For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૃત્યુને ખુલ્લો પડકાર આપે છે આ 10 હવાઇ મથકો, તસવીરો

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 20 જૂન: દેશ અને દુનિયા લાખો અજાયબી અને આશ્ચર્યોથી ભરેલી છે. જ્યાં દુનિયાની 7 અજાયબીને આપણી સૌની સામે મૂકવામાં આવે છે જ્યારે ઘણા તથ્ય આપણી આંખો અને અંતરમનથી બેખબર જ રહી જાય છે.

શું આપને ખ્યાલ છે કે હવાઇ મથકોની દુનિયામાં આવા આશ્ચર્ય પણ છે, જેને જોઇ અને સાંભળીને આપ ચોંકી ઊઠશો અને તસવીરો જોવા માટે ઉતાવળા થઇ જશો. અત્રે અમે આપની માટે લાવ્યા છીએ એવા એરપોર્ટ જે ખરેખર ખતરનાક છે. આ હવાઇ મથકોથી મુસાફરો તો દૂરની વાત છે પાયલટો પણ ગભરાય છે.

આવો જોઇએ એવું તે શું છે આ હવાઇ મથકોમાં...

કાઇ ટાક હવાઇ મથક

કાઇ ટાક હવાઇ મથક

આ હવાઇમથક ચારેય તરફથી પર્વતોથી ઘેરાયેલ છે. પાયલટને આ તમામની વચ્ચેથી રસ્તો બનાવીને વિમાનની લેન્ડિંગ કરાવવાની હોય છે.

પંકલ હવાઇ મથક

પંકલ હવાઇ મથક

આ હવાઇમ મથકનો રનવે ખૂબ જ નાનો છે. હવાઇ મથકની આસપાસ ઉંચા પહાડો છે અને બીજી તરફ દરિયો છે.

કોરશેવલ એરપોર્ટ, ફ્રાંસ

કોરશેવલ એરપોર્ટ, ફ્રાંસ

આ હવાઇ મથક પર વિમાનને ઉતારવું કોઇ નવશીખીયા પાયલટનું કામ નથી, આ હવાઇ મથક એક ઘાટીમાં આવેલું છે પહાડોની વચ્ચે વિમાનને લાવીને લેંડ કરાવવું ખૂબ જ ખતરનાખ છે.

પ્રિસેંઝ જુલિયાના એરપોર્ટ, સેંટ માર્ટેન

પ્રિસેંઝ જુલિયાના એરપોર્ટ, સેંટ માર્ટેન

આ હવાઇ મથકના રનવેની લંબાઇ માત્ર 2400 મીટર છે. આના માટે તેમને માહો બીચ પર આરામ કરી રહેલા સહેલાણીઓની ઉપરથી વિમાન લઇ જવાનું હોય છે.

નારસરસુઆક હવાઇમથક, ગ્રીનલેન્ડ

નારસરસુઆક હવાઇમથક, ગ્રીનલેન્ડ

આ હવાઇ મથક દક્ષિણ ગ્રીન લેંડના નારસરસુઆક હવાઇમથકનો રનવે સીધો સરોવર તરફ જાય છે. પાયલટની થોડી પણ ચૂકથી વિમાન સીધું સરોવરમાં ઊતરી શકે છે.

લ્યૂગાનો

લ્યૂગાનો

લ્યૂગાનો એંગલોના એરપોર્ટ પર વિમાન લેન્ડ કરાવવું ખતરાની ઘંડી છે. આનો રનવે 6.66 પર ઝૂકેલો છે જે સામાન્ય કરતા બેગણું છે. આ હવાઇ મથક એક પર્વત પર સ્થિત છે.

કેમ્બો બામ્ડા

કેમ્બો બામ્ડા

કેમ્બો બામ્ડા હવાઇ મથક સૌથી ઊંચો હવાઇ મથક માનવામાં આવે છે, જે સમુદ્રની સપાટીથી 4334 મીટર ઉપર છે. હંમેશા અહી વિમાનનું એન્જિન હવાના ઉંચા દબાણનો શિકાર થઇ જાય છે, તે સ્ટાર્ટ થવામાં ખૂબ જ સમય લે છે.

ફ્રંચ હવાઇમથક

ફ્રંચ હવાઇમથક

ફ્રંચ હવાઇ મથક પોતાનામાં જ એક ખતરો માનવામાં આવે છે. આ હવાઇ મથક પર માત્ર 20 યાત્રીયોથી ભરેલા વિમાનને ઉતારવાની જ પરવાનગી છે. તેનો રનવે બીજી બાજું પૂરો થઇ જાય છે.

બર્રા દ્વીપ

બર્રા દ્વીપ

બર્રા દ્વીપ પર સ્થિત આ હવાઇ મથક ખતરનાક હવાઇ મથકમાં ગણાય છે. આ ખૂબ જ આશ્ચર્યજનક હવાઇમથક છે. જ્યાં બીચને રનવે બનાવીને પ્રયોગમાં લાવવામાં આવે છે.

પુર્તગાલનું હવાઇ મથક

પુર્તગાલનું હવાઇ મથક

પુર્તગાલનું હવાઇ મથક એક અજાયબી સમાન છે. તેના ખતરનાક હોવાનું કારણ દરિયો અને તેનો રનવે છે.

English summary
Know about most dangerous airports the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X