• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી અંગે ‘મન’ બદલાવા લાગ્યાં : વિદેશી કૅમરૂનથી લઈ દેશી અય્યર સુધી!

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 19 સપ્ટેમ્બર : ભારતીય જનતા પક્ષ દ્વારા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાતાની સાથે જ હવે ધીમે-ધીમે તેમને લોકોનો ટેકો મળતો થયો છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે કે જ્યારે મોદીના વખાણમાં એવા લોકો પણ ઝંપલાવે છે કે જેઓ હાલમાં વિરોધી પક્ષોના છે. તેમાંય મોટું આશ્ચર્ય એ છે કે અનેક એવા લોકો પણ મોદીની વડાપ્રધાન પદની ઉમેદવારીને ટેકો આપતા દેખાય છે કે જેઓ ક્યારેક 2002ના ગુજરાત રમખાણો અંગે તેમનો વિરોધ કરી ચુક્યાં છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના રમખાણો બાદ સતત વિવાદોમાં રહેતા આવ્યાં છે અને આ રમખાણો અંગે એક બાજુ તેઓ ચોતરફ ટીકાઓથી ઘેરાયેલા રહે છે, તો તેમનું સમર્થન કરનારાઓ પણ અનાયાસે જ લાઇમલાઇટમાં આવી જાય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 બાદ તો મોદીનો કદ સતત વધતો ગયો, તો ટીકાકારો સાથે જ ટેકેદારોની સંખ્યા પણ ઝડપથી વધતી ગઈ છે. પરિસ્થિતિઓ એવી થઈ ગઈ છે કે આજે મોદી ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યાં છે. તેમનો વિરોધ તો એક ફૅશન કહેવાય છે અને સાથે જ અનેક લોકોની ટેવ પણ બની ચુકી છે, પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે કે જ્યારે અનેક એવા લોકો મોદીના ટેકામાં આવી ઊભા થઈ જાય છે કે જેઓ ક્યારેક તેમના કટ્ટર વિરોધી રહ્યાં છે.

ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયે પહેલા પણ મોદી સામાન્ય રીતે પોતાના ટીકાકારોમાં પ્રશંસનીય રહે છે, તો બીજી બાજુ ખુલ્લેઆમ મોદીના વખાણ કરવાના કહેવાતા ગુનામાં અનેક વિરોધી પક્ષોના નેતાઓએ પોતાના પક્ષમાં જ ટીકા, શિસ્તભંગની કાર્યવાહીથી લઈ નિલંબન તથા નિષ્કાસન સુધીનો દંડનો સામનો કરવો પડ્યો છે, પણ હવે જ્યારે મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થઈ ચુક્યાં છે, તો અનેક એવા લોકોની પણ પસંદગી બનતા જઈ રહ્યાં છે કે જેઓ ક્યારેક તેમના કટ્ટર વિરોધી તથા ટીકાકાર રહ્યાં છે.

મોદીના ઉપસતા કદને ભલે આજે અમેરિકા સમજ્યા છતા નજરઅંદાજ કરતું હોય, પણ તેણે ગુજરાત તેમજ ભારત સાથે શ્રેષ્ઠ દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવાની વાતથી ક્યારેય પીછેહઠ નથી કરી. ભલે અમેરિકા રમખાણો ઉપર અટકી મોદીને વિઝા આપવાની નીતિ બદલવા અંગે વિચારણા ન કરતું હોવાની વાત કરતું હોય, પણ આમ છતાં અમેરિકામાં જ મોદી સમર્થકોની ઉણલ નથી અને અમેરિકાને આ બાબતનો અહેસાસ પણ છે કે મોદી જે રીતે છડપથી ઉપસી રહ્યાં છે, તે રીતે તેઓ વડાપ્રધાન પણ બની શકે છે અને તેવી પરિસ્થિતિઓમાંથી તેને કોઈને કોઈ માર્ગ જરૂર કાઢવો જ પડશે. બીજી બાજુ બ્રિટન તો અગાઉથી જ મોદી પ્રત્યે આકર્ષી ચુક્યું છે. હવે જ્યારે મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થઈ ચુક્યાં છે, ત્યારે બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કૅમરૂને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસિત કરવાની નેમ વ્યક્ત કરી છે, જ્યારે અમેરિકાના ટોચના રાજનયિક રહેલા કાર્લ એફ એન્ડરફર્થે ઓબામા સરકારને સલાહ આપી છે કે તેઓ પણ મોદી સાથે સમ્પર્ક કામય કરવાનો રસ્તો શોધે, કારણ કે ભાજપે તેમને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે.

