હવે RC-DL સાથે રાખવાની જરૂર નથી, આ રીતે Whatsapp પર તમામ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો
ઘરની બહાર નીકળતી વખતે કારના કાગળો સાથે રાખવા એ બહુ મુશ્કેલ કામ છે. હવે સરકારે લોકોની આ સમસ્યામાંથી રાહત આપી છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે વોટ્સએપ યુઝર્સ માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જેનો ઉપયોગ કરીને તમે તમારા મોબાઈલમાં જ ડ્રાઈવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સહિત અનેક ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. અમને જણાવી રહ્યા છીએ કે, તમે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
તમારા ડોક્યુમેન્ટ આ રીતે ડાઉનલોડ કરો
- સૌ પ્રથમ, તમારે +91 9013151515 નંબર પર નમસ્તે, હેલો અથવા હાય અથવા ડિજીલોકર મોકલવાનું રહેશે.
- આ પછી તમને પૂછવામાં આવશે કે, શું DigiLocker અકાઉન્ટ અથવા Cowin સેવાને ઍક્સેસ કરવી.
- જો તમે DigiLocker પસંદ કરો છો, તો તમને પૂછવામાં આવશે કે, તમારું અકાઉન્ટ છે કે નહીં.
- જો DigiLocker પર અકાઉન્ટ પહેલેથી જ બનાવેલું છે, તો તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે.
- આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. જે તમારે સબમિટ કરવાનો રહેશે.
- આ પછી તમે તમારા ડોક્યુમેન્ટ DigiLocker પર અપલોડ કરી શકો છો.
- જો તમે પહેલાથી જ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે, તો તમે તેને અહીંથી ડાઉનલોડ પણ કરી શકો છો.
આ રીતે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો
તમે WhatsApp દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર (વ્હિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ), વીમા પ્રમાણપત્ર, પાન કાર્ડ, CBSE 10મું-12મું પ્રમાણપત્ર અને જીવન વીમા પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો, હવે તમારે આ કાગળો તમારી સાથે ક્યાંય લઈ જવાની જરૂર નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે WhatsApp દ્વારા MyGov હેલ્પડેસ્ક પર સંદેશ મોકલીને આ ડોક્યુમેન્ટને તમારા મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરી શકો છો.