• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રિ 2018: માતાજીના 9 દિવસ દરમિયાન ન કરો આ ભૂલ

|

નવરાત્રિ શરૂ થવાની છે, અને તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ પર્વ દરમિયાન દુર્ગામાતાના 9 સ્વરૂપની પૂજા થાય છે. વર્ષમાં પહેલા ચૈત્રી નવરાત્રિ આવે છે, પછી લોકો શરદ નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ વખતે 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી નવરાત્રિનો પર્વ છે.

માન્યતા છે કે માતાના નવ દિવસ દરમિયાન વ્રત રાખીને જે માનતા રાખીએ તે મળે છે. જો કે વ્રત દરમિયાન કેટલીક બાબતો ખાસ યાદ રાખવી જોઈએ.

આ પણ વાંચો: નવરાત્રીઃ જાણો કયા દિવસે થશે દેવીના કયા રૂપની પૂજા

આ વ્રત માતાને પ્રસન્ન કરવાનું માધ્યમ છે, એટલે વ્રત દરમિયાન કેટલીક ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. નવરાત્રિના પહેલા દિવસે ગરબાનું સ્થાપન કરવામાં આવે છે. અને 9 દિવસ સુધી ભક્તોએ કેટલાક નિયમ પાળવા જરૂરી છે. કેટલાક એવા કામ છે, જે નવરાત્રિ દરમિયાન માતાજીનું વ્રત કરનાર વ્યક્તિઓએ બિલકુલ ન કરવા જોઈએ. નહીં તો દુર્ગામા પ્રસન્ન થવાના બદલે કોપાયમાન થઈ શકે છે.

સાફ સફાઈ

સાફ સફાઈ

જો તમે મા દુર્ગાની કૃપા મેળવવા વ્રત કરી રહ્યા છો, તો સ્વચ્છતા જરૂરી છે. નવરાત્રિ શરૂ થતા પહેલા ઘરનો ખૂણે ખૂણો સાફ કરી લો. આ ઉપરાંત નવરાત્રિમાં ગરબાનું સ્થાપન કરતા પહેલા જ્યાં ગરબો રાખવાનો છે, ત્યાં ગંગાજળ છાંટો. ઘરની સાથ સાથે શરીર સ્વચ્છ રાખવું જરૂરી છે. જે વ્યક્તિ વ્રત કરે છે કે પૂજા અર્ચના કરે છે, તેણે દિવસમાં બે વખત જરૂર સ્નાન કરવું જોઈએ. જે વ્યક્તિ વ્રત નથી કરતા તેમણે પણ નવ દિવસ દરમિયાન શેવિંગ ન કરવું જોઈએ, નખ ન કાપવા જોઈએ.

ખાણીપીણી

ખાણીપીણી

આ નવ દિવસ દરમિયાન ખોરાકને લઈને પણ કેટલાક નિયમો છે. નવ દિવસ દરમિયાન માંસાહાર ન કરવો જોઈએ, દારૂ ન પીવો જોઈએ. આ નવ દિવસ દરમિયાન લસણ કે ડુંગળી પણ ન આરોગવા જોઈએ. આ પ્રકારના ભોજનથી તામસી ઉર્જા આવે છે, જે અશુભ મનાઈ છે.

ઉંઘ

ઉંઘ

આ નવ દિવસ દરમિયાન દિવસે ન ઉંઘવું જોઈએ. દિવસે ઉંઘવું એ આળસ દર્શાવે છે, જે માતા દુર્ગાની પૂજા અર્ચના વિરુદ્ધ છે. જો ઘરમાં કોઈ વ્યક્તિ વ્રત કરી રહ્યું હોય, તો તે ઘરના બધા જ વ્યક્તિોએ જમીન પર સુવું જોઈએ. આ નવ પવિત્ર દિવસ દરમિયાન ઉંચા સ્થળે બેસવા કે સૂવાનું ટાળવું જોઈએ.

સેક્સ

સેક્સ

નવરાત્રિ દરમિયાન વ્યક્તિએ અવિવાહિત જીવન જેવી જ દિનચર્યા રાખવી જોઈએ. આ દરમિયાન ભૂલથી પણ શારિરીક સંબંધ ન બાંધો. આ ઉપરાંત ચોરી, જુગાર જેવા અનૈતિક કામથી પણ બચો. આ તમામ કાર્યો નવરાત્રિના પવિત્ર દિવસ દરમિયાન કરવા પાપ મનાયું છે.

કપડા

કપડા

નવરાત્રિ દરમિયાન આમ તો લોકો સજી ધજીને ગરબા રમે છે, પરંતુ નવરાત્રિમાં કપડાને લઈને પણ કેટલાક નિયમ છે. નવરાત્રિ દરમિયાન ચામડાના વસ્ત્ર બિલકુલ ન પહેરો. ચામડાના જૂતા પહેરવાનું પણ ટાળો. મનાય છે કે ચામડું પશુઓની ચામડીમાંતી બને છે, એટલે નવ દિવસ સુધી ચામડામાંથી બનેલી વસ્તુ ન પહેરવી જોઈએ. નવરાત્રિમાં કાળા કપડા પહેરવા પણ મનાઈ કરવામાં આવી છે.

English summary
Avoid these things during navratri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X