જાણો શું છે મોદીના V અને 8નું કનેક્શન?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 એપ્રિલ: લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન પદના દાવેદાર જાહેર કરી દિધા. ભાજપને આશા છે કે નરેન્દ્ર મોદી તેને દિલ્હીની ખુરશી અપાવશે. ભાજપ નરેન્દ્ર મોદીની સાથે જીત જોડીને જુએ છે તો તમને જણાવીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સાથે ''વી'' અને અંક 8નું બેજોડ કનેક્શન શું છે?

સૌથી પહેલાં નરેન્દ્ર મોદી અને અંગ્રેજી અક્ષર V ની વાત કરીએ. જો કે તેને માત્ર સંયોજ માનવામાં આવશે કે નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વડનગરમાં થયો, જેની શરૂઆત શબ્દ ''V'' છે. જ્યારે નરેન્દ્ર મોદીએ પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી તો તેમના મતવિસ્તારનું નામ પણ અનાયસે ''V'' વડોદરા હતું. હવે જ્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી ચૂક્યાં છે તો તેમણે બે જગ્યાએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. પહેલા વડોદરા અને બીજું વારાણસી. બંને જગ્યાઓના નામની શરૂઆત V થી થાય છે. મોદીની સાથે V અક્ષરનું કનેક્શન વર્ષોથી ચાલતું આવ્યું છે. નરેન્દ્ર મોદી હંમેશા ''V'' (વિક્ટ્રી)નો ઇશારો કરે છે.

હવે વાત નરેન્દ્ર મોદીના 8 કનેક્શનની કરીએ. ન્યૂમોરોલોજીની ભાષામાં નરેન્દ્ર મોદીનો અંક જોડ 8 છે. વડનગરમાં જ્યાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો તેનો અંક જોડ 8 છે. નરેન્દ્ર મોદીએ જ્યાં પ્રથમ વખત ચૂંટણી લડી વડોદરા તેનો અંક જોડ 8 છી અને હવે જ્યારે નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરાથી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે તો તેનું અંક જોડ પણ 8 થાય છે. જે જિલ્લામાં તેમનો જન્મ થયો, તે મહેસાણા જિલ્લાનો અંક જોડ પણ 8 જ છે.

modi-v

નરેન્દ્ર મોદી વારાણસીમાં જ્યારે ઉમેદવારી પત્ર દાખલ કર્યું તો તે દિવસની તારીખ મહિનો અને વર્ષનો અંક જોડ પણ આઠ જ થાય છે. હવે આ સંયોગ કહેવામાં આવે કે નરેન્દ્ર મોદીની રણનિતીનો ભાગ. એવામાં કહી શકાય કે નરેન્દ્ર મોદીની સાથે 8 અને Vનું કનેક્શન તેની સફળતાની નિશાની છે. અંક જ્યોતિષ પણ માને છે કે 8 અંકવાળા પુરૂષ તેજ દિમાગ અને જુગાડુ પ્રવૃતિના હોય છે જો કે નરેન્દ્ર મોદીમાં વિદ્યમાન છે.

English summary
BJP Nominate Narendra Modi as there Prime Ministerial Candidates. Here Is some Interesting facts about him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X