પોલર વર્ટેક્સે મચાવ્યો કહેર, પાઇપમાં જ જામી ગયું પાણી

Posted By:
Subscribe to Oneindia News

શીકાગો, 9 જાન્યુઆરી: આર્કટિક ક્ષેત્રથી આવનારા ઠંડા પવનોના પગલે અમેરિકામાં ઠંડી એટલી વધી ગઇ છે કે પૃથ્વીની તુલના મંગળ ગ્રહ સાથે કરવામાં આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં કેટલાંક દિવસોમાં જે રીતે ઠંડીમાં વધારો થયો છે તે મંગળ ગ્રહ કરતા પણ વધારે નોંધવામાં આવી છે. અમેરિકામાં ઠંડીથી 21 લોકોના મોત થયાના સમાચાર છે.

અમેરિકામાં કડક ઠંડીએ વર્ષોના રેકોર્ડ તોડી પાડ્યા છે. મોનટાનામાં તાપમાન માઇનસ 52 ડિગ્રી સેલ્સિયશ સુધી પહોંચી ગયું છે. જ્યારે માઇનસ 40થી 50 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેનું તાપમાન ઇન્ડિયાના, લોવા, મિશિગન, મિનીસોટા, નોર્થ ડકોટા, ઓહિયો, વર્ઝિનિયા અને અન્ય સ્થાનો પર રહ્યું. મિનિસોટાના બ્રિમસનમાં તાપમાન શૂન્યથી 40 ડિગ્રી સેલ્સિયસ નીચે પહોંચી ગયું, જે આક્રટિકની ખાડીમાં સ્થિત કેનેડાના લઘુત્તમ તાપમાન શૂન્યથી 35 ડિગ્રી સેલ્સિયસ નીચેથી પણ ઓછું છે. બ્રાઉનવિલે, ટેક્સાસ અને મધ્ય ફ્લોરિડામાં આવનારા દિવસોમાં વધુ ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે મધ્ય તથા ઉત્તરી અમેરિકામાં તાપમાન શૂન્યથી 51 ડિગ્રી નીચે રેકોર્ડ કરાયું છે. અધિકારીક સૂચના અનુસાર ઇલિનિયોસમાં 7 અને ઇન્ડિયાનામાં 6 લોકોના ઠંડીના કારણે મોત થયા છે.

 

તમામ સ્કૂલ અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાન બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં છેલ્લા બે દાયકાઓનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યૂ ક્યુમોએ આને આપાતની સ્થિતિ જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે ભારે ઠંડીના કારણે પશ્ચિમી ન્યૂયોર્કના કેટલાંક ભાગોને બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીક સૂત્રો અનુસાર ખરાબ હવામાનના કારણે અત્યાર સુધી ચાર હજાર 392 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે.

પોલર વર્ટેક્સનો કહેર:
અમેરિકામાં આ સમયે પોલર વર્ટેક્સનો કહેર જારી છે, આખા અમેરિકન દેશોમાં 50 રાજ્યોનું તાપમાન એટલું નીચે ચાલ્યું ગયું છે કે ઘરોમાં રાખેલું પાણી પણ થીજીને બરફ થવા લાગ્યું છે. એ વાતથી અંદાજો લગાવી શકો છો કે એન્ટાર્કટિકા અને મંગળ ગ્રહથી પણ નીચે અમેરિકાનું તાપમાન આવી ગયું છે. ઠંડા પવનોના કારણે દિવસે દિવસે તાપમાન વધુ નીચે જઇ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે આવું બની રહ્યું છે.

ઠંડીના કારણે અત્રેના ઘણા વીજળી પાવર પ્લાન્ટ બંધ કરવાની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસોમાં 11,000થી પણ વધારે વિમાનોની ઉડાન રદ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ એવી છે કે આર્કટિકમાં રહેનારા પોલર બિયર પણ ઠંડીમાં ઠરી રહ્યા છે. નીચે આપવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં આપ ખુદ જોઇ શકો છો કે અમેરિકામાં પોલર વર્ટેક્સના કારણે લોકોની શું હાલત થઇ રહી છે.

કમોડમાં પણ જામી ગયું પાણી
  

કમોડમાં પણ જામી ગયું પાણી

અમેરિકામાં આ કાતીલ ઠંડીનો અંદાજો આ ફોટાને જોઇને લગાવી શકો છો કે લોકોના કમોડનું પણ પાણી સંપૂર્ણ રીતે થીજીને બરફ બની ગયું છે.

પોલર વર્ટેક્સનો હવાઇ નજારો
  

પોલર વર્ટેક્સનો હવાઇ નજારો

પોલર વર્ટેક્સના કારણે છેલ્લા કેટલાય દિવસોમાં 11000થી પણ વધારે વિમાનની ઉડાનો રદ કરવામાં આવી છે.

કારના હેન્ડલમાં પણ બરફ
  

કારના હેન્ડલમાં પણ બરફ

લોકોને આવી ઠંડીમાં સાવચેતી પૂર્વક કાર ડ્રાઇવ કરવાની સલાહ આપવામાં આવી રહી છે કારણ કે જામી ગયેલા બરફમાં આપની કાર સ્લીપ ના થઇ જાય. કારના હેન્ડલમાં પણ બરફ જામી ગયા છે.

સ્વિમિંગ પૂલનું પાણી પણ જામી ગયું
  
 

સ્વિમિંગ પૂલનું પાણી પણ જામી ગયું

લોકોના ઘરોમાં બનેલા સ્વિમિંગ પૂલમાં કડક બરફ જામી ગઇ છે, તસવીરમાં આપ જોઇ શકો છો સ્વિમિંગ પૂલનો હાલ.

ઝરણું પણ જામી ગયું
  

ઝરણું પણ જામી ગયું

પોલર વર્ટેક્સના કારણે નાના મોટા ઝરણા પણ પોતાના સ્થાને જામી ગયા છે.

ઘરોની બહાર નિકળવું બન્યું દુશ્વાર
  

ઘરોની બહાર નિકળવું બન્યું દુશ્વાર

લોકોના ઘરોની બહાર પાણીના રેલા પણ બરફ બની ગયા છે. આના કારણે ઘરની બારીઓના કાચ પણ ચટકવા લાગ્યા છે.

શ્વાનને પહેરાવવા પડ્યા કપડા
  

શ્વાનને પહેરાવવા પડ્યા કપડા

અમેરિકામાં લોકોએ પોતાના પાલતુ જાનવરોને ઠંડીથી બચાવવા માટે ગરમ કપડા પહેરાવવા પડ્યા હતા.

પેટ્રોલ અને ડીઝલ પણ જામી શકે છે
  

પેટ્રોલ અને ડીઝલ પણ જામી શકે છે

જો ઠંડીની અસર આવી રીતે જ ચાલુ રહી તો પેટ્રોલ અને ડીઝલ પણ જામી જવાની નોબત આવી શકે છે. જોકે પેટ્રોલ માઇનસ 60 ડિગ્રી સેલ્સિયસ અને ડીઝલ માયનસ 10 ડિગ્રી સેલ્સિયસ પર જામી શકે છે.

પોલર વર્ટેક્સની અસર જુઓ વીડિયોમાં

પોલર વર્ટેક્સની અસર જુઓ વીડિયોમાં

English summary
Photo feature: see polar vortex effect in America.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.