For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાયણ એટલે ગુજરાતીઓની ધાબા પરની નવરાત્રી!

ઉત્તરાયણની મઝા શું છે તે એક ગુજરાતી તરીકે જાણવું તો આ લેખ વાંચવો રહ્યો...

|
Google Oneindia Gujarati News

ઉત્તરાયણ પર કંઇક લખવા કરતા ધાબા પર પતંગ ચગાવવી સરળ છે. કારણ કે ઉત્તરાયણ તે બે દિવસનો એક તેવો મોટો પર્વ છે કે જેના વિષે જેટલું પણ લખીએ તેટલું ઓછું છે. પણ એક વાત છે, હવે ઉત્તરાયણ ખાલી ઉત્તરાયણ નથી રહી. હવે ઉત્તરાયણ પણ મોર્ડન થઇ ગઇ છે.

જાણો ઉત્તારાયણનું ધાર્મિક મહત્વ, જાણો ધર્મ શું કહે છે..જાણો ઉત્તારાયણનું ધાર્મિક મહત્વ, જાણો ધર્મ શું કહે છે..

કારણ કે ઉત્તરાયણમાં હવે તમને ધાબા પર એક મસ્ત ફ્યૂઝન જોવા મળે છે. પવન છે તો પતંગની ડોર અને પવન નથી તો તે બની જાય છે ધાબા પર ઉજવાતી ગુજરાતીઓની મીની નવરાત્રિ. જો કે ગુજરાતીઓના બીજા કોઇ પણ પર્વના તોલે જો ઉત્તરાયણને જોઇએ તો તેમાં બધી જ પ્રકારનો મસાલો છે. મ્યુઝિકની મસ્તી, ખાવાનો ચટકો, નાચવાની મઝા અને સંગીતનો જલસો, લેટેસ્ટ સેલ્ફી અને ગ્રુફ્રી.

શરૂઆત થાય છે મસ્ત તૈયાર થવાથી

શરૂઆત થાય છે મસ્ત તૈયાર થવાથી

ઉત્તરાયણની સૌથી મસ્ત વાત જે તમામ મહિલાઓને ખૂબ જ ગમે છે તે છે સરસ તૈયાર થવાનું. ઉત્તરાયણમાં ધાબુ મીની ફેશન હબ બની જાય છે. અને આવું થવું પણ જોઇને કારણ કે અંખિયાના પેચ તો ધાબે જ લડેને. અને જો જો હો છોકરાઓને ના ભૂલતા મસ્ત ગોગ્લસ અને વાઇટ ટી શર્ટ પહેરીને તે પણ સ્ટાઇલમાં મહિલાને કોમ્પિટીશન આપે છે.

ડીજે વાલે બાબુ

ડીજે વાલે બાબુ

સવાર 7 વાગે ધાબા પર મ્યુઝિક સીસ્ટમને સેટ કરી લેવાય છે. રાતે જ લેટેસ્ટ ગીતોનું સિલેક્શન પણ થઇ જાય છે અને થાય છે તે હરીફાઇ જેમાં નક્કી કરવામાં આવે છે કે કોનું બ્લુ ટૂથ સ્પીકર સારું છે તમારું કે સામે વાળાનું?

સામેના ધાબાવાળાના આધારે ગીતો

સામેના ધાબાવાળાના આધારે ગીતો

જો કે ક્યારે કયું ગીત વાગશે તેનો તમામ ભાર તે વાત પર આધાર રાખે છે કે સામેના ધાબે કોઇ ખાસ વ્યક્તિ છે કે નહીં. અને બની પણ શકે કે રોફ જવાના ચક્કરમાં તમે સામે વાળીને પતંગ પણ કાપી દો...

ઊંચેથી બોલતા મિત્રોનું મહત્વ સમજાય છે!

ઊંચેથી બોલતા મિત્રોનું મહત્વ સમજાય છે!

વળી આવા સમયે તેવા મિત્રોનું મહત્વ સૌથી વધુ સમજાય છે જે લોકો ઊંચેથી બોલતા હોય. જ્યારે આપણા ધાબાથી જોશથી કાઇ પ્યો છે....તેવું બોલાય છે બધા આપણે જુએ છે અને જે આપણો રોફ વધે છે તે અનુભવવું શબ્દોમાં વર્ણાવવું મુશ્કેલ છે.

ઉત્તરાયણમાં સમજાય છે ગુજરાતીની ખાવાની કેપેસીટી

ઉત્તરાયણમાં સમજાય છે ગુજરાતીની ખાવાની કેપેસીટી

અરે ઉત્તરાયણમાં ખાવાનું કેમનું ભૂલાય. ચાર પાંચ વાટકા ઊંઘિયું, પછી થોડી તલ સાંકડી પછી થોડી સીંગની ચક્કી પછી થોડી જલેબી પછી થોડા મમરાના લાડુ અને પછી લંચ બસ આટલું જ!

ધાબુ બની જાય છે ગોસિપની દુકાન

ધાબુ બની જાય છે ગોસિપની દુકાન

હવે ખાવાનું બનાવી દીધુ, તૈયાર થઇ ગયા થોડી પતંગે ઉડાવી લીધી અને વળી ખાઇ પણ લીધુ હવે શું? હવે ગોસિપ....કોની?...સામેવાળીની, બાજુવાળીની, સાસુની, વહુને અને નવા લગાયેલા પેચની!

સેલ્ફી અને ગ્રુફ્રી = ઉત્તરાયણ

સેલ્ફી અને ગ્રુફ્રી = ઉત્તરાયણ

વળી સવારથી જ સેલ્ફી અને ગ્રુફીનો ટ્રેન્ડ શરૂ થઇ જાય છે. અને સોશ્યલ મીડિયા પર પણ બધાને જણાવી દેવામાં આવે છે કે ઉત્તરાયણ તો બોસ ગુજરાતની!

ઉત્તરાયણ એટલે ધાબાની નવરાત્રિ

ઉત્તરાયણ એટલે ધાબાની નવરાત્રિ

ગુજરાતીઓને ક્યાં પણ ખાવા અને નાચવાનો મોકો મળી જાય તો તે છોડતા જ નથી. પવન ના ચાલ્યો તો ઉત્તરાયણની મઝા નાચી અને ગરબા કરીને પૂરી કરવાની...પણ બાપુ મઝા તો કરવાની જ!

ટુક્કલ સાથેનું સેલ્ફી

ટુક્કલ સાથેનું સેલ્ફી

અને રાત્ર પડે ઉત્તરાયણમાં જ્યારે ટુક્કલ રૂપે તારલાઓથી આકાશ ઝગમગાવા લાગે ને ત્યારે થાય છે યાર... ઉત્તરાયણ જતી રહી!!! હવે ફરી ક્યારે પરિવાર અને મિત્રો જોડે આવી મઝા માણવા મળશે?

English summary
One Of the Best Gujarati uttarayan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X