• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્લેક ફંગસથી કોને છે વધુ જોખમ, લક્ષણો શું છે? ઈન્ફેક્શન પછી શું કરવુ? AIIMSએ જણાવ્યુ બધુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કહેર સાથે-સાથે મ્યૂકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસનુ જોખમ પણ વધી રહ્યુ છે. દેશભરના ઘણા રાજ્યોમાંથી કોવિડ-19થી રિકવર થનાર દર્દીઓમાં બ્લેક ફંગસનુ સંક્રમણ અને તેનાથી થતી મોતના કેસ સામે આવી રહ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસ ઈન્ફેક્શનથી અત્યાર સુધી 90 લોકોના મોત થઈ ચૂક્યા છે અને વર્તમાનમાં 1500 દર્દી આનાથી સંક્રમિત છે. જ્યારે રાજસ્થાનમાં બ્લેક ફંગસ સંક્રમણના 100થી વધુ કેસ છે. એઈમ્સે મ્યૂકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસને ઓળખવા, લક્ષણ અને દેખરેખ માટે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે.

સૌથી મોટુ કારણ છે કોવિડના દર્દીઓ પર સ્ટીરૉઈડ્ઝનો વધુ ઉપયોગ

સૌથી મોટુ કારણ છે કોવિડના દર્દીઓ પર સ્ટીરૉઈડ્ઝનો વધુ ઉપયોગ

એઈમ્સના નિર્દેશક ડૉ.રણદીપ ગુલેરિયાએ કહ્યુ છે કે કોરોના વાયરસની પહેલા પણ ફંગલ ઈન્ફેક્શન જોવા મળ્યુ હતુ પરંતુ આ બહુ નહિવત હતુ. આ એ લોકોમાં દેખાય છે જેમનુ શુગર ખૂબ વધુ હોય છે, ડાયાબિટીસ અનકંટ્રોલ હોય, ઈમ્યુનિટી ખૂબ ઓછી હોય કે કેન્સરના દર્દી કે જેઓ કિમોથેરેપી પર હોય તેમને આ ફંગસ થવાનુ જોખમ વધી જાય છે. ડૉ. ગુલેરિયાએ કહ્યુ કે કોરોના મહામારી દરમિયાન આના કેસ ખૂબ જોવા મળી રહ્યા છે. આનુ એક સૌથી મોટુ કારણ છે કોવિડના દર્દીઓ પર સ્ટીરૉઈડ્ઝનો વધુ ઉપયોગ કરવો. અહીં જાણો કે બ્લેક ફંગસ(મ્યુકરમાઈકોસિસ) માટે એઈમ્સે શું ગાઈડલાઈન્સ આપી છે?

બ્લેક ફંગસથી કોને છે સૌથી વધુ જોખમ?

બ્લેક ફંગસથી કોને છે સૌથી વધુ જોખમ?

1. એઈમ્સે કહ્યુ છે કે અનકંટ્રોલ ડાયાબિટીઝના દર્દી, ડાયાબિટીક કીટોએસિડોસિસના દર્દી, ડાયાબિટીઝના દર્દીઓ કે અન્ય દર્દીઓ પર સ્ટીરૉઈડ્ઝનો વધુ ઉપયોગ કરનારાને બ્લેક ફંગસ(મ્યુકરમાઈકોસીસ)નુ જોખમ વધુ હોય છે.
2. ઈમ્યુનોસપ્રેસન્ટ કે કેન્સરનો ઈલાજ કરાવી રહેલ દર્દીઓ કે કોઈ જૂની બિમારીઓના રોગીઓને પણ બ્લેક ફંગસ થવાનો ચાંન્સ હોય છે.
3. દર્દીઓ પર સ્ટીરૉઈડ્ઝનો વધુ ઉપયોગ કરવો કે તેમને સ્ટીરૉઈડ્ઝ વધુ આપવાથી પણ બ્લેક ફંગસનુ જોખમ થાય છે.
4. ટોસિલિજુમેબ ઈંજેક્શનના દર્દીઓ પર વધુ ઉપયોગ કરવાથી પણ બ્લેક ફંગસનુ જોખમ થાયછે.
5. કોરોનાના દર્દી, જે ઑક્સિજન સપોર્ટ પર છે કે પછી વેંટિલેટર સપોર્ટ પર છે તેમને બ્લેક ફંગસ થવાના ચાંસ છે.
એઈમ્સ ડૉક્ટરોએ ખાસ કરીને આંખના રોગના વિશેષજ્ઞોએ સલાહ આપી છે કે તે બ્લેક ફંગસના સંક્રમણના જોખમવાળા રોગીઓને રજા પછી પણ ડૉક્ટરો સાથે નિયમિત તપાસ કરવાની સલાહ આપે.

