• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતમાં બળાત્કારની ઘટનાઓ વધવાના વિચિત્ર કારણો!

By Super Admin
|

દિલ્હીનો બહુચર્ચિત ગેંગરેપ કેસ 'નિર્ભયા' આજે એટલે કે 5 મે, 2017ના રોજ સુપ્રીમ કોર્ટ પોતાનો અંતિમ નિર્ણય આપશે. આ વર્ષો દરમિયાન આરોપીઓ પકડાઇ ગયા, તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી, આ સજા યોગ્ય છે કે કે એ અંગે આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેનાર છે. સરકારે નિર્ભયા ફંડની સ્થાપના કરી, આ સિવાય કઇ કેટલુંય થયું. પરંતુ બળાત્કારની ઘટનાઓ હજી પણ બની રહી છે.

વધારે શરમજનક બાબત તો એ છે કે, નિર્ભયા કેસ બાદના એક વર્ષમાં બળાત્કાર માટે ચિત્ર-વિચિત્ર ધારણાઓ સામે આવી છે. આ ધારણાઓ સામાન્ય વ્યક્તિથી લઇને તમામ જાણીતી હસ્તિઓના વિચારને પ્રતિબિંબિત કરે છે. કહેવાય છે ને કે, જેટલા લોકો તેટલી વાતો. તેવી જ રીતે સમાજમાં ઉંચા હોદ્દા અને પ્રતિષ્ઠા ધરાવનાર લોકોએ જ આવી વાતો કરી છે, જે અંગે વિચારીને કોઇને પણ ગુસ્સો આવી શકે છે.

નિર્ભયા કેસના એક વર્ષની અંદર નેતાઓથી લઇને સમાજ સેવકોએ આ ઘટના અંગે જુદા-જુદા અને વિચિત્ર નિવેદનો આપ્યા છે અને બળાત્કારની પરિભાષાને અલગ-અલગ રીતે પ્રસ્તુત કરી છે. ઉદાહરણ તરીકે આપ ખાપ પંચાયતના સભ્યોને લઇ લો. ઘણા લોકોએ કહ્યું કે જીન્સ-ટોપ પહેરવાના કારણે બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે. કોઇએ કહ્યું મોબાઇલ ફોન રાખવાથી, તો કોઇએ કહ્યું કો-એજ્યુકેશનના કારણે આવું થઇ રહ્યું છે.

આવો સ્લાઇડરમાં નજર નાખીએ આવા જ કેટલાંક લોકોના નિવેદન પર જે નિર્ભયા કેસ બાદ મીડિયામાં આવ્યા છે...

યુવક-યુવતીના વાત કરવાથી

યુવક-યુવતીના વાત કરવાથી

મમતા બેનર્જીએ કહ્યું હતું કે 'પહેલા પુરુષ અને મહિલા હાથ પણ પકડી લેતા અને તેમના માતા પિતાને જાણ થતી તો તેમને સખત ફટકાર મળતી. પરંતુ હવે આવું બધું તો ખુલા બજારમાં થાય છે, જેના કારણે આવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.'

મોડા લગ્ન

મોડા લગ્ન

હરિયાણવી ખાપ પંચાયતના સભ્ય સૂબે સિંહે જણાવ્યું કે 'હું માનું છું કે આ બધું એટલા માટે થઇ રહ્યું છે, કારણ કે આજના યુવાનો સિનેમા અને ટેલિવિઝનથી કંઇક વધારે જ પ્રભાવિત છે. મને લાગે છે કે છોકરીઓની 16 વર્ષની ઉંમર સુધી લગ્ન કરી દેવા જોઇએ. જેથી તેમની શારીરિક ઇચ્છા પૂરી કરવા માટે તેમના પતિઓ તેમની પાસે રહેશે અને તેમને બીજે ક્યાં જવાની જરૂર પણ નહી પડે. આ રીતે બળાત્કાર નહીં થાય.'

ચાઇનીઝ ફૂ઼ડ

ચાઇનીઝ ફૂ઼ડ

હરિયાણવી ખાપના સદસ્ય જીતેન્દ્ર છત્તરે જણાવ્યું કે મને લાગે છે કે ચાઉમિન, મંચૂરિયન જેવી ચાઇનિઝ વાનગીઓ ખાવાના કારણે હોર્મોન્સનું સંતુલન બગડી જાય છે, જેના કારણે વ્યક્તિની અંદર આવી ઇચ્છાઓ જાગૃત થાય છે.

