For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૌરવો કે પાંડવો નહીં આ લોકો જવાબદાર હતા કુરુક્ષેત્રના યુદ્ધ માટે

|
Google Oneindia Gujarati News

કેટલાક લોકોનું કહેવું છે કે મહાભારત એક મિથક કથા છે જે મહર્ષિ વ્યાસની કલ્પના માત્ર છે. સાથે જ તેના પાત્રો ખરેખરમાં હતા કે કેમ તેનો કોઇ ઐતિહાસિક પુરાવો પણ નથી. જો કે તેમ છતાં મહાભારતના અનેક પાસાઓ આપણને જીવન વિષે ધણું બધું સમજાઇ જાય છે.

તેમાં પણ ખાસ કરીને કુરુક્ષેત્રનું યુદ્ઘ. આ યુદ્ઘ લાંબા સમય સુધી ચાલ્યું હતું. અને તેમાં મોટી સંખ્યામાં અનેક લોકો અને રાજાઓએ ભાગ લીધો હતો. સાથે જ અનેક લોકો આ યુદ્ધમાં માર્યા ગયા હતા.

પણ શું તમને ખબર છે કે કયા કારણો સર કુરુક્ષેત્રનું આ ભયાનક યુદ્ઘ થયું હતું. શું તેના માટે કૌરવો-પાંડવોની દુશ્મની અને દ્રૌપદીનું ચીરહરણ જ જવાબદાર હતા? કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય મહાભારતના આ યુદ્ધના કંઇક આવું જ થયું જેમાં અનેક લોકોના અયોગ્ય નિર્ણયે એક મોટા સર્વનાશને સર્જ્યો હતો.

ત્યારે આજે અમે કુરુક્ષેત્રના આ યુદ્ધ માટે જવાબદાર કેટલાક અન્ય કારણો વિષે પણ તમને જણાવીશું. તો જાણો કૌરવો અને પાંડવો સિવાય આ યુદ્ધ માટે કોણ કોણ અન્ય લોકો પણ હતા જવાબદાર. જુઓ આ ફોટોસ્લાઇડર...

શાંતનુ અને સત્યવતી

શાંતનુ અને સત્યવતી

કૌરવો અને પાંડવોના જન્મ પહેલા શાંતનુની વાસના અને સત્યવતીની લાલચે અને મહત્વકાંક્ષાએ દેવવૃત ભીષ્મને સિંહાસનથી દૂર રાખ્યું. જો ભીષ્મ સિંહાસન પર બેસ્યા હોત તો આ યુદ્ધનો કદાચ વારો જ ના આવત.

ભીષ્મ

ભીષ્મ

ભીષ્મએ પ્રણ લીધા હતા કે તે હંમેશા હસ્તિનાપુરના સિંહાસનની સેવા કરશે. તેણે તેના ભાઇઓના બાળકોને પ્રેમ આપ્યો. ગાંધારીને અંધાળા ધૃતરાષ્ટ્ર જોડે વિવાહ કરવા વિવશ કરી. જેના કારણે તેના ભાઇ શકુનીના મનમાં દ્વેષભાવ ઉત્પન્ન થયો. અને જેના કારણે જ તેણે દુર્યોધનને પણ ભડકાવ્યો અને ચોપાટનો ખેલ રચી દ્વૌપદીને બેઆબરૂ કરી.

ધૃતરાષ્ટ્ર અને ગાંધારી

ધૃતરાષ્ટ્ર અને ગાંધારી

ધૃતરાષ્ટ્ર માત્ર આંખોથી અંધ નહતો તે પોતાના પુત્રોના પ્રેમમાં પણ અંધ હતો. તેણે પોતાના પુત્રોના અત્યારચારને ના દેખ્યા. વળી ગાંધારી પણ શકુનિને કદી તેના પુત્રોને બગાડવા માટે ખોટા માર્ગે દોરવા માટે નહતો રોક્યો.

યુધિષ્ઠિર

યુધિષ્ઠિર

ધર્મરાજ હોવાના કારણે હંમેશા સત્યનો પક્ષ લેનાર યુધિષ્ઠિર માટે તેના આ વાત જ તેની મજબૂરી બની ગઇ. તે ચોપાઇની રમત રમવાની ના પણ પાડી શક્યો હોત. તે દ્વૌપદીના દાવ પર લગાવવાની ના પણ પાડી શક્યો હોત. પણ તેમણે આમ ના કર્યું.

દ્રૌપદી

દ્રૌપદી

માનવામાં આવે છે કે દ્રૌપદી જ મહાભારતના યુદ્ધ માટે કારણભૂત મનાય છે. પણ ઇંદ્રપ્રસ્થમાં તેણે દૂર્યોધનનો જે ઉપહાસ ઉડાવ્યો હતો. તેના અંધ પિતા વિષે જે ટિપ્પણી કરી હતી તે પણ અયોગ્ય જ હતી. અને આ માટે દુર્યોધન તેને પાઠ ભણાવવા ઇચ્છતો હતો.

શકુનિ

શકુનિ

કૃષ્ણ પછી જે વ્યક્તિ મહાભારતમાં સૌથી વધુ પ્રભાવિત કરે છે તે છે શકુનિ. શકુનિ ભીષ્મ દ્વારા તેની પ્રિય બહેન ગાંધીરીને એક અંધ જોડા લગ્ન કરવા માટે મજબૂર કરવા માટે હસ્તિનાપુરથી બદલો લેવા ઇચ્છતો હતો.

કર્ણ

કર્ણ

કર્ણ દુર્યોધનનો સારો મિત્ર હતો. તે એક ધર્મી પુરુષ હતો. પણ તેને તેના મિત્ર દુર્યોધનને કદી પણ અનૈતિક કામો કરતા રોક્યો નહીં. તેને પણ આ યુદ્ધ દ્વારા જીત મેળવીને પ્રસિદ્ઘ હાસંલ કરવી હતી.

English summary
People Responsible For The War Of Kurukshetra There is no correct answer to the question who was the reason behind Mahabharata. History or not, the War of Kurukshetra was one of the most horrific battles that we know of.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X