• search

રસપ્રદ : ‘જશોદા’નો જપ જોઈ ‘યશોધરા’નું તપ સાંભરી આવ્યું...

By કન્હૈયા કોષ્ટી
Google Oneindia Gujarati News

અમદાવાદ, 11 એપ્રિલ : ‘વો ચલે ગયે... રાત હમેશા કે લિયે ચલે ગયે... વો ચલે ગયે માં...વો નહીં લૌટેંગે... કહ ગયે હૈં જબ તક મેરે પ્રશ્નોં કે ઉત્તર નહીં મિલતે, મૈં નહીં આઉંગા... મુઝે દુઃખ કા કારણ ઢૂંઢના હૈ... ઇસલિયે જા રહા હૂં... વન મેં દૂર... ઇતની દૂર.. જહાં કેવલ શાંતિ હો... ઔર ઇસ શાંતિ કો પાને કે લિયે મુઝે એક હી માર્ગ દિખતા હૈ... સંન્યાસ.'

આ ઉદ્ગાર છે ‘યશોધરા'ના. યશોધરા કોણ હતી? કદાચ અહીં બુદ્ધનું નામ પહેલા લીધુ હોત, તો સૌ સરળતાથી સમજી ગયા હોત કે યશોધરા કોણ હતી? હા જી, યશોધરા કપિલવસ્તુના રાજા શુદ્ધોધનના પુત્રવધુ અને યુવરાજ સિદ્ધાર્થ ગૌતમના પત્ની હતાં. યશોધરાના આ ઉદ્ગાર યુવરાજ સિદ્ધાર્થ દ્વારા ઘર છોડીને વન પ્રયાણ કર્યા બાદનાં છે. અમે નથી જાણતા કે હકીકતમાં સિદ્ધાર્થ ગૌતમે વન પ્રયાણ કર્યું, ત્યારે યશોધરાએ આ જ ઉદ્ગાર કર્યા હશે કે કેમ? તેના શબ્દોમાં ફેરફાર હોઈ શકે છે, પરંતુ મૂળ લાગણી તો આ જ હતી અને આ સંવાદ અમે પોતાના તરફથી નથી લખ્યાં, પરંતુ હાલમાં ઝી ટીવી પર આવતી બુદ્ધ સીરિયલના એક ભાગમાંથી ઉપાડ્યાં છે. આ સંવાદ ધરાવતુ એપિસોડ ગત 9મી માર્ચે પ્રસારિત થયો હતો.

હવે આપના મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આજે લગભગ એક માસ બાદ આ એપિસોડ કેમ યાદ આવ્યો અને તેમાં પણ યશોધરા જ કેમ યાદ આવી? જવાબ આપી દઇએ. આ એપિસોડ અને તેમાં પણ યશોધરાનું નામ જ યાદ આવવા પાછળનું કારણ ચોક્કસ આપને ચોંકાવનારું લાગશે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી દેશ ભરમાં યશોધરા જેવું જ ભળતું નામ જોરદાર રીતે ચર્ચામાં છે અને હું જ્યારે બુદ્ધ સીરિયલનો નિયમિત દર્શક છું, ત્યારે મારા મનની કલ્પનાઓમાં ક્યાંકને ક્યાંક યશોધરા અને હાલમાં ચર્ચિત નામ જશોદા વચ્ચેની સામ્યતા ઉપસી આવે છે.

હું કોઈ શાસ્ત્રને આધારે નહીં, પણ ઝી ટીવી પર પ્રસારિત બુદ્ધ સીરિયલના આધારે જ પોતાની વાત કહી રહ્યો છું કે જેમાં કપિલવસ્તુના યુવરાજ સિદ્ધાર્થ ગૌતમ અત્યંત અશાંત, ચિંતાઓથી ગ્રસ્ત અને જીવનના સંઘર્ષોથી પરેશાન હોય છે અને તેમને આ તમામ મુશ્કેલીઓનો એક જ હલ દેખાય છે અને તે હોય છે સંન્યાસ. સિદ્ધાર્થ માત્ર પોતાના આત્મ-કલ્યાણ માટે નહીં, પણ જન-જનના કલ્યાણનો માર્ગ શોધવા માટે વૈરાગ્ય લે છે અને વનમાં જતો રહે છે. સિદ્ધાર્થ તો આગળ ચાલીને ભગવાન બુદ્ધ બને છે, પરંતુ સિદ્ધાર્થની યુવરાજમાંથી બુદ્ધ સુધીની આ સફર યશોધરા માટે પતિના ઇંતેજારનું તપ બની જાય છે.

