• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નવરાત્રી 2017: નવરાત્રીમાં "સ્ટાઇલિશ" અને "ટ્રેન્ડી" દેખાવો આ રીતે

|

(માનસી પટેલ) નવરાત્રિના પડઘમ વાગવા લાગ્યા છે અને અત્યારથી બજારો નવરાત્રિની ખરીદીથી ઉભરાઈ રહ્યા છે. 'મા તારો ગરબો ઝાકમઝોળ, મા તારી ચૂંદડી રાતી ચોળ...' કે પછી તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે, જેવા ગીતો સાથે નવરાત્રિ બજાર ધમધમી રહ્યા છે, ત્યારે તમામ યુવતીઓને આ નવરાત્રીમાં કેવી રીતે બધાની હટકે દેખાઇને છવાઇ જવું તે માટે જોરદારનું પ્લાનિંગ કરી રહી છે.

ગુજરાતી છોકરીના પ્રેમમાં પડશો, તો આ ફાયદા થશે

ત્યારે આ વખતે ગરબાની ફેશનમાં શું છે હિટ અને શું છે ફ્લોપ તે જાણો લો અહીં. જેથી કરીને જ્યારે ગરબે ગુમવા જાવ તો તમે લાગો બિલકુલ સ્ટાઇલીશ અને ટ્રેન્ડી. તો નીચે ફોટો સાથે જુઓ નવરાત્રી 2016ના ટ્રેન્ડમાં છોકરીઓની ફેશનમાં શું શું છે "ઇન" અને કંઇ કઇ વસ્તુઓ છે "આઉટ"....

હેવી ચણિળાચોળી - NO

હેવી ચણિળાચોળી - NO

આ નવરાત્રીમાં પણ હેવી ચણિયાચોળીના બદલે લાઇટ ચણિયાચોળીઓ ટ્રેન્ડમાં છે. પ્લેન ચણિયા સાથે કમરે ભરતકામ તથા પહોળી બોર્ડરવાળા ચણિયાચોળી યુવતીઓને ખૂબ પસંદ કરી રહી છે. વળી ચણિયાની સાથે પોણિયા બાંયનો તેમજ સ્લીવ લેસ એમ્બ્રોઇડરીવાળો બ્લાઉઝ નવરાત્રિમાં હોટ ફેવરિટ બની રહ્યું છે.

આભાલાવાળી

આભાલાવાળી

નવરાત્રિમાં યુવતીઓ આભલાવાળા ચણિયાચોળી પહેરીને ગરબે રમતી હોય ત્યારે એમ લાગતું હોય છે કે જાણે આકાશના તારલિયા ધરતી પર ઉતરી આવ્યા હોય. ભલને ગમે તેટલી ફેશન આવે અને જાય પણ આભાલવાળા ચણિયાચોળી એવરગ્રીન ફેશનમાં રહે છે.

રામલીલા લૂક

રામલીલા લૂક

વળી આ વર્ષે પણ ચણિયાચોળીના બજારમાં યુવતીઓમાં રામલીલા ચણિયાચોળી હોટ ફેવરેટ છે. તો રાજસ્થઆની અને મારવાડી લુકના ચણિયા ચોળી પર જોવા મળી રહ્યા છે.

નિયોન કલર્સ છે કૂલ

નિયોન કલર્સ છે કૂલ

આ વર્ષે ખાસ કરીને નિયોન કર્લસ સુપર ડિમાન્ડમાં છે. નિયોન કર્લસ વાળા રાતે ચમકે તેવાકલર દુપટ્ટો, ચોળી અને ચણિયાનું વિવિધ કલર સાથેનું કોમ્બિનેશન ભલ ભલાને મોહમાં પાડી રહ્યું છે.

ફલોરેસેન્ટ અને ફ્યૂઝન

ફલોરેસેન્ટ અને ફ્યૂઝન

આ વર્ષે ફલોરોસેન્ટ કલર સાથે વ્હાઈટ કલરના ફ્યુઝનવાળા મલ્ટિકલર ચણિયા અને કેડિયા પણ ઇન ટ્રેન્ડ છે. ઉપરાંત રાઠોડી વર્કવાળા 10 મીટરનો ઘેર ધરાવતા ચણિયા પણ નમણીછોકરીઓના હિટ લિસ્ટમાં છે.

થ્રી લેયર સ્કર્ટ

થ્રી લેયર સ્કર્ટ

ચણિયાની અન્ય કેટલાક વૈવિધ્યમાં, થ્રી લેયર સ્કર્ટ ચણિયા, પરંપરાગત કેડિયા અને ચણિયાની વરાયટી પણ ભારે ડિમાન્ડમાં છે. આ બધા જ ચણિયાચોળીની કિંમત મટિરિયલ અને ફ્રેબિક તથા વર્કને આધારે 800 રૂપિયાથી માંડીને 6000 રૂપિયા જેટલી છે. ઘણા સ્થળે તમને ફક્ત ઓઢણી કે બ્લાઉઝની કિંમત 500 રૂપિયા જોવા મળશે.

બ્લાઉઝના ટ્રેન્ડ

બ્લાઉઝના ટ્રેન્ડ

સામાન્ય રીતે યુવતીઓ ચણિયાની સાથે કચ્છી ભરત કે અન્ય હાથ ભરત ભરેલું કેડિયું કે રબારી જેવો કમખો પહેરતી હોય છે, પરંતુ સરસ્વતીચંદ્ર સિરિયલમાં કુમુદ પહેરે છે તેવા ભરત ભરેલા બ્લાઉઝ ગત વર્ષથી બજારમાં જમાવટ કરી ચૂક્યા છે આ વખતે એવા બ્લાઉઝનું પણ ઘણું બધું વૈવિધ્ય ઉપલબ્ધ છે.

ચૂંદડી

ચૂંદડી

ચૂંદડીમાં કોટન, નેટ, સિલ્ક, જ્યોર્જેટનો આ વખતે વધારે ઉપયોગ થઈ રહ્યો છે. તમારા ચણિયા ચોળી સાદા હોય તો તમે ઓઢણીની બોર્ડરમાં ભરતકામ કરેલી બોર્ડર લગાવીને તેને એક ડિસન્ટ લુક આપી શકો છો.

કોટી સાથે ચણિયાચોળી

કોટી સાથે ચણિયાચોળી

વળી આ વખતે કોટી વાળા બ્લાઉઝ વાળી ચણિયાચોળી પણ ટ્રેન્ડમાં છે. તો સાથે જ પલાઝો સાથે હેવી બ્લાઉઝ વાળી સ્ટાઇલ તથા ધોતી સ્ટાઇલ ચણિયાચોળી પણ હટકે લૂક આપશે. જેને લોકો ટ્રેન્ડ સેટરની જેમ અપનાવી રહ્યા છે

English summary
Navratri Fashion / Style tips: Know what's in trend this Navratri. Which style chaniya choli is in trend read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X