For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના આ પ્રદેશોમાં કરવામાં આવે છે રાવણની પૂજા..!!!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 ઓક્ટોબર: નવરાત્રિ બાદ દશમના દિવસો દશેરો હોય છે. ભગવાન શ્રીરામે આ દિવસે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો, એટલા માટે તેને વિજયા દશમી પણ કહેવામાં આવે છે.

દશેરાનું નામ આવતાંની સાથે જ દેશભરમાં રાવણ દહનના માધ્યમથી આ તહેવારને મનાવવાની છબિ સામે આવે છે. પરંતુ આપણાં ત્યાં એવા કેટલાક શહેરો છે જ્યાં રાવણની પૂજા કરવામાં આવે છે.

સાંભળવામાં થોડી અજુગતું જરૂર લાગે છે કે એક અસૂરની કેવી પૂજા, પરંતુ અહીં તમને જણાવી દઇએ કે દશાનન મહાવિદ્યાવાન, કર્મકાંડી અને ભગવાન શિવનો અનન્ય ભક્ત પણ હતો. આ ગુણોના કારણે દેશનો કેટલોક વર્ગ તેને પૂજે પણ છે. આવો જાણીએ ક્યાં-ક્યાં છે આવી પરંપરા.

રાવણનું મંદિર, એક જ વાર ખુલે છે દરવાજો

રાવણનું મંદિર, એક જ વાર ખુલે છે દરવાજો

કાનપુરમાં રાવણ માટે એક મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં તેની પ્રતિમાને ગંગાજળ, દૂધ અને અન્ય પંચામૃત પદાર્થોની સ્નાન અને અભિષેક કરવામાં આવે છે. પરંતુ મંદિરનો દરવાજો વર્ષમાં ફક્ત દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે, પછી બંધ કરી દેવામાં આવે છે. અને દર વર્ષે દશેરાના દિવસે જ મંદિરના પટ ખોલવામાં આવે છે.

જ્યાં રાવણ અસુર નહી જમાઇ છે

જ્યાં રાવણ અસુર નહી જમાઇ છે

મધ્યપ્રદેશના વિદિશા વિસ્તારમાં રાવણને દેવતા માનીને પૂજા કરવામાં આવે છે, તો બીજી તરફ મંદસૌરમાં રાવણને જમાઇ ગણીને સન્માન આપવામાં આવે છે. તેની પાછળ એવું કારણ બતાવવામાં આવે છે રાવણની પટરાણી મંદોદરી પિયર મંદસૌર હતું. જેના લીધે તેના જ્ઞાન, વિદ્યતા અને રણ-કૌશલના તેને સન્માન આપવામાં આવે છે.

અહીં થાય છે દશાનન રાવણની પૂજા

અહીં થાય છે દશાનન રાવણની પૂજા

આજે દશેરો છે અને દેશના વિભિન્ન ભાગોમાં બુરાઇનું પ્રતિક માનીને રાવણ દહન કરવામાં આવશે. દર્શકો રાવણ દહનનો આનંદ પણ ઉઠાવશે અને મેળામાં ખૂબ ખરીદી કરશે પરંતુ એક એવું સ્થળ છે જ્યાં આજે રાવણનું દહન નહી કરવામાં આવે પરંતુ તેની પૂજા કરવામાં આવશે. આ સ્થળ છે નોઇડા નજીક આવેલું બિસરખ ગામ. પ્રાચીન કંવદતીં અનુસાર પુરાણોમાં બિસરખનું પ્રાચીન નામ વિશ્વેશ્વરા બતાવવામાં આવે છે. આ રાવણનું જન્મસ્થળ હોવાની માન્યતા કારણે આ ગામના લોકો વિજયા દશમીના દિવસે જ્યારે આખો દેશ રાવણ દહન જશ્ન મનાવે છે ત્યારે આ ગામના લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે રાવણની પૂજામાં જોડાયેલા હોય છે.

પાટણમાં પણ રાવણના ભક્ત

પાટણમાં પણ રાવણના ભક્ત

પાટણમાં રહેનાર નામદેવ ગત 37 વર્ષોથી સતત રાવણની પૂજા કરે છે અને દર વર્ષે યોજાનારે રામલીલામાં પણ રાવણનું પાત્ર ભજવે છે. તેમના ત્રણેય પુત્રોના નામ મેઘરાજ, અક્ષય કુમાર અને રાજકુમાર નામ રાખ્યાં છે, સાથે જ તેમની ટેલરીંગની દુકાનનું નામ 'જય લંકેશ ટેલર્સ' છે.

English summary
No burning, Ravana has been worshipped here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X