બસ, કંઇક આવી જ તપસ્યા કહી શકાય છે જશોદાબેનની. જશોદાબેનની ચર્ચાઓએ આજે મને યશોધરાનું તપ સાંભરી આવ્યું અને સાચે જ લાગ્યું કે જશોદાબેનના પતિ-વિહોણા જીવનને ભલે યશોધરા જેવુ તપ ન કહી શકાય, પરંતુ જે રીતે પતિથી દૂર રહેવા છતા જશોદાબેને જે રીતે સદા નરેન્દ્ર મોદીનું કલ્યાણ અને ઇષ્ટ જ ઇચ્છ્યુ, તે જોતા જશોદાબેનના જીવનને મોદી નામના જપ તરીકે જરૂર આલેખી શકાય છે. જશોદાબેનનો જપ પણ યશોધરાના તપ કરતા જરાય ઓછો ન કહી શકાય. ભલે આજે જશોદાબેન વિશે અનેક પ્રકારના સમાચારો વહેતા થયા હોય અને નરેન્દ્ર મોદી દ્વારા તેમને પત્ની તરીકેનો પહેલી વાર દરજ્જો આપ્યા બાદ તેમની દરેક હિલચાલ પર લોકો નજર રાખતા હોય, પરંતુ જશોદાબેન તો આજે પણ એવી જ રીતે પોતાના પતિના નામના જપમાં લીન છે કે જેવી રીતે તેઓ છેલ્લા ચાર દાયકાથી રહેતા આવ્યાં છે.

આજે મીડિયામાં સમાચારો આવી રહ્યાં છે કે જશોદાબેન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે જોવા માંગે છે અને તે માટે તેમણે ભાત નહીં ખાવાનો અને ચંપલ નહીં પહેરવાનું વ્રત લીધું છે, પરંતુ જશોદાબેનનો લગ્ન પછી એવો કયો કાળ હતો કે જ્યારે તેમણે પોતાના પતિનું ઇષ્ટ ન ઇચ્છ્યું હોય. તેમણે પોતાના ઇંટરવ્યૂમાં પણ કહ્યુ હતું કે તેમણે ક્યારેય પતિના માર્ગે અવરોધ બનવાની કોશિશ નથી કરી.

ચાલો બુદ્ધ સીરિયલની તસવીરો સાથે યશોધરાના તપ સાથે સરખાવીએ જશોદાનો જપ :

તુમ્હેં ભી સાથ લે ચલતા...

તુમ્હેં ભી સાથ લે ચલતા...

બુદ્ધ સીરિયલના એક દૃશ્યમાં સિદ્ધાર્થ યશોધરાને કહે છે - અગર રાહુલ કો માં કી જરૂરત ન હોતી, તો મૈં તુમ્હેં ભી સાથ લે ચલતા.

દિન કે ઉજાલે મેં મત જાના...

દિન કે ઉજાલે મેં મત જાના...

બીજી બાજુ યશોધરા સિદ્ધાર્થને કહે છે - જબ આપને વન પ્રસ્થાન કરને કા નિર્ણય લે હી લિયા હી હૈ... તો મેરી બિનતી માનોગે... જપ આપ હમેં છોડ઼ કર જાયેં, તબ રાત કે અંધેરે કો ઓઢ઼ કર જાના... દિન કે ઉજાલે મેં જાતે આપકો દેખ ન સકૂંગી...

મેરી પ્રતીક્ષા કરના...

મેરી પ્રતીક્ષા કરના...

જવાબમાં સિદ્ધાર્થ કહે છે - મૈં અજ્ઞાન કે અંધેરે કો ઓઢ઼ કર હી જા રહા હું ગોપા... પર વચન દેતા હૂં... જ્ઞાન કા ઉજાલા મિલતે હી લૌટ આઉંગા તુમ્હારે પાસ... રાહુલ (પુત્ર) કે પાસ... મેરી પ્રતીક્ષા કરના... રાહ દેખના મેરી... તુમ્હારે સપનોં કા મૈં પારદી હૂં... જબ તક લૌટ કે નહીં આતા ગોપા... મૈં તુમ્હારા અપરાધી હૂં...

આપકે આંસુ નહીં દેખ સકતી

આપકે આંસુ નહીં દેખ સકતી

પછી યશોધરા કહે છે - આપકા વિરહ સહ લૂંગી... આપકી પીડા નહીં સહ સકતી... અર્ધાંગિની હું આપકી... આપકે આંસૂ નહીં દેખ સકતી... મન તો રોકને કો કહ રહા હૈ આપકો... ફિર ભી ક્યોં આપકે જાને કી વ્યવસ્થા કર રહી હૂં... ક્યોં આપકે જાને સે પહલે હી આપકે આને કી રાહ દેખ રહી હૂં...