બ્લેક ફંગસ/મ્યૂકરમાઈકોસિસના લક્ષણ શું છે?

બ્લેક ફંગસ/મ્યૂકરમાઈકોસિસના લક્ષણ શું છે?

1. નાકથી અસામાન્ય કાળો સ્ત્રાવ કે લોહીનુ આવવુ કે પછી નાકમાં પાપડી પડવી કે સૂકાવુ.
2. નાક બંધ થવુ, માથાનો દુઃખાવો કે આંખોમાં પીડા, આંખોના ચારે તરફ સોજો, વસ્તુઓ બમણી દેખાવી, આંખો લાલ થવી, આંખોની રોશની જતી રહેવી, આંખ બંધ કરવામાં મુશ્કેલી, આંખ ખોલવામાં અસમર્થતા, આંખમાં થનાર કોઈ પણ ફેરફાર.
3. ચહેરો સુન્ન થવા કે ઝણઝણાટી અનુભવ થવો કે પછી ચહેરમાં સોજો થવો.
4. મોઢામાંથી ખોરાક ચાવવો કે ખોલવામાં મુશ્કેલી થવી.

શનિ 23 મેથી થઈ રહ્યો છે વક્રી, સાડાસાતી વાળા ખાસ ધ્યાન રાખોશનિ 23 મેથી થઈ રહ્યો છે વક્રી, સાડાસાતી વાળા ખાસ ધ્યાન રાખો

બ્લેક ફંગસ થયુ છે તે કેવી રીતે જાણવુ?

બ્લેક ફંગસ થયુ છે તે કેવી રીતે જાણવુ?

1. એઈમ્સે કહ્યુ છે કે બ્લેક ફંગસને ઓળખવા માટે તમે ઘરમાં ચહેરામાં હલનચલન કરો. જેમ કે મોઢુ ખોલવુ, લાંબા-લાંબા શ્વાસ લેવા વગેરે. દિવસમાં અજવાળામાં નાક, ગાલ, આંખોની આસપાસ સારી રીતે જુઓ કે કોઈ ફેરફાર તો નથી દેખાતોને. જેમ કે ચામડીમાં સોજો, લાલ થઈ જવી, અડવાથી પીડા થવી, નાકમાંથી લોહી આવવુ વગેરે. એટલે કે રોજ આખા ચહેરોમાં થનારા ફેરફાર પર તમારે નજર રાખવાની છે.
2. દાંત ઢીલા થવા, મોઢામાં કાળા ડાઘ દેખાવા, તાળવા, દાંત કે નાકની અંદર સોજાથી પણ તમે જાણી શકો છો. આંખોની રોશની ઘટવી. જો તમે આ બધામાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો તમારે તરત ડૉક્ટરની સલાહ લેવી.

બ્લેક ફંગસ/મ્યૂકરમાઈકોસિસ થયા બાદ શું કરશો?

બ્લેક ફંગસ/મ્યૂકરમાઈકોસિસ થયા બાદ શું કરશો?

1. એઈમ્સે કહ્યુ છે કે બ્લેક ફંગસ/મ્યૂકરમાઈકોસિસના લક્ષણ દેખાયા બાદ ઈએનટી ડૉક્ટર, આંખોના રોગના વિશેષજ્ઞ કે રોગીનો ઈલાજ કરનાર ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો.
2. નિયમિત ઈલાજ કરાવો અને તેનુ ફૉલોઅપ કરતા રહો. ડાયાબિટીઝના દર્દીએ શુગરને કંટ્રોલમાં રાખવુ અને વારંવાર તેની તપાસ કરાવતા રહેવુ. શુગર લેવલ વધુ ન હોવુ જોઈએ.
3. નિયમિત રીતે દવાઓ ખાવી અને બાકીના દિશા-નિર્દેશોનુ પણ પાલન કરવુ.
4. સ્ટીરૉઈડ કે એંટીબાયોટિક્સ કે એંટીફંગલ દવાઓનુ જાતે સેવન ન કરવુ. કોઈ પણ સ્થિતિમાં તેને ડૉક્ટરને બતાવીને જ લેવુ.
5. એમઆરઆઈ કે સીટી સ્કેન પણ ડૉક્ટરની સલાહ પર જ કરાવવુ.

English summary
Mucomycosis(black fungus infection): AIIMS issues new guidelines for Symptoms, Treatment, Know here all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X