી શકતા નથી કારણ કે વરરાજા અને કેટલાક કેસમાં દુલ્હન પણ દારૂના નશામાં ધૂત હોય છે. આ બધા ઉપરાંત એવા ઘણા કારણો છે જેના કારણે તે લગ્નની રાત્રે કેટલાક કપલ શારિરીક સંબંધ બાંધી શકતા નથી.

લંડનમાં કરવામાં આવેલા આ સર્વે અનુસાર 2139 લોકોએ ભાગ લીધો હતો. આ લોકોના તાજેતરમાં લગ્ન થયા છે. તેમાં અડધાથી વધુ લોકોએ સ્વિકાર્યું છે કે તેમના વચ્ચે લગ્નની રાત્રે સંબંધ બંધાયો નથી. સર્વે એ જાણવા માટે કરવામાં આવ્યો હતો કે લગ્નની પહેલી રાત્રે કપલ કયા કયા કારણોથી સેક્સ માણી શકતા નથી. સર્વે અનુસાર દારૂ વધુ માત્રામાં પી જવા ઉપરાંત વરરાજા પર સુઇ જાય છે અથવા રિસેપ્શન દરમિયાન કપલ વચ્ચે થયેલી માથાકૂટ પણ સુહાગરાત ન મનાવી શકવાનું કારણ હોય છે. સર્વે કરનાર કંપની એજન્સીના માર્કેટિંગ ડાયરેક્ટરે સ્વિકાર્યું કે હવે નવદંપતિઓ વચ્ચે પહેલી રાતનો સંબંધ એટલો મહત્વપૂર્ણ રહ્યો નથી, કારણ કે કેટલા કેસમાં તેમની વચ્ચે પહેલાંથી સંબંધ બની ચૂકેલો હોય છે અને લગ્નના અવસરે તેમનો મોટાભાગનું ધ્યાન લગ્ન સમારોગ અને પાર્ટી પર જ હોય છે.

સર્વેમાં 52 ટકા લોકોનું કહેવું છે કે તે પોતાના લગ્નની રાત્રે સંબંધ બાંધતા નથી, જ્યારે 17 ટકા લોકોનું કહેવું છે કે લગ્ન બાદ પહેલીવાર બાંધવા માટે ઓછામાં ઓછો ત્રણ દિવસની રાહ જોવાનું યોગ્ય સમજે છે. આ ઉપરાંત એવા નવ કારણ આ સર્વેમાં સામે આવ્યા છે જેના કારણે તે પરણિત કપલ સુહાગરાતના દિવસે શારીરિક સંબંધ બાંધી શકતા નથી.

નશાના કારણે મનાવતી શકતા નથી સુહાગરાત

નશાના કારણે મનાવતી શકતા નથી સુહાગરાત

સર્વે અનુસાર 24 ટકા વરરાજા લગ્નની રાતે નશામાં ધૂત હતા, જેના કારણે સુહાગરાત મનાવી ન શક્યા.

દુલ્હન પર હોય છે ટલ્લી

દુલ્હન પર હોય છે ટલ્લી

13 ટકા કિસ્સાઓમાં દુલ્હનો પર વધુ પી લે છે. નશાના લીધે તેમની વચ્ચે શારીરિક સંબંધ સ્થાપિત થઇ ન શક્યો.

થાકી જાય છે દુલ્હન

થાકી જાય છે દુલ્હન

સર્વેમાં 16 ટકા લોકોએ કહ્યું હતું કે લગ્નના અવસર પર દુલ્હન પણ થાકી ગઇ હોય છે, જેના કારણે તેમની વચ્ચે સુહાગરાતના દિવસે સંબંધ સ્થાપિત થઇ શક્યો નહી.

બાળકોના કારણે ખલેલ

બાળકોના કારણે ખલેલ

સર્વેનુ અનુસાર 11 ટકા લોકોએ પોતાની આસપાસ બાળકો હોવાના કારણે લગ્નની રાતે સંબંધ બાંધી ન શક્યા.

સેક્સ માટે 3 દિવસની રાહ

સેક્સ માટે 3 દિવસની રાહ

તો બીજી તરફ 17 ટકા લોકોએ લગ્ન બાદ સંબંધ બાંધવા માટે 3 દિવસ સુધી રાહ જોઇ.

હનિમૂન પર વિતાવી રાત

હનિમૂન પર વિતાવી રાત

સર્વે અનુસાર 9 ટકા લોકો એવા હતા જેમને લગ્નની પહેલી રાતે હનિમૂનના સફરમાં વેડફી દિધી અને એકબીજા સાથે સંબંધ બાંધી ન શક્યા.

રિશેપ્શનમાં થયો ઝઘડો

રિશેપ્શનમાં થયો ઝઘડો

સર્વેમાં 9 ટકા લોકો એવા હતા જેમને સંબંધ ફક્ત એટલા માટે ન બાંધ્યો કારણ કે લગ્નના રિસેપ્શન વખતે બંને વચ્ચે ઝઘડો થઇ ગયો.

પાર્ટીમાં વિતાવ્યો સમય

પાર્ટીમાં વિતાવ્યો સમય

સર્વેમા6 7 ટકા લોકો એવા હતા જેમના લગ્નની આખી રાત પાર્ટી અને મિત્રો વચ્ચે પસાર થઇ ગઇ અને એકબીજાને સમય ફાળવી ન શક્યા.

વરરાજા જ સુઇ ગયો

વરરાજા જ સુઇ ગયો

સર્વેમાં 4 ટકા એવા લોકો સામેલ હતા, જેમાં દુલ્હન જાગતી રહી, પરંતુ લગ્નની પાર્ટીથી થાકેલા વરરાજા સૂઇ ગયા.

સેક્સ માણવાની ઇચ્છા જ નહી

સેક્સ માણવાની ઇચ્છા જ નહી

લગ્નની રાતે 4 ટકા લોકોને સંબંધ બાંધવાની ઇચ્છા થઇ નહી, જો કે સર્વેમાં એ પણ કહેવામાં આવ્યું કે લગ્ન પહેલાં જ સંબંધ બાંધવાના કારણે લોકો વચ્ચે લગ્નની રાતે સેક્સની ઇચ્છા મરી જાય છે.

English summary
According to a new survey by UK money-saving website VoucherCodesPro, less than half of newlyweds actually consummate the marriage on their wedding night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X