ગર્ભમાં રહેલી દીકરીની વ્યથા....!!
તારા ખોળામાં માથું નાખીને સુવાનો
મારા નાના હાથથી તારા ચોટલા ને ગુંથવાનો...
સુતેલા મારા પપ્પાના માથામાં હાથ ફેરવવાનો
એમના તમામ દુ:ખોમાં સહભાગી થવાનો
મારે પણ જીવવુ છે મા મને એક અવસર તો આપ..!!!
નહીં કરુ હું જીદ કોઇ ચીજ માટે
મારી બધીજ વસ્તુઓ આપી દઇશ ભૈયા માટે
આકાશના તારા તોડી લાવીશ તારા માટે
નિર્દયી ના થા મારા માટે
મારે પણ જીવવુ છે મા, મને એક અવસર તો આપ..!!!
મારા કીલકીલાટથી તારું ઘર ભરી દઇશ
આખી દુનિયામાં રોશન પપ્પાનું નામ કરી દઇશ
પપ્પાનુ ટીફીન આપવા ઓફીસે હું જઇશ
થોડુ ખાઇ ને પણ હું જીવી લઇશ
તારું કહેવુ કરીશ અને તું કહે તેમ રહીશ
મારા મમ્મી પપ્પા દુનિયાના બેસ્ટ મમ્મી-પપ્પા છે એવું હું બધાને કહીશ.
નિર્દયી નહિ થા માં
મારે પણ જીવવુ છે મને એક અવસર તો આપ..!!!
પપ્પા નો સહારો થઇશ હું
તું થાકે ત્યારે તારું માથું દાબી દઇશ હું...
તારા પર આવેલી હર મુસીબત સહીશ હું
પપ્પાનો દીકરો બનીને રહીશ હું...
નિર્દયી નહિ થા માં
મારે પણ જીવવુ છે મને એક અવસર તો આપ..!!!
ના પાડી દે ડોક્ટરને મને કાતરથી ના મારે
પપ્પાને કહી દે ને મમ્મી એ ડોક્ટર ને મારે
તારા ખોળામાં તો મને નિરાંતે સુવા દે....
હુ મસ્તી નહીં કરું મમ્મી મને દુનિયા તો જોવા દે..?
નિર્દયી નહિ થા મા
મારે પણ જીવવું છે મને એક અવસર તો આપ..!!!
નહીં..... બચાવો...પપ્પા.....!!!! બચાવો મને.....
મમ્મી બચાવ મને આ ડોક્ટર અંકલ મને મારે છે...!!!
નહીં....પપ્પા બચાવો....નહી....નહી....