યાદ રાખવી જરૂરી છે સ્વામી વિવેકાનંદની આ 10 વાતો

Posted By:
Subscribe to Oneindia News

બેંગ્લોર: તાજેતરમાં જ દિલ્હીમાં તમે ડિસેમ્બરમાં ક્રાંતિ જોઇ હશે, જેમાં દેશભરના યુવાનોએ એકજુટ થઇને બળાત્કારના કાયદામાં ફેરફારની માંગણી કરી. આ પહેલાં અણ્ણા હઝારેની સાથે દેશવ્યાપી આંદોલન અને અવારનવાર અરવિંદ કેજરીવાલના સાથીઓ વચ્ચે દેશના લાખો યુવાનો મોતને ભેટવા તૈયાર છે. દેશ માટે આ ભાવના સારી છે, પરંતુ દરેક કામ અને દરેક સંકલ્પ માટે જરૂરી છે તમારા પોતાના નૈતિક અને જીવન મૂલ્ય. અને તેમની વાત આવતાં જ સૌથી પહેલાં તમારા દિલમાં સ્વામી વિવેકાનંદનું નામ આવે છે.

 

સ્વામી વિવેકાનંદ, જેમનું નામ આવતાં જ મનમાં શ્રદ્ધા અને સ્ફૂર્તિ બંનેનું સંચાર થાય છે. શ્રદ્ધા એટલા માટે, કારણ કે તેમને ભારતના નૈતિક અને જીવન મૂલ્યોને વિશ્વના ખૂણે ખૂણે પહોંડ્યા છે અને સ્ફૂર્તિ એટલા માટે કારણ કે આ મૂલ્યોથી જીવનને એક નવી દિશા મળે છે. 12 જાન્યુઆરીના રોજ આખા ભારતમાં સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ મનાવવામાં આવશે.

આ અનુસંધાને વનઇન્ડિયા આ અઠવાડિયાને યુવા સપ્તાહ એટલે કે યૂથે વીકના રૂપે ઉજવવા જઇ રહ્યું છે. જો વાત સ્વામી વિવેકાનંદની હોય, તો આપણે તેમના વિચારોને ક્યારેય ભૂલી ન શકીએ. આ રહ્યાં સ્વામી વિવેકાનંદના 10 વિચાર જે જીવનમાં સફળતાની કુંજી માનવામાં આવે છે.

ઉઠો જાગો, અટકશો નહી
  

ઉઠો જાગો, અટકશો નહી

ઉઠો, જાગો અને ત્યાંથી અટકશો નહી જ્યાં સુધી મંજીલ પ્રાપ્ત ન થઇ જાય.

તૂફાન મચાવી દો
  

તૂફાન મચાવી દો

તમારાથી સંસાર હચમચી ઉઠતું, શું કરું ધીરે-ધીરે અગ્રેસર થવું પડે છે. તૂફાન મચાવી દો તૂફાન.

અનુભવ જ શિક્ષક
  

અનુભવ જ શિક્ષક

જ્યાં સુધી જીવવું, ત્યાં સુધી સિખવું- અનુભવ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.

પવિત્રતા અને દ્રઢતા
  
 

પવિત્રતા અને દ્રઢતા

પવિત્રતા, દ્રઢતા તથા ઉદ્યમ- આ ત્રણેય ગુણ હું એક સાથે ઇચ્છું છું.

જ્ઞાન અને આવિષ્કાર
  

જ્ઞાન અને આવિષ્કાર

જ્ઞાન સ્વયંમાં વર્તમાન છે, મનુષ્ય ફક્ત તેની શોધ કરે છે.

મસ્તિક પર અધિકાર
  

મસ્તિક પર અધિકાર

જ્યારે કોઇ વિચાર અનન્ય રૂપથી મસ્તિષ્ક પર અધિકાર કરી લે છે ત્યારે તે વાસ્તવિકતા ભૌતિક અથવા માનસિક અવસ્થામાં પરિવર્તિત થઇ જાય છે.

આદ્યાત્મિક દ્રષ્ટિ
  

આદ્યાત્મિક દ્રષ્ટિ

આદ્યાત્મિક દ્રષ્ટિથી વિકસિત થતાં ધર્મસંઘ બની રહેવું અનિચ્છનીય છે. તેનાથી બહાર નિકળીને સ્વાધીનતાની મુક્ત હવામાં જીવન પસાર કરો.

નૈતિક પ્રકૃતિ
  

નૈતિક પ્રકૃતિ

આપણી નૈતિક પ્રકૃતિ જેટલી ઉન્નત હોય છે, એટલો જ આપણો પ્રત્યક્ષ અનુભવ થાય છે, અને એટલી જ આપણી ઇચ્છા શક્તિ વધુ બદલાય છે.

સ્તુતિ કરો અથવા નિંદા
  

સ્તુતિ કરો અથવા નિંદા

લોકો તમારી સ્તુતિ કરે અથવા નિંદા, લક્ષ્મી તમારા પર કૃપાળું હોય કે ના હોય, તમારું મૃત્યું આજે થાય કે એક યુગમાં, તમે ન્યાયપથ પરથી ક્યારેય ભ્રષ્ટ ના થાવ.

કોઇની સામે માથું ટેકવશો નહી
  

કોઇની સામે માથું ટેકવશો નહી

તમે તમારી અંત:સ્થ આત્માને છોડીને કોઇ બીજાની સાથે માથું નમાવશો નહી. જ્યાં સુધી તમે એવો અનુભવ નથી કરતા કે તમે સ્વયં દેવોના દેવ છો, ત્યાં સુધી તમે મુક્ત થઇ નહી શકો.

English summary
Spiritual Guru Swami Vivekananda,s thoughts and his way to construct the life is World Famous. Many successful people followed him and reached the heights, so why not you also?
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.