કાવતરૂ

કાવતરૂ

હરિયાણાની મંત્રી ગીતા ભુક્કલે જણાવ્યું કે મને લાગે છે કે બળાત્કાર કેસની સંખ્યામાં હરિયાણાને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે, અને આ રાજ્યની વિરુદ્ધ એક કાવતરુ છે

સહમતિથી સેક્સ

સહમતિથી સેક્સ

હરિયાણા કોંગ્રેસના નેતા ધરમવીર ગોયાતે જણાવ્યું કે મને એ કહેવામાં જરા પણ શરમ નથી કે 90 ટકા યુવતીઓ સહમતિથી સેક્સ કરવા ઇચ્છે છે, પરંતુ તેમને એ નથી ખબર હોતી કે આગળ જઇને તેમની સાથે સામુહિક બળાત્કાર પણ થઇ શકે છે.

સિનેમા ટેલિવિઝન

સિનેમા ટેલિવિઝન

ખાપ નેતા મહેન્દ્ર ધિમાનાએ જણાવ્યું કે લગ્નની ઉંમરને ઓછી કરવી તેનો એક ઉપાય હોઇ શકે છે. તેનાથી ટીવી અને સિનેમામાં આપણા યુવાનો પર જે વલ્ગર કાર્યક્રમ દેખાડવામાં આવે છે, તેનો પ્રભાવ ઓછો થશે. અને તેનાથી બળાત્કાર ઓછા થશે.

મોબાઇલ ફોન

મોબાઇલ ફોન

બ્રાહ્મણ સમાજ, મુઝફ્ફરનગર, યુપીના નેતા રામેશ્વર શર્માએ જણાવ્યું કે યુવતીઓએ જીન્સ અને ટોપ ક્યારેય ના પહેરવા જોઇએ. તેમણે મોબાઇલ ફોન પણ ઉપયોગ ન કરવો જોઇએ. આ બધી વસ્તુઓથી ગૂનેગારોને પ્રોત્સાહન મળે છે અને તેઓ આવા ગૂના કરવા માટે પ્રેરિત થાય છે.

લગ્ન સગાઇમાં ડી.જે

લગ્ન સગાઇમાં ડી.જે

હિસારના ખાપ નેતા ઇન્દર સિંહે જણાવ્યું કે, લગ્નમાં ડીજે ડાન્સના કારણે માત્ર અવાજ પ્રદૂષણ નથી થયું, યુવતીઓ પણ ડીજેના તાલે ઝૂમતી હોવાના કારણે આવા ગુનાઓને પ્રોત્સાહન મળે છે. ઘણી વાર યુવતીઓની સાથે ડીજેના તાલે છોકરાઓ પણ દારુ પીને ડાન્સ કરતા હોય છે. તે યુવતીઓની સાથે છેડતી કરે છે. એટલું જ નહીં આખી રાત બરાબર દૂધ નહીં મળવાના કારણે સવારે ગાય અને ભેંસ દૂધ પણ નહીં આપે.

પીડિતાને દોષી ગણાવી હતી

પીડિતાને દોષી ગણાવી હતી

સંત આસારામ બાપુએ જણાવ્યું કે દિલ્હી ગેંગરેપની ઘટના દરરિયાન જે છ લોકોએ ભૂલ કરી તેમણે દારૂ પીધો હતો. યુવતી બોયફ્રેન્ડની સાથે પિક્ચર જોઇને આવી અને બસમાં ઘુસી ગઇ. તેમ જ આ યુવતીએ એ લોકોની સામે રોઇ હોત, કકળી હોત તો તથા તેમને ભાઇ કહીને આજીજી કરી હોત કે મને છોડી દો તો આ ઘટના ના બની હોત. ક્યાંકને ક્યાંક તેની પણ ભૂલ હતી, તાળી એક હાથે નથી વાગતી.

પશ્ચિમી સંસ્કૃતિ

પશ્ચિમી સંસ્કૃતિ

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું કે શહેરી ભારતમાં જે રીતે મહિલાઓની સામે હિંસા વધી રહી છે તે શરમજનક છે. પરંતુ આવા ગૂના ભારત એટલે કે ગ્રામીણ ભારતમાં નથી થતા, જે રીતે ભારત ઇન્ડિયા બની ગયું છે, ત્યાં જ આવા ગૂના થઇ રહ્યા છે. ભારતમાં આજે પણ મહિલાઓને માતાની જેમ પૂજવામાં આવે છે. આ બધી પશ્ચિમિ સંસ્કૃતિની અસર છે.

