For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: નરેન્દ્ર મોદી વિરૂદ્ધ 'ઓપરેશન બ્લેક' ચલાવી રહ્યું છે ISI

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: જે અમેરિકાએ ગુજરાત રમખાણોને લઇને નરેન્દ્ર મોદી પર પ્રતિબંધ લગાવ્યો હતો, તાજેતરમાં જ અમેરિકાએ મોદી માટે આંખો પાથરી દિધી છે. ભારતના વડાપ્રધાનમંત્રી માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર એવો પ્રેમ પહેલાં ક્યારેય જોવા મળ્યો નહી, પરંતુ આગામી દિવસોમાં આ પ્રેમ ઘણા મુદ્દાઓ પર બદલાઇ શકે છે. જી હાં નરેન્દ્ર મોદીને અત્યારથી ઘણા નવા આરોપો માટે તૈયાર રહેવું પડશે. તે આરોપ ભારતના અંદર જ નહી, આંતરરાષ્ટ્રીય પર લાગશે, કારણ કે પાકિસ્તાન મોદી વિરૂદ્ધ 'ઓપરેશન બ્લેક' ચલાવી રહ્યું છે.

ઓપરેશન બ્લેક પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવી રહેલું તે અભિયાન છે, જેના અંતગર્ત માઇંડ ગેમ રમી ભારત વિરૂદ્ધ દુનિયાના અલગ-અલગ દેશોને એકજૂટ કરવાનું છે, જેથી મોદી સરકારનો પાયો હલી જાય. તેના માટે કોએલિશન અગેંસ્ટ જીનોસાઇડ (સીએજી) તૈયાર કરવામાં આવી છે, જે સંયુક્ત રાષ્ટ્ર અધિકાર સંગઠનમાં મોદી વિરૂદ્ધ જલદી જ ફરિયાદ નોંધાવવાની છે. સીએજીને મજબૂત બનાવવાનું કામ 46 એનજીઓ કરી રહી છે, જેમાંથી 16 પાકિસ્તાનમાં રહેનાર અમેરિકન ચલાવી રહ્યાં છે.

narendra-modi-operation-black

આઇએસઆઇને મળી રહ્યું છે ધન
ગુપ્તચર વિભાગના રિપોર્ટ અનુસાર આ સીએજી પાકિસ્તાની ગુપ્તચર એજેંસીને ધન પુરૂ પાડી રહી છે, જેથી ભારત વિરૂદ્ધ રચનાર કાવતરાઓને તે અંજામ આપી શકે. એટલું જ નહી આઇએસઆઇએ ઘણી એનજીએઓને પૈસા આપીને એ વાત માટે તૈયાર કરી છે કે તે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત તથા મોદી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી શકે.

શું કહે છે ભારતીય એજેંસીઓ
ઓપરેશન બ્લેક પર નિરંતર નજરો માંડી રાખેલી ભારતીય એજેંસીઓનું કહેવું છે કે સીએજી તથા તેના સાથે જોડાયેલા સંગઠન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ કેટલીક એવી ફરિયાદો કરનાર છે, જેમાં કહેવામાં આવશે કે મોદીએ હજારો લોકોને માનવાધિકારોનું હનન કર્યું. સાથે જ કોઇ વિશેષ ધર્મ વિરૂદ્ધ કાર્ય કર્યા. આ ફરિયાદના અંતગર્ત ખાસ કરીને ગુજરાત રમખાણોનો મુદ્દો ઉઠાવવામાં આવશે. અહીંયા મુસ્લિમ જ નહી ખ્રિસ્તી ધર્મના લોકોને પણ મોદી વિરૂદ્ધ ભડકાવવામાં આવશે.

ભારત વિરૂદ્ધ મનોયુદ્ધ
હકિકતમાં આ બધુ કરીને પાકિસ્તાની એજેંસી ભારત વિરૂદ્ધ મનોયુદ્ધ છેડ્યું છે. આમ કરીને આઇએસઆઇ એવું વાતાવરણ તૈયાર કરી રહી છે, જેમાં તે બાકી દેશોથી આ વાતની સહમતિ પ્રાપ્ત કરી શકે, કે સરહદ પર જે પ્રકારે હુમલા પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યાં છે, તે વ્યાજબી છે. આઇએસઆઇ એ જતાવવા માંગે છે કે મોદીની નવી સરકાર બાકી દેશોથી ભલે ગમે તેટલા સારા સંબંધ કેમ ન સ્થાપિત કરવામાં લાગી હોય, પરંતુ પોતાના પડોશી પાકિસ્તાન સાથે મધુર સંબંધ બનાવવાના બદલે તેના પર હુમલા કરી રહી છે.

