For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2018: જાણો, કઈ રીતે થયો મા દુર્ગાનો ઉદ્ભવ

Navratri 2018: જાણો, કઈ રીતે થયો મા દુર્ગાનો ઉદ્ભવ

|
Google Oneindia Gujarati News

10મી ઓક્ટોબરથી શરદ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આદિ શક્તિ મા દુર્ગાનો ઉદ્ભવ કઈ રીતે થયો? પુરાણોમાં આનો ઉલ્લેખ મળી આવે છે. એક કથા અનુસાર રાક્ષસોનો નાશ કરવા માટે મા દુર્ગાએ જન્મ લીધો હતો. અહીં જાણો સમગ્ર કહાની...

રાક્ષસોના અત્યાચારથી દેવતા થયા પરેશાન

રાક્ષસોના અત્યાચારથી દેવતા થયા પરેશાન

રાક્ષસોના અત્યાચારથી પરેશાન થઈ દેવતાઓએ જ્યારે બ્રહ્માજી પાસે સાંભળ્યું કે દૈત્યરાજને એક વરદાન મળેલું છે કે તેનું મૃત્યુ માત્ર એક કુંવારી કન્યાના હાથે જ થશે, ત્યારે બધા જ દેવોએ ભેગા મળી તેમની સમ્મિલિત તાકાતથી દેવીનાં આ રૂપને પ્રગટ કરાવ્યું. વિભિન્ન દેવતાઓના શરીરમાંથી નીકળેલા તેજથી જ મા દુર્ગાના વિભિન્ન અંગ બન્યા છે. ભગવાન શંકરના તેજથી દેવીનું મુખ પ્રગટ થયું, યમરાજના તેજથી માથાંના વાળ, વિષ્ણુના તેજથી હાથ, ચંદ્રમાના તેજથી સ્તન, ઈન્દ્રના તેજથી કમર, વરુણના તેજથી જાંઘ, પૃથ્વીના તેજથી નિતંબ, બ્રહ્માના તેજથી ચરણ, સૂર્યના તેજથી બંને પગની આંગળીઓ, પ્રજાપતિના તેજથી બધા દાંત, અગ્નીના તેજથી બંને આંખ, સંધ્યાના તેજથી ભમા, વાયુના તેજથી કાન તથા અન્ય દેવતાઓના તેજથી દેવીના વિવિધ અંગ બન્યાં.

મા દુર્ગાને કોણે આપ્યું કયું હથિયાર?

મા દુર્ગાને કોણે આપ્યું કયું હથિયાર?

બાદમાં શિવજીએ આ મહાશક્તિને પોતાનું ત્રિસુલ આપ્યું, લક્ષ્મીજીએ કમળનું ફૂલ, વિષ્ણુએ ચક્ર, અગ્નિએ શક્તિ અને બાણ, પ્રજાપતિએ સ્ફટિક મણિની માળા, વરુણ દેવે દિવ્ય શંખ, હનુમાનજીએ ગદા, શેષનાગે મણિઓથી સુશોભિત નાગ, ઈન્દ્રએ વજ્ર, ભગવાન રામે ધનુષ, વરુણ દેવે તીર, બ્રહ્માજીએ ચારો વેદ તથા હિમાલય પર્વતે સવારી કરવા માટે સિંહ પ્રદાન કર્યો.

માતાએ રાક્ષસોનો કર્યો સંહાર

માતાએ રાક્ષસોનો કર્યો સંહાર

આ ઉપરાંત સમુદ્રએ બહુ ઉજ્જવળ હાર, ક્યારેય ન ફાટે તેવાં વસ્ત્રો, બે કુંડળ, હાથના કડાં સહિતની વસ્તુઓ ભેટમાં આપી. આ બધુ વસ્તુઓને દેવીએ પોતાના અઢાર હાથમાં ધારણ કરી. મા દુર્ગા આ સૃષ્ટિના આદ્ય શક્તિ એટલે કે આદિ શક્તિ છે. પિતામહ બ્રહ્માજી, વિષ્ણુ અને ભગવાન શંકરજી એમની જ શક્તિથી સૃષ્ટિની ઉત્પત્તિ, ઉછેર અને સંહાર કરે છે. અન્ય દેવતાઓ પણ મા દુર્ગાની શક્તિથી જ અન્ય કામ કરે છે. આ જાણકારી ધાર્મિક આસ્થા અને લૌકિક માન્યતાઓ આધારિત છે.

બમણી સફળતા મેળવવા નવરાત્રી દરમિયાન કરો 'સિદ્ધ કુંજીકા સ્ત્રોત'નો પાઠ બમણી સફળતા મેળવવા નવરાત્રી દરમિયાન કરો 'સિદ્ધ કુંજીકા સ્ત્રોત'નો પાઠ

English summary
Navratri 2018: devi durga mate born to destroy evil
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X