For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહા કુંભમાં નાગા સાધુઓ 16 નહીં 17 પ્રકારના શ્રૃંગાર સજે છે

|
Google Oneindia Gujarati News

naga-sadhu
અલ્હાબાદ, 15 જાન્યુઆરી : સામાન્ય રીતે સૌ એક બાબત માનશે કે દુનિયામાં સૌથી વધારે મેકઅપ મહિલાઓ કરે છે. પણ મહા કુંભમાં આ વાત ખોટી પડી જાય છે. વાસ્તવમાં મહા કુંભમાં આવતા નાગા સાધુઓ મહિલાઓની તુલનામાં વધારે મેકએપ કરે છે. મકર સંક્રાંતિના પ્રસંગે શાહી સ્નાન કરતા નાગા સાધુઓના શ્રૃંગાર મહિલાઓને પણ પાછળ છોડી દે છે.

ઉત્તરપ્રદેશમાં આવેલા અલ્હાબાદમાં યોજાયેલા કુંભ મેળામાં પવિત્ર સ્નાન માટ ઉમટેલા સામાન્ય ભક્તો અને શ્રદ્ધાળુઓને અલ્હાબાદમાં વિવિધ અખાડાઓના નાગા બાવાઓના જુદા જુદા સ્વરૂપો જોવા મળ્યા હતા. જૂના અખાડા સાથે જોડાયેલા એક નાગા સાધુએ જણાવ્યું હતું કે "અમે મહિલાઓ કરતા વધારે શ્રૃંગાર કરીએ છીએ. મહિલાઓ 16 શણગાર સજે છે અમે 17 શ્રૃંગાર કરીએ છીએ."

મહા કુંભમાં ભાગ લેતા અખાડા અલગ અલગ પ્રકારના હોય છે. આ કારણે નાગા સાધુઓ પણ જુદા જુદા સ્વભાવના હોય છે. કેટલાક નરમ સ્વભાવના તો કેટલાક ઉગ્ર સ્વભાવના હોય છે. કેટલાક નાગા બાવાઓ સામાન્ય તૈયાર થાય છે તો કેટલાક એવા તૈયાર થયા છે કે તેમના ભયંકર દેખાવથી તેમની પાસે જતા ડર લાગે છે.

એક અન્ય નાગા બાવાએ જણાવ્યું કે શાહી સ્નાન કરવા જતા પહેલા બધા જ નાગા સાધુઓ ખૂબ જ તૈયાર થાય છે. પૂર્ણ શ્રૃંગાર કરીને તેઓ પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરે છે.

તેમના 17 શ્રૃંગારમાં લંગોટ, ભભૂત, ચંદન, પગમાં લોખંડ અથવા ચાંદીના કડાં, વીંટી, પંચકેશ, કમરમાં ફૂલોની માળા, માથા પર રોલીનો લેપ, કુંડળ, હાથમાં ચિપીયો, ડમરૂ, કમંડળ, ગૂંથેલી જટાઓ, તિલક, કાજળ, હાથમાં કડાં, આખા શરીર પર ભભૂતનો લેપ અને બાવડા પર રૂદ્રાક્ષની માળાનો સમાવેશ થાય છે.

English summary
Naga Sadhu in Maha Kumbh do 17 different makeup.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X