For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો નાગપંચમી પર કેમ વરસાવવામાં આવે છે પથ્થર?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

snake
ચંદોલી, 10 ઓગષ્ટ: દેશમાં 'નાગપંચમી'નો તહેવાર 'નાગ દેવતા' દેવતાની પૂજા-અર્ચના કરીને મનાવવામાં આવે છે. દેશના કેટલાક વિસ્તારોમાં આ અપવાદરૂપ છે. આવો જ અપવાદ છે પૂર્વાચલના ચંદોલી જિલ્લાના બે ગામ. આ ગામમાં લોકો આ તહેવારના દિવસે એકબીજા પર કાંકરા-પથ્થર અને કીચડ મારીને મનાવે છે. ગ્રામજનોનું માનવું છે કે આ પ્રાચીન પરંપરાથી ગામમાં કોઇ બિમારી કે 'અનિષ્ટ' થતું નથી.

દેશના બધા ભાગોમાં તહેવાર ઉજવવાની અલગ અલગ રીત હોય છે અને તેની સાથે માન્યતાઓ પણ જોડાયેલી હોય છે. હવે 'નાગ પંચમી' ને લઇ લો. સામાન્ય રીતે દરેક જગ્યાએ આ તહેવાર 'નાગ દેવતા'ની પૂજા-અર્ચના કર્યા બાદ તેમને દૂધ પીવડાવીને મનાવવામાં આવે છે. પરંતુ પૂર્વાચલના ગામ મહુઆરી તથા વિશુપુરના બાશિંદે ગામમાં આ દિવસે સાંજે ગંગા નદીના કિનારે પહોંચી જાય છે અને એકબીજા પર કાંકરા-પથ્થર અને કીચડ વરસાવે છે. આ દોર અહીં જ ખતમ થતો નથી પરંતુ ગંદી ભાષા બોલીને એકબીજાને શરમજનક સ્થિતીમાં મુકવામાં આવે છે. જો કે ત્યારબાદ બધા લોકો એકબીજા મળીને શુભેચ્છા પાઠવે છે અને કજરી અને શ્રાવણના ગીતોનો આનંદ માણે છે.

મહુઆરી ગામના સુંદર સિંહે જણાવ્યું હતું કે 'બંને ગામની આ વર્ષો જૂની પરંપરા છે. દંતકથા છે કે આ પરંપરાને ન પાળવામાં આવતાં લોકોની શાંતિ છિનવાઇ જાય છે અને ઘોર અનિષ્ટ થાય છે. વિશુપુર ગામના કેદાર સિંહે કહ્યું હતું કે 'કાંકરા-પથ્થર અને કીચડ માર્યા બાદ સામાજિક ભાઇચારા તથા પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. તેમને જણાવ્યું હતું કે બે દાયકા પૂર્વે એક ઘટનાના કારણે બંને ગામના લોકો તણાવ પેદા થયો હતો અને આ પરંપરાને પાળવામાં આવી ન હતી.

ત્યારબાદ બંને ગામમાં મહામારી ફેલાઇ ગઇ હતી. આ ઘરડાંઓની વાત સાથે આ ગામના ગ્રેજ્યુએટ યુવક ધમેન્દ્ર સિંહ સહમત નથી. પરંપરાને ખોટી ગણાવતાં તેમને કહ્યું હતું કે 'ઘરડાંઓ રૂઢિવાદી પરંપરાને વધુ મહત્વ આપે છે જ્યારે આ કોઇ અંધવિશ્વાસથી વધુ નથી. તે કહે છે કે એકબીજાને પથ્થર મારવાથી કુદરતી આપત્તિઓ કેવી અટકી શકે? ભલે તહેવાર અને માન્યતાઓ કંઇપણ હોય પરંતુ આવી પરંપરાને આજની યુવા પેઢી અંધવિશ્વાસ માની રહી છે.

English summary
Nag Panchami is a festival during which religious Hindus in some parts of India worship either images of or live Nāgas (cobras) on the fifth day after Amavasya of the month of Shraavana. Traditionally, married young women visit their premarital households to celebrate the festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X