અલગ થવાનો નિર્ણય

અલગ થવાનો નિર્ણય

કંઇક આવો જ બલિદાન જશોદાબેને પણ પોતાના પતિના લક્ષ્ય માટે આપ્યો હતો. જશોદાબેને પોતાના એ ઇંટરવ્યૂમાં સ્પષ્ટ કહ્યુ હતું - મને એક વાર તેમણે (મોદીએ) કહ્યું હતું, 'મારે દેશભરમાં ફરવું છે અને જ્યાં મારું મન કરશે, હું ત્યાં જતો રહીશ, તમે મારી પાછળ આવીને શું કરશો?' જ્યારે હું તેમના પરિવાર સાથે રહેવા માટે વડનગર આવી, તો તેમણે મને કહ્યું ''હજુ સુધી તમારી ઉંમર વધુ નથી, તો પછી તમે સાસરીમાં રહેવા માટે કેમ આવી ગયા? તમારે તમારા અભ્યાસ પર ધ્યાન આપવું જોઇએ.'' અલગ થવાનો નિર્ણય મારો હતો અને અમારી વચ્ચે ક્યારેય લડાઇ થઇ નથી.

દેશમાં ફરવા માંગતા હતાં

દેશમાં ફરવા માંગતા હતાં

જશોદાબેને જણાવ્યુ હતું - તે મારી સાથે આરએસએસ અથવા બીજી કોઇ રાજકીય વિચારધારા વિશે ક્યારેય વાત કરતા ન હતા. જ્યારે તેમણે મને જણાવ્યું કે તે ઇચ્છામુજબ તે દેશભરમાં ફરવા માંગે છે, તો મેં કહ્યું કે હું તેમની સાથે આવવા માંગું છું. જો કે કેટલાક અવસરો દરમિયાન હું મારી સાસરીમાં ગઇ, તો તે ત્યાં હાજર રહેતા ન હતા અને તેમણે ત્યાં આવવાનું પણ છોડી દીધું. તે મોટાભાગનો સમય આરએસએસ શાખાઓમાં પસાર કરતા હતા. એટલા માટે એક સમય પછી ત્યાં જવાનું છોડી દીધું અને મારા પિતાના ઘરે પરત આવી ગઇ.

એક બાજુ જન-કલ્યાણ, બીજી બાજુ રાષ્ટ્ર-કલ્યાણ

એક બાજુ જન-કલ્યાણ, બીજી બાજુ રાષ્ટ્ર-કલ્યાણ

યશોધરા અને જશોદાની આ કહાણીમાં માત્ર આ બે પાત્રોમાં જ સામ્યતા નથી દેખાતી, બલ્કે સિદ્ધાર્થ અને નરેન્દ્ર મોદીના પાત્ર વચ્ચે પણ સરખામણી કરી શકાય છે. સિદ્ધાર્થ માત્ર પોતાના આત્મ-કલ્યાણ માટે નહીં, પણ આખી દુનિયાને દુઃખમાંથી મુક્તિ અપાવવા માંગતા હતાં. તેઓ લોકોનું દુઃખ જોઈને કંપી ઉઠતા અને વિહ્વળ થઈ ઉઠતા હતાં અને તેના ઉકેલની શોધમાં જ તેમણે ઘરબાર છોડ્યુ હતું. બીજી બાજુ જશોદાબેનના ઇંટરવ્યૂ મુજબ નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્ર કલ્યાણની ભાવના સાથે પોતે એકલા રહેવાનો માર્ગ પસંદ કર્યો. જોકે પહેલ તો જશોદાબેન જ કરી હતી કે જેવી રીતે યશોધરા સિદ્ધાર્થના વન પ્રયાણ માટેની વ્યવસ્થા કરે છે.

યશોધરાનું તપ અને જશોદાનો જપ

યશોધરાનું તપ અને જશોદાનો જપ

આમ આ તમામ વાતોનો સાર માત્ર એટલો જ છે કે જશોદાબેન અંગે ભલે દેશભરમાં ચર્ચાઓ જાગી હોય, રાજકીય શેરીઓમાં કેટલાંક લોકો તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી પોતાનું સ્વાર્થ સાધવાની કોશિશ કરતા હોય, પરંતુ એક સ્ત્રી તરીકે તેમનું સન્માન તેઓ પોતે જાળવવામાં સફળ રહ્યાં છે. કોઈ દ્વારા નામ અપાયા બાદ જ નહીં, પણ તે પહેલા પણ તેઓ નામ-વગર પણ સતત પતિના નામનો જપ કરતા રહ્યાં અને આખું જીવન તેમના નામના જપમાં જ પસાર કર્યું કે જે રીતે યશોધરાએ સિદ્ધાર્થ માટે જીવન ભર તપ કર્યું અને તેમની પ્રતીક્ષા કરી.

જુઓ સિદ્ધાર્થનું વન પ્રયાણ

ચાલો આપને બતાવી દઇએ બુદ્ધ સીરિયલનો એ એપિસોડ કે જેમાં સિદ્ધાર્થ વન પ્રસ્થાન કરે છે. જોવા માટે સ્લાઇડર ઉપર ક્લિક કરો.

English summary
Narendra Modi's wife Jashodaben is a symbol of sacrifice. Jashodaben's life story matches with that of Yashodhara, who was wife of Siddharth Gautam, called as Lord Buddha later. As Siddharth's journy of Yuvraj to Lord Buddha has been a reason for lifetime austerity for Yashodhara. Similarly Joshodaben's life has been spent in chanting the name of Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X