• search

નક્સલીઓએ અરવિંદ કેજરીવાલને પૂછ્યા આ 10 પ્રશ્નો

By Kumar Dushyant

રાયપુર, 4 એપ્રિલ: આમ આદમીની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના વિરૂદ્ધ જંગ છેડવાના લીધે ચર્ચામાં આવેલા આમ આદમી પાર્ટી (આપ)ની સરકાર દિલ્હીમાં ફક્ત 49 દિવસ ચાલવાથી ત્યાંના મતદારોનો એક મોટો વર્ગ ભલે નારાજ થઇ ગયો હોય, પરંતુ દેશના વિભિન્ન ભાગોમાં સક્રિય નક્સલીઓએ આ નવી પાર્ટી પાસે વ્યવસ્થા પરિવર્તન થવાની આશા છે. નક્સલીઓએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલને 10 પ્રશ્નો પૂછ્યા છે.

નક્સલીઓના પ્રશ્ન દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર, આદિવાસીઓના શોષણ, જનાંદોલનો વિરૂદ્ધ બળ પ્રયોગ, વિદેશ મૂડી રોકાણ અને વધતા જતા ઔદ્યોગિકરણથી માંડીને જમ્મૂ તથા કાશ્મીરમાં લાગૂ વિશેષ સશસ્ત્ર બળના કાયદાને લઇને છે. નક્સલીઓએ એક વેબસાઇટ પર અરવિંદ કેજરીવાલના નામ પર 10 પ્રશ્નો રજૂ કર્યા છે.

નક્સલ પ્રભાવિત છત્તીસગઢની બસ્તર લોકસભા સીટ પરથી તમે શિક્ષિકા અને સામાજિક કાર્યકર્તા સોની સોરીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. સોની પર નક્સલીઓના મદદગાર હોવાનો આરોપ છે. તે જેલ પણ ગઇ, પરંતુ તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગઇ છે. છત્તીસગઢમાં આપના સંયોજક સંકેત ઠાકુરે જણાવ્યું હતું કે સોની સોરીએ 1,ઊઓ રૂપિયાના જ્યૂડિશિયલ સ્ટેમ્પ પેપર પર પોતાનું અલગથી ઘોષણાપત્ર જાહેર કર્યું અને સોગંધ ખાધી છે કે જો વાયદા પૂરા નહી કરી શકે તો પોતે રાજીનામું આપી દેશે.

ઉમેદવારીની જાહેરાત સમયે સોનીના બેંક ખાતામાં માત્ર 224 રૂપિયા હતા, પરંતુ ત્યારબાદ અમેરિકા અને કેનેડાથી તેમના હિતેચ્છુઓએ દાન મોકલવાનું શરૂ કર્યું. કેટલીક સ્થાનિક એનજીઓએ પણ સ્વત: સોનીની મદદ શરૂ કરી દિધી છે. અરવિંદ કેજરીવાલના નામ પર જાહેર કરવામાં આવેલા પ્રશ્નોની સાથે જ નક્સલીઓએ લોકસભ ચૂંટણી અને ઓડિશામાં વિધાનસભા ચૂંટણીને લઇને પોસ્ટર જાહેર કર્યા છે.

નક્સલીઓએ પૂછેલા પ્રશ્નો વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

પ્રશ્ન: 1

પ્રશ્ન: 1

નક્સલીઓએ અરવિંદ કેજરીવાલને પૂછ્યું છે કે ભ્રષ્ટાચાર આ પૂંજીવાદી વ્યવસ્થાની નસોમાં પ્રવેશી ચૂક્યો છે. તેને રોકવામાં શું તમારું જન લોકપાલ કાયદો પૂરતો હશે?નક્સલીઓએ અરવિંદ કેજરીવાલને પૂછ્યું છે કે ભ્રષ્ટાચાર આ પૂંજીવાદી વ્યવસ્થાની નસોમાં પ્રવેશી ચૂક્યો છે. તેને રોકવામાં શું તમારું જન લોકપાલ કાયદો પૂરતો હશે?

પ્રશ્ન: 2

પ્રશ્ન: 2

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ઠોસ કાર્યક્રમ શું છે? શું કોઇ ક્રાંતિકારી પરિવર્તને આ ભ્રષ્ટ વ્યવસ્થાને બદલી શકાય?

પ્રશ્ન: 3

પ્રશ્ન: 3

નક્સલીઓએ પૂછ્યું કે પહેલાં દેશમાં 60 વિદેશી કંપનીઓ હતી અને હવે 40 હજારથી વધુ થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ તેમની સામે લાલ કાર્પેટ પાથરે છે. તમે શું કરશો?

પ્રશ્ન: 4

પ્રશ્ન: 4

વિકાસના નામે 68 વર્ષમાં 6 કરોડથી વધુ જનતાનો મજાક ઉડાવવામાં આવ્યો છે, તેમાં દર છઠ્ઠો આદિવાસી છે. જનતા વિસ્થાપિત કરનાર કંપની ટાટા, બિરલા, વેદાંતા, પોસ્કો તથા પરમાણું પ્લાન્ટ વિશે તમારું શું મંતવ્ય છે?

પ્રશ્ન: 5

પ્રશ્ન: 5

શું તમે ક્યારેય પણ કંપનીઓ અને મોટા રોકાણકારોને ખનિજ ભંડાર લૂંટવાની છૂટ આપશો?

પ્રશ્ન: 6

પ્રશ્ન: 6

શું તમે વિકાસના આ જ મોડલને લાગૂ કરશો?

પ્રશ્ન: 7

પ્રશ્ન: 7

શું વિનાશકારી પરમાણુ પ્લાન્ટ લગાવવાની પરવાનગી આપશો?

પ્રશ્ન: 8

પ્રશ્ન: 8

નક્સલીઓએ કહ્યું હતું કે ભારતમાં શાસક વર્ગ જનાંદોલનો, ભલે તે શાંતિપૂર્ણ હોય અથવા સશસ્ત્ર, તેનો જવાબ લાકડીઓ અને ગોળીથી આપવામાં આવે છે. શું તમે પણ એવામાં જનાંદોલનોનું ગળું દબાવશો?

પ્રશ્ન: 9

પ્રશ્ન: 9

નક્સલીઓએ પૂછ્યું હતું કે દેશના શાસકોએ જનતા વિરૂદ્ધ યુદ્ધ છેડ્યું છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)ને દેશની આંતરિક સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણવામાં આવે છે. તેના વિરૂદ્ધ પહેલાંથી જ સાડા ત્રણ લાખ તથા હવે એક લાખ વધુ સશસ્ત્ર બળોને ઉતારવામાં આવી રહ્યાં છે. શું તમે પણ આ પ્રકારે સેના મોકલી આદિવાસી જનતાને વિસ્થાપિત કરશો અને જનાંદોલનોને કચડવાનો દોર ચાલુ રાખશો.

પ્રશ્ન: 10

પ્રશ્ન: 10

નક્સલીઓએ એ પણ પૂછ્યું હતું કે કેન્દ્રએ રિટેલ બજારમાં 51 ટકાથી વધુ સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ને છૂટ આપી દિધી છે. તમે દિલ્હીમાં તેનો વિરોધ કર્યો, શું દેશના બાકી ભાગોમાં પણ આવું જ સુનિશ્વિત કરશો?

English summary
10 questions to Arvind Kejriwal by naxals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more