આ બાજુ દેશમાં પણ મોદીને ટેકો આપનારાઓની સંખ્યા વધવા લાગી છે. રાજનેતાઓ ઉપરાંત અન્ય ક્ષેત્રના લોકો કે જેઓ ક્યારેક મોદી વિરોધી રહ્યાં છે, તેઓ પણ મોદી અંગે પોતાનું મન બદલવા લાગ્યાં છે. તેમાં નવું નામ જોડાયું છે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ વી આર કૃષ્ણ ઐયરનું.

આવો તસવીરો સાથે જાણીએ જસ્ટિસ ઐયર શું કહે છે વધુમાં :

મોદીમાં સકારાત્મક ગુણ

મોદીમાં સકારાત્મક ગુણ

સરકારી નિવેદનમાં જસ્ટિસ ઐયરના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી સમાજવાદ અને ગાંધીવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપી રહ્યા છે. આ માટે હું તેમનું સમર્થન કરું છું. જસ્ટિસ ઐયરના જણાવ્યા અનુસાર તેઓ અનુભવી રહ્યા છે કે નરેન્દ્ર મોદીમાં રાષ્ટ્રવાદના સકારાત્મક ગુણ છે. તેમણે માનવ અધિકારના મૂલ્યો, બાઇચારા અને ન્યાયની રક્ષા માટે પણ મોદીની સરાહના કરી છે.

સૌર ઊર્જા નીતિ ઉપર ફિદા

સૌર ઊર્જા નીતિ ઉપર ફિદા

જસ્ટિસ ઐયરે જણાવ્યું કે તેમનું માનવું છેકે ભારતમાં પરમાણુ ઉર્જા હોવી જોઇએ નહીં. તેમની નીતિ 'પરમાણુ ક્યારેય નહીં, સૌર ઉર્જા હંમેશા' વાળી છે. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે મીડિયાના અહેવાલો અનુસાર જાપાનના ભૂકંપ બાદ તેણે પોતાનું પરમાણુ રિએક્ટર બંધ કરી દીધું છે. મોદી પણ સૌર ઉર્જાના સમર્થક છે. સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં જેટલું કામ થયું છે તેટલું અન્ય રાજ્યોમાં થયું નથી.

દારૂબંધીના વખાણ

દારૂબંધીના વખાણ

તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીએ પણ અને આપણા દેશના બંધારણમાં પણ શરાબની વિરુધ્ધ વાતો કહેવામાં આવી છે. શરાબને એવી ખરાબ બાબત ગણાવવામાં આવી છે કે તેનાથી ભારતીયોનું પતન થશે. ગુજરાતમાં આજે પણ દારૂબંધી છે. મોદીએ ગુજરાતમાં તેના પર અમલ ટકાવી રાખ્યો છે.

ગુજરાતમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કર્યું

ગુજરાતમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કર્યું

જસ્ટિસ ઐયરે જણાવ્યું કે મારી જાણકારી અનુસાર ગુજરાતમાં ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાનું કામ કરવામાં આવ્યું છે. આથી હું નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવાની તક મળવા બદલ શુભેચ્છા પાઠવું છું.

ઇંદિરાને રોક્યા હતાં

ઇંદિરાને રોક્યા હતાં

જસ્ટિસ ઐયરની છબી એક એક્ટીવિસ્ટ જજની રહી છે. તેમણે જ 24મી જૂન, 1975ના રોજ ઇંદિરા ગાંધીની અપીલ ઉપર ચુકાદો આપ્યો હતો કે તેઓ વડાપ્રધાન તરીકે તો કામ કરી શકે છે, પણ સંસદમાં સાંસદ તરીકે ચર્ચામાં ભાગ ન લઈ શકે અને વોટ પણ ન આપી શકે.

English summary
Taking a U-turn from his stand on the Gujarat Chief Minster in 2002, eminent jurist and former Supreme Court judge VR Krishna Iyer has hailed Narendra Modi's nomination as BJP's prime ministerial candidate for 2014 Lok Sabha elections. Iyer wrote a letter to Modi on his birthday expressing joy at his selection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more