આ અનોખા મંદિરમાં મુસ્લિમો કરે છે હનુમાનજીની પુજા, જાણો ક્યાં આવેલુ છે?

ભારત હિન્દુ-મુસ્લિમ એકતાનો દેશ છે. અહીં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં હિન્દુ-મુસ્લિમ બન્ને ધર્મના લોકો દર્શન માટે જાય છે. આવી જ એક જગ્યા કર્ણાટકમાં આવેલી છે.

ભારતમાં હનુમાનજીનું એક અનોખુ મંદિર આવેલુ છે. અહીંના હનુમાનજી દેશ અને દુનિયાથી થોડા અલગ છે. ભારતના આ મંદિરમાં મુસ્લિમ લોકો હનુમાનજીની પૂજા કરે છે.

Korikoppa Hanuman Temple

હિંદુ ધર્મમાં હનુમાનજીનું અલગ સ્થાન છે. કહેવાય છે કે હનુમાનજી અમર છે અને આજે પણ પૃથ્વી પર ક્યાંક વિદ્યમાન છે. જ્યાં પણ રામાયણનો પાઠ કરવામાં આવે ત્યાં હનુમાનજી અવશ્ય હાજર હોય છે.

ભારતમાં એક એવું મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજા મુસ્લિમ લોકો કરે છે. આ સાંભળીને તમે ચોંકી જશો પરંતુ આ સત્ય છે. કર્ણાટકના ગદગ જિલ્લાના કોરીકોપ્પા ગામમાં આવેલા હનુમાન મંદિરમાં મુસ્લિમ સમુદાય દ્વારા પૂજા કરવામાં આવે છે. ભારતમાં આવું એકમાત્ર હનુમાન મંદિર છે.

આની પાછળ એક દંતકથા છે. કર્ણાટકના આ ગામમાં ઘણા સમય પહેલા કોલેરા ફેલાયો હતો. અને જેના કારણે ગામમાં રહેતા તમામ લોકો ગામમાંથી ભાગી રહ્યા હતા. ગામમાં હિંદુ ધર્મનો કોઈ વ્યક્તિ ન બચ્યો.

ગામના તમામ મુસ્લિમો પણ ગામ છોડીને ચાલ્યા ગયા હતા. પરંતુ અહીંનું મંદિર ઘણું પ્રખ્યાત હતું. આ કારણે નજીકના ગામ બદનીના કેટલાક મુસ્લિમ પરિવારોએ આ મંદિરમાં પૂજા કરવાનું ચાલુ રાખ્યું. તેમણે જ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યારથી લઈને અત્યાર સુધી ભગવાન હનુમાનની પૂજાની જવાબદારી મુસ્લિમ સમુદાયની છે અને આજે પણ તેઓ તેનું પાલન કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X