જ્યોતિષને પૂછો

જ્યોતિષને પૂછો

છત્તિસગઢના ગૃહમંત્રી નનકી રામ કનવારે જણાવ્યું કે બળાત્કાર પર મારા પાસે કોઇ ઉત્તર નથી, જ્યોતિષને જઇને પૂછો, કારણ કે જો કોઇ નક્ષત્ર અનુકૂળ અવસ્થામાં ના હોય તો આવી ઘટનાઓ થવાની આશંકા રહે છે.

ઊંચી જ્ઞાતિના લોકો

ઊંચી જ્ઞાતિના લોકો

સામાજિક કાર્યકર્તા રુચિરા ગુપ્તા દિલ્હી ગેંગ રેપમાં સામેલ ચાર આરોપીયોના નામે સિંહ, શર્મા, ગુપ્તા અને ઠાકુર છે. તમામ ઊંચી જ્ઞાતિના લોકો છે. એનાથી એવું ફલિત થાય છે કે દિલ્હીમાં ઊંચી જ્ઞાતિના લોકો વધારે શંકાશીલ છે.

બિહારીઓનો પ્રવેશ

બિહારીઓનો પ્રવેશ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ જણાવ્યું કે તમામ લોકો દિલ્હી ગેંગ રેપ પર વાતો કરી રહ્યા છે. પરંતુ કોઇ એની પર વાત નથી કરતા જ્યાંથી તેઓ આવ્યા છે. કોઇ એ વાત પર ચર્ચા નથી કરી રહ્યા કે બળાત્કારી બિહારના રહેનાર હતા.

યુવતીઓની નાઇટ શિફ્ટ

યુવતીઓની નાઇટ શિફ્ટ

ગુડગાંવના ડેપ્યુટી કમિશ્નર પીસી મીણાએ જણાવ્યું કે બળાત્કારની ઘટનાઓ યુવતીઓ દ્વારા નાઇટ શિફ્ટ કરવાના કારણે વધી રહી છે.

લિંગેરીમાં મેનીક્વિંસ અને જાહેરાત

લિંગેરીમાં મેનીક્વિંસ અને જાહેરાત

બીએમસીની કોર્પોરેટર રિતુ તવાડેએ જણાવ્યું કે બજારમાં રાખવામાં આવતા મેનીક્વિંસને લિંગેરી પહેરાવીને ઊભા રાખવાથી અથવા લિંગેરીની જાહેરાત હોર્ડિંગ્સ પર લગાવવાથી યુવાનોનું મગજ ગંદુ બને છે. દિલ્હી ગેંગરેપ બાદ દરેક લોકોએ આનો વિરોધ કરવો જોઇએ.

દારુ અને નોનવેજ

દારુ અને નોનવેજ

સ્વામી અગ્નિવેશે જણાવ્યું કે, બળાત્કાર જેવી ઘટનાઓ વધવાનું સૌથી મોટું કારણ દારુ અને નોનવેજ છે. જો દારુ પર પ્રતિબંધ લાગી જાય તો બળાત્કારની ઘટનાઓ ઓછી થઇ શકે છે.

જીન્સ ટોપ

જીન્સ ટોપ

આંધ્ર પ્રદેશના ડીજીપી દિનેશ રેડ્ડીએ જણાવ્યું કે જ્યારે તમે કોઇ ખાવાનું ખાઓ છો, જેમાં તમને વધારે સારો સ્વાદ મળે છે, તો ક્યારેક ક્યારેક તમે એ મેળવવા માટે શેતાન પણ બની જાઓ છો. બળાત્કાર પોલીસ દ્વારા નિયંત્રણ ના કરી શકાય. લોકો વધારેમાં વધારે ફેશનેબલ થઇ રહ્યા છે. ગામડાઓમાં પણ યુવતીઓ પણ સલવાર કમીઝનો ત્યાગ કરીને જીન્સ અને ટોપ પહેરી રહી છે. આ તમામ વસ્તુઓ હિંસાને પ્રેરિત કરી રહી છે.

English summary
In the year since a brutal gang rape took the life of a young woman called as Nirbhaya, made the entire country stand up. On the other hand several unusual theories on Rape have been reported.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more