For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oppo N1 : આ સ્માર્ટફોનમાં છે ફેરવી શકાય તેવો કેમેરા

|
Google Oneindia Gujarati News

મોબાઇલ ફોનના માર્કેટમાં અને સ્માર્ટફોનના માર્કેટમાં રોજ બરોજ નવા નવા મોડેલ્સ રજૂ કરવામાં આવતા હોય છે. નવા ફોન રજૂ કરવાની બાબતમાં સ્થાનિક અને દેશી કંપનીઓની સાથે વિેદેશી કંપનીઓ પણ રસ લઇ રહી છે. દરેક નવા ફોનમાં કોઇ એવી ખાસ બાબત હોય છે જેના કારણે મોબાઇલ ફોન યુઝર તે ફોન ખરીદવા માટે આકર્ષાય છે. આજે પણ અહીં એક એવા ફોનની વાત કરવી છે જેની ખાસિયત અત્યાર સુધી અન્ય કોઇ ફોનમાં નથી.

આ ફોનને ઓપો નામની કંપનીએ બનાવ્યો છે. ઓપો ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન લિમિટેડ ચાઇનામાં એમપી3 પ્લેયર, પોર્ટેબલ પ્લેયરસ એલસીડી ટીવી, ઇ બુક રીડર ઉપરાંત મોબાઇલ બનાવે છે. તે ચીનની અગ્રણી કંપની છે. હવે ઓપોની ખાસિયતની વાત કરીએ તો આ કંપનીએ બનાવેલો ફાઇન્ડર નામનો સ્માર્ટ ફોન વિશ્વમાં સૌથી પાતળો સ્માર્ટ ફોન છે. આ ઉપરાંત ઓપોએ અત્યાર સુધીમાં U705T Ulike 2, U701 Ulike, R610, R811 Real, R817 Real, R819 / R819T મોબાઇલ હેન્ડ સેટ લોન્ચ કર્યા છે.

આવો જોઇએ આ ફોનની ઝલક...

1

1

ઓપ્પોએ બનાવ્નયો છે નવો સ્માર્ટફોન એન1

2

2

કેમેરાને 1,00,000 વાર સુધી ફેરવી શકાય છે. એટલે કે આપ 7 વર્ષ સુધી કેમેરાને દિવસમાં 40 વાર સુધી ફેરવશો તો પણ તેમાં કોઇ ખરાબી આવશે નહીં.

3

કેમેરામાં 89 સેકન્ડ સુધી એક્સપોઝર આપવાની ક્ષમતા પણ છે

4

4

કેમેરાના અન્ય ફીચર્સમાં 1.7 ગીગા હર્ટ્ઝ ક્લોક સ્પીડ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 600 પ્રોસેસર આપવામાં આવ્યું છે

5

5

આ સાથે એન્ડ્રિનો 320 જીપી અને 2 જીબી રેમ પણ છે.

6

6

એન1માં 5.9 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

7

7

ફોનનું ડિસ્પ્લે 1920x1080 રેઝોલ્યુશનને સપોર્ટ કરે છે. એપો એન1માં એન્ડ્રોઇડનું 4.2 જેલીબીન વર્ઝન છે.

8

ઇન્ટર્નલ સ્ટોરેજ માટે તેમાં 16 જીબી અને 32 જીબી મેમરી ઓપ્શન આપવામાં આવ્યા છે

હવે વાત કરીએ ઓપોએ બનાવેલા નવા સ્માર્ટફોન એન1ની. આ ફોન તેની ડિઝાઇન અને રોટેટિંગ સ્વ્રિલ કેમેરાને કારણે ટેકવર્લ્ડમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઓપો એન1માં 13 મેગાપિક્સલનો કેમેરા લાગેલો છે. આ કેમેરાને 180 ડીગ્રી સુધી ફેરવી શકાય છે. એટલે કે એક જ કેમેરાને આપ રિયર અને ફ્રન્ટ એમ બંને તરફ ઉપયોગમાં લઇ શકો છો. આ કારણે બંને તરફ આપને ઉચ્ચ ક્વૉલિટીની ઇમેજ મળે છે. કેમેરાની સાથે ડ્યુઅલ એલઇડી ફ્લેશ લાઇટ પણ લાગેલી છે.

આપને એમ થશે કે અવારનવાર કેમેરાને ફેરવવામાં આવે તો તે ખરાબ થઇ જશે. આ માટે આપને જણાવી દઇએ કે ઓપોના જણાવ્યા અનુસાર આ કેમેરાને 1,00,000 વાર સુધી ફેરવી શકાય છે. એટલે કે આપ 7 વર્ષ સુધી કેમેરાને દિવસમાં 40 વાર સુધી ફેરવશો તો પણ તેમાં કોઇ ખરાબી આવશે નહીં.

આ ઉપરાંત કેમેરામાં 89 સેકન્ડ સુધી એક્સપોઝર આપવાની ક્ષમતા પણ છે. કેમેરાના અન્ય ફીચર્સમાં 1.7 ગીગા હર્ટ્ઝ ક્લોક સ્પીડ ક્વૉલકોમ સ્નેપડ્રેગન 600 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે એન્ડ્રિનો 320 જીપી અને 2 જીબી રેમ પણ છે.

એન1માં 5.9 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનનું ડિસ્પ્લે 1920x1080 રેઝોલ્યુશનને સપોર્ટ કરે છે. એપો એન1માં એન્ડ્રોઇડનું 4.2 જેલીબીન વર્ઝન છે. ઇન્ટર્નલ સ્ટોરેજ માટે તેમાં 16 જીબી અને 32 જીબી મેમરી ઓપ્શન આપવામાં આવ્યા છે.

English summary
Oppo n1 : officially launched with rotating swivel camera
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X