For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયો: આ છે નવરાત્રી 2017ની મોસ્ટ ટ્રેન્ડી ગુજરાતી જ્વેલરી!

નવરાત્રીમાં દર વર્ષે જુદી-જુદી પ્રકારની જ્વેલરી અને ચણીયા ચોળી બજારમાં આવે છે. આ વર્ષે નવરાત્રીમાં કયા પ્રકારની જ્વેલરી ટ્રેન્ડમાં છે? જાણવા માટે જુઓ વીડિયો...

By Shachi
|
Google Oneindia Gujarati News

Recommended Video

Navratri 2017: Nine different avatars of goddess Durga; all you need to know | Oneindia News

દર વર્ષે નવરાત્રીમાં વિવિધ પ્રકારના ચણીયા ચોળી અને ઘરેણા બજારમાં આવતા હોય છે. પરફેક્ટ ગરબા સ્ટેપ્સની સાથે નવરાત્રી માટેનો પરફેક્ટ આઉટફિટ પણ એટલો જ જરૂરી છે. આ વર્ષે બજારમાં પોમ પોમ કે ફૂમતા જ્વેલરી અને મોતી વર્કનું મિશ્રણ જોવા મળ્યું હતું. આ જ્વેલરીની બે ખાસિયત છે, એક તો તેના કલર્સ અને બીજું કે સાઇઝમાં મોટી હોવા છતાં આ જ્વેલરીનું બિલકુલ વજન નથી લાગતું. અહીં વીડિયોમાં અમે તમને આ વખતની નવરાત્રી જ્વેલરીનો લેટેસ્ટ ટ્રેન્ડ બતાવીશું. આ ઉપરાંત તમે અમારા સરળ ગરબાના સ્ટેપ પણ અહીં જોઈ શકો છો. તે માટે તમે આ લિંક પર ક્લિક કરો.

navratri 2017 trending jewelry

વીડિયોમાં યુવતી માથાથી લઇને પગ સુધી ટ્રેડીશનલ ગુજારતી અવતારમાં જોવા મળે છે. એક્સેસીરિઝમાં તેણે આ વર્ષની ટ્રેન્ડી એક્સેસરિઝ પર પસંદગી ઉતારી છે. માથાની દામણી અને ઇયરરિંગ્સમાં મોતી વર્ક સાથે રંગબેરંગી ફૂમતા જોવા મળે છે. નથણી પણ કલરફુલ મોતીની બનેલી છે. ગળામાં તેણે કોડી, ફૂમતા, આભલા અને મોતીથી બનેલ મોટો નેકલેસ પહેર્યો છે. હાથમાં પણ નેકલેસ જેવા જ વર્કવાળી નાની એક્સેસરિઝ પહેરી છે. આ નવરાત્રીમાં આ પ્રકારની જ્વેલરી ખૂબ જ ટ્રેન્ડમાં છે.

આ ટ્રેન્ડી જ્વેલરી અંગે વધુ માહિતી મેળવવા માટે જુઓ આ વીડિયો..

English summary
Navratri 2017: This type of jewelry is trending the most in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X