Mother's Day 2020: આખરે કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે, જાણો કેવી રીતે થઈ શરૂઆત
નવી દિલ્હીઃ દુનિયાભરમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ વર્ષ આ ખાસ દિવસ 10મી મેના રોજ મનાવવામમાં આવી રહ્યો છે. આ દિવસે લોકો પોતાની માને પ્રેમ, ત્યાગ અને મમતા માટે તેમનો આભાર માને છે. આ તહેવાર ભારત સહિત દુનિયાના કેટલાય દેશમામં મનાવવામમાં આવે છે. મધર્સ ડે લોકોને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાનો મોકો આપે છે. મોટાભાગના દેશોમમાં મેના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. સૌકોઈએ તેમના પર બધુ ન્યોછાવર કરનાર મા સાથે આ ખાસ દિવસ વિતાવવો જોઈએ.

અમેરિકાથી શરૂઆત થઈ
એવામાં સૌકોઈને સવાલ થતો હશે કે આખરે મધર્સ ડેની શરૂઆત (History of Mother's Day) કેવી રીતે થઈ હતી. જણાવી દઈએ કે મધર્સ ડેને લઈ કેટલાય પ્રકારની માન્યતાઓ છે. કેટલાક એવું માને છે કે મધર્સ ડેના આ ખાસ દિવસની શરૂઆત અમેરિકાથી થઈ હતી. અહીં વર્જિનિયામાં એના જાર્વિસ નામની મહિલાએ મધર્સ ડેની શરૂઆત કરી હતી. એવું કહેવામાં આવે છે કે એના પોતાની માને બહુ પ્રેમ કરતી હતી અને તેમનાથી બહુ પ્રેરિત હતી.

યૂરોપ અને બ્રિટનમાં મધરિંગ સંડે પણ ઉજવાય છે
એનાએ ક્યારેય લગ્ન નથી કર્યા અને પોતાની માના નિધન બાદ તેમના પ્રત્યે સન્માન દેખાડવા માટે આ ખાસ દિવસની શરૂઆત કરી. ઈસાઈ સમુદાયના લોકો આ દિવસને વર્જિન મેરીનો પણ દિવસ મનાવે છે. યૂરોપ અને બ્રિટનમાં મધરિંગ સંડે પણ ઉજવવામાં આવે છે. જ્યારે આની સાથે જોડાયેલ વધુ એક કહાની એ છે કે મધર્સ ડેની શરૂઆત ગ્રીસથી થઈ હતી. ગ્રીસના લોકો પોતાની માને બહુ સન્માન કરે છે. આ કારણે જ તે આ ખાસ દિવસની પૂજા કરતા હતા. માન્યતાઓ મુજબ સ્યબેસે ગ્રીક દેવતાઓની માતા હતી અને મધર્સ ડે પર લોકો તેમની પૂજા કરતાા હતા.

આ દિવસને લઈ એક કાનૂન પણ પાસ થયો
એક મા ક્યારેય પણ પોતાની જવાબદારીઓથી ભાગતી નથી હોતી. પછી તે ઘર હોય, ઑફિસ હોય કે બીજું કંઈપણ કામ કેમ ના હોય, તે પોતાના બાળકોને કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો નથી કરવા દેતી. જણાવી દઈએ કે 9 મે 1914ના રોજ અમેરિકી પ્રેસિડેન્ટ વુડ્રો વિલ્સને એક કાનૂન પાસ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે મેના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવશે. જે બાદથી ભારત સહિત કેટલાય દેશોમાં આ ખાસ દિવસ મનાવાવા લાગ્યો.

કેવી રીતે મનાવવામાં આવે છે મધર્સ ડેનો દિવસ?
આમ તો માને પ્રેમ કરવા અને ગિફ્ટ દેવા માટે કોઈ ખાસ દિવસની જરૂરત નથી હોતી, પરંતુ છતાં પણ મધર્સ ડેના દિવસે માને વધુ સન્માન આપવામાં આવે છે. તેમને ભેટ, મીઠાઈ અને ઘણો પ્રેમ કરવામમાં આવે છે. તો આ મધર્સ ડેનના ખાસ અવસર પર પણ તમે તમારી મા સાથે સમય વિતાવશો, તમારી માતાને એ બધું કહી દો જે તમે લાંબા સમયથી કહેવા માંગતા હોવ. તમે ઈચ્છો તો આ ખાસ દિવસ પર તમારી માતાને ભેટ આપને પણ તેમને ખુશ કરી શકો છો.
કોરોના: કેન્દ્ર સરકારે આ રાજ્યોમાં મોકલી 10 ટીમ, વાયરસ સામેની જંગમાં કરશે મદદ