ઓપરેશન બ્લેક અંતર્ગત આઇએસઆઇ જે કંઇપણ કરી રહ્યું છે, તેને લાગે છે કે તેનાથી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંઘમાં ભારતની ટીકા થશે. આઇએસઆઇને એ વિશ્વાસ છે કે ઓપરેશન બ્લેકને સફળ થતાં મોદી તથા ભારતના દુશ્મનોની સંખ્યામાં વધારો થશે.

મોદી વિરૂદ્ધ ભારતીયો સાથે સંપર્ક
આ ઓપરેશન હેઠળ આઇએસઆઇ ભારતમાં રહેનાર તે ભારતીયો સાથે સંપર્ક કરવામાં જોડાઇ ગઇ છે, જે મોદી વિરૂદ્ધ છે. જેથી તેના ઓપરેશનને બળ મળી શકે અને ભારતમાં પણ મોદીના વિરૂદ્ધ લોકો ઉભા રહી શકશે. આઇબીના એક રિપોર્ટ અનુસાર આઇએસઆઇ સાથે જોડાયેલી એનજીઓએ લગભગ 300 ભારતીયોને પોતાની સાથે જોડી લીધા છે, જે નાના સ્તરથી માંડીને સંયુક્ત રાષ્ટ્રના મંચ જેવા મોટા સ્તર સુધી મોદીના વિરૂદ્ધ અવાજ ઉઠાવશે.

આઇએસઆઇને છે કઇ વાતનો ડર
આ ઓપરેશન હેઠળ આઇએસઆઇને ફક્ત એક જ વાતનો ડર છે તે આમ કરતાં ક્યાંક ચીન, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ ક્યાંક એકજૂટ થઇને પાકિસ્તાનના વિરૂદ્ધ ઉભા ન થઇ જાય, કારણ કે જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી જ તેમને આ બધા દેશોની સાથે સકારાત્મક સંબંધોને મજબૂત કર્યા છે.

આઇએસઆઇએ પોતાની સાથે સિખોને જોડ્યા
આઇએસઆઇએ ઓપરેશન બ્લેક હેઠળ પોતાની સાથે દેશના તમામ સિખોને પણ જોડ્યા છે, જો કે મોદી તથા તેમની સરકારના વિરૂદ્ધ અવાજ ઉઠાવશે. માનવામાં આવી રહ્યું છે કે આ મુદ્દાઓ સીધા સંયુક્ત રાષ્ટ્ર અધિકાર સંગઠનની કોર્ટમાં ઉઠાવવામાં આવશે.

પાણી માફક પૈસા વહાવે છે આઇએસઆઇ
મોદી વિરૂદ્ધ જાળ પાથરી રહેલ આઇએસઆઇ પોતાના મિશનમાં સફળ થવા માટે જોરદાર પૈસા વહાવી રહી છે. તેના માટે પોતાના એજંટોના માધ્યમથી સીધેસીધા હિન્દુસ્તાનીઓને ફોસલાવી પટાવી પોતાની તરફ કરી રહ્યા છે. પૈસાના જોરે આઇએસઆઇ ભારતમાં હથિયારો અને ડ્રગ્સને સપ્લાઇને પ્રોત્સાહન આપી રહ્યા છે.

ઓપરેશન બ્લેકનું અંતિમ લક્ષ્ય
ઓપરેશન બ્લેક અંતિમ લક્ષ્ય છે ભારત પર મોટી આતંકી હુમલો અને તે પણ સંભવ થઇ શકશે, જ્યારે ભારત સરકાર નબળી પડશે. આઇએસઆઇ સારી પેઠે જાણે છે કે નરેન્દ્ર મોદીના રહેતાં કોઇપણ ખોટું પગલું પાકિસ્તાન માટે ભારે પડી શકે છે, જો કે આ ઓપરેશન હેઠળ પહેલાં વડાપ્રધાન અને પછી દેશને નિશાન બનાવવાનો પ્લાન છે.

English summary
Operation black is the latest from Pakistan which involves a ploy to play a mind game with India. In this unique operation the idea is to target the Prime Minister of India by filing a host of cases against him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X