For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો, પેશાવરમાં થયેલા હુમલાની 5 મુખ્ય વાતો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પેશાવર, 17 ડિસેમ્બર: પાકિસ્તાનમાં પેશાવર શહેરના એક આર્મી સ્કૂલ પર તાલિબાનના હુમલામાં કુલ 160 લોકો મૃત્યું પામ્યાં છે જેમાં 132થી વધુ બાળકો અને નવ સ્કુલના સ્ટાફ છે. પાકિસ્તાની સુરક્ષાબળોએ લગભગ ચાર દિવસભર ચાલી રહેલી કાર્યવાહી બાદ છ હુમલાવરોને ઠાર માર્યા અને શાળાને પોતાના કબજામાં કરી લીધી છે. હુમલામાં 125થી વધુ લોકો ઘાયલ થયા છે. સેનાની વર્દી પહેરીને 9 આતંકવાદી મંગળવારે સવારે શાળાની પાછળની દિવાલ કુદીને અંદર ઘૂસ્યા અને એક-એક ક્લાસમાં ઘુસીને બાળકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. એટલું જ નહી જ્યારે ટીચરે એક બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો, તો તેમણે તેને જીવતી સળગાવી દિધી અને બાળકોને આ ખૌફનાક દ્રશ્ય જોવા માટે મજબૂર કરી દિધા.

જો કે મંગળવારે સવારે લગભગ 10.30 વાગે (પાકિસ્તાની સમયાનુસાર) સ્કુલમાં દાખલ થયેલા બધા નવ આતંકવાદીઓને લગભગ આઠ કલાક સુધી ચાલેલા સેનાના અભિયાનમાં ઠાર મારવામાં આવ્યા. તેમાંથી મોટાભાગના આત્મઘાતી હુમલાવર હતા, જેમણે બાળકોની પાસે જઇને પોતાને ઉડાવી દિધા. પાકિસ્તાની તાલિબાની જૂથ 'તહરિક-એ-તાલિબાને' હુમલાની જવાબદારી લીધી છે. ઘટના બાદ પાકિસ્તાનમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરી દેવામાં આવ્યો છે.

peshawar-1

એક પ્રત્યક્ષદર્શીના અનુસાર એક આતંકવાદીએ બાળકોને લાઇનમાં ઉભા રહેવા માટે કહ્યું, જે તે તેમને ગોળી મારી શકે, પરંતુ બિચારા બાળકોને લાગી રહ્યું હતું કે અંકલ કોઇ રમત રમી રહ્યાં છે. ઘણા બાળકો સ્કુલના પાછળના દરવાજાથી ભાગી નિકળવામાં સફળ રહ્યાં. આર્મી શાળા સેંટ મેરી હાઇ સ્કૂલની પાસે છે, બે દિવસ પહેલાં શાળા પર હુમલાની ધમકી આપવામાં આવી હતી.

આતંકવાદીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા સેનાના ઓપરેશન 'જર્બ-એ-અજ્બ'ના જવાબમાં પાક તાલિબાને આ હુમલો કર્યો છે. પાકિસ્તાને વડાપ્રધાન નવાજ શરીફે આ ભયાવહ ઘટનાને 'રાષ્ટ્રીય ત્રાસદી' ગણાવી દિધી છે અને બુધવારે સર્વદલીય બેઠક બોલાવી છે. તેમણે એ પણ સ્પષ્ટ કરી દિધું છે કે ઓપરેશન 'જર્બ-એ-અજ્બ' આગળ પણ ચાલુ રહેશે.

તો બીજી તરફ તાલિબાની પ્રવક્તા ઉમર ખુરાસાનીનું કહેવું હતું કે 'અમે સ્કુલને એટલા માટે ટાર્ગેટ બનાવી કારણ કે સરકાર અમારા પરિવાર અને મહિલાઓને પર હુમલો કરી રહી છે. જે દર્દ અમે સહન કર્યું છે, અમે તેનો અહેસાસ કરાવવા માંગતા હતા.'

peshawar

1- હુમલાવર સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગે આર્મીની વર્દી પહેરીને શાળામાં દાખલ થયા. જ્યાં સુધી શાળાના કર્મચારી અને સુરક્ષા ગાર્ડ કંઇ સમજી સકતા તે પહેલાં હુમલાવરોએ ફાયરિંગ શરૂ કરી દિધું. એક અનાથે જણાવ્યું કે તેને એવું દર્શાવ્યું કે જાણે તે મરી ગઇ હોય ત્યારે તેનો જીવ બચી શક્યો.

2- હુમલાવરો એક-એક રૂમમાં જઇને બાળકો પર ગોળીઓ વરસાવી રહ્યાં હતા. એક પ્રત્યક્ષદર્શીએ જિયો ટીવીને જણાવ્યું કે તે દરમિયાન શાળાના ઓડિટોરિયમમાં ફોજના આચાર્ય બાળકોને પ્રાથમિક સારવારની ટ્રેનિંગ આપી રહ્યાં હતા.

peshawar-4

3- હુમલા બાદ ફોજના જવાનોએ શળાને ચારેય તરફથી ઘેરી લીધી અને રસ્તા બંધ કરી દિધા. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને આ હુમલાની જવાબદારી લીધી છે. તાલિબાન પ્રવક્તા મોહંમદ ખુરાસનીએ શાળા પર હુમલાને યોગ્ય ગણાવ્યો. ખુરાસનીએ કહ્યું ઉત્તરી વજીરિસ્તાન અને ખૈબર વિસ્તારોમાં ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીઓમાં તેમના કબીલાના માસૂમ બાળકો અને સ્ત્રીઓ મૃત્યું પામે છે.

4- સેનાને 500 વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને સુરક્ષિત નિકાળી દિધા હતા. પેશાવર પહોંચી પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને કહ્યું છે કે પાકિસ્તાનની જમીન પરથી આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરી દેશે.

5- કલાકો સુધી ચાલી રહેલા આ અભિયાનમાં સુરક્ષાબળોને શાળામાં પાથરેલા વિસ્ફોટકોના લીધે આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ચરમપંથીઓના મૃત્યું બાદ સેનાએ સૌથી પહેલાં બધા વિસ્ફોટકોને હટાવી શાળાને પોતાના કબજામાં લીધી.

English summary
Must read : 5 things you should know about Peshawar attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X