• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

50 વર્ષની ઉંમરે સેક્સ કરવું કેટલું યોગ્ય? જાણો આ જરૂરી વાતો

By Staff
|

આજે પણ આપણા સમાજમાં સેક્સ એક એવો વિષય બનેલો છે, જેના પર લોકો ખુલ્લીને વાત કરતાં ખચકાય છે. બહુ ઓછા પરિવારમાં એવું જોવા મળે છે જ્યાં ઘરના સભ્યો એકબીજા જોડે સેક્સ પર ચર્ચા કરતા હોય. જેમ બાળકોના મનમાં સેક્સને લઈ કેટલાય સવાલો હોય છે. તેમ જ પરિવારના મોટા સભ્યો પણ પરસ્પર વાતચીત કે ડૉક્ટરની સલાહ લેવાને બદલે પોતાના સવાલોના જવાબ તલાશવા જ્યાં ત્યાં ફાંફાં મારતા હોય છે. સેક્સ કરવા માટે યોગ્ય ઉંમર શું છે? કઈ ઉંમરે પહેલું સેક્સ કરવું જોઈએ? શું 50 વર્ષની ઉંમરે સેક્સ કરવું યોગ્ય છે? જો તમે પણ આ સવાલોના જ જવાબ તલાશી રહ્યા હોય તો આવો અમે તમને આ સવાલોના જવાબ આપશું. અને જો અન્ય કોઈ સવાલ તમારા મગજમાં હોય તો અમને કોમેન્ટમાં પૂછો તમને આગલા આર્ટિકલમાં તમારા સવાલનો જવાબ આપવા પ્રયત્ન કરશું.

સેક્સ કરવાની યોગ્ય ઉંમર

સેક્સ કરવાની યોગ્ય ઉંમર

ડૉક્ટર મુજબ કોશિરાવસ્થા એટલે કે 18 વર્ષથી નાની ઉંમરે સેક્સ કરવું યોગ્ય નથી. આ ઉંમરમાં તમારું શરીર પહેલા સેક્સ માટે તૈયાર નથી રહેતું. આ ઉંમરમાં સેક્સ કરનાર ટીનેજર્સમાં સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ફંક્શન થવાનો ખતરો બહુ વધી જાય છે. આ સંક્રમણને પગલે જ અનેક પ્રકારની બીમારીઓ જન્મ લે છે જે આપણા માટે ઘણી નુકસાનકારક હોય છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ ધોરણ 7થી લઈ 12 સુધી સેક્સ કરનાર કિશો-કિશોરીઓ એસટીઆઈ (Sexually transmitted disease)થી પ્રભાવિત થયા છે. ભારતમાં ભલે લગ્ન માટે છોકરીની ઉંમર 18 અને છોકરાની 21 વર્ષ નક્કી કરવામાં આવી છે. પરંતુ રિસર્ચ મુજબ 23 વર્ષની ઉંમરમાં સેક્સ કરવું યોગ્ય હોય છે. જો કે અગાઉ સેક્સ કરવાની સાચી ઉંમર 24-25 વર્ષ જણાવવામાં આવી હતી પરંતુ હવે તેને ઘટાડી 23 વર્ષ કરી દેવામાં આવી છે. બધી જ જાણકારી હોવા છતાં પણ એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

તકલીફનું કારણ આ છે

તકલીફનું કારણ આ છે

ઘણા લોકો પોતાની સેક્સ લાઈફ અને જીવનમાં સેક્સની કમીને લઈ ઘણા પરેશાન રહે છે પરંતુ પોતાની અસંતુષ્ટિ માટે જે પગલાં ઉઠાવવા જોઈએ તે પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રાખે છે. ડૉક્ટરની સલાહ લેવાને બદલે આ લોકો પોતાનો જવાબ શોધવા માટે જ્યાં ત્યાં ફાંફાં મારતા હોય ચે. એવામાં કેટલીકવાર ઓનલાઈન પોર્નના ચક્કરમાં પણ ફસાઈ જાય છે. હકીકત એ છે કે મોટાભાગના લોકો પોતાની ઉંમરને લઈને પણ ચિંતિત રહે છે. એવામાં તેઓને કોઈપણ પ્રકારની સમસ્યા ના હોવા છતાં સેક્સૉલૉજિસ્ટ પાસે જતા હોય છે.

40-50 વર્ષની ઉંમરે સેક્સ કરવું યોગ્ય કે નહિ

40-50 વર્ષની ઉંમરે સેક્સ કરવું યોગ્ય કે નહિ

40 કે 50 વર્ષની ઉંમર આવતા આવતા લોકોના મનમાં સેક્સને લઈ કેટલાય સવાલો ઉઠવા લાગે છે. મોટાભાગના લોકો આ ઉંમરમાં સરખી રીતે સેક્સ પણ નથી કરી શકતા. બેડરૂમમાં પરફોર્મ ના કરી શકવાને કારણે શર્મિંદગી મહેસૂસ થવા લાગે છે. તેઓ આને સેક્સ સાથે જોડાયેલ સમસ્યા માની બેસે છે. જ્યારે સેક્સ ના કરી શકવાની પાછળનું કારણ કંઈક બીજું જ હોય છે. ઉલ્લેખનીય છે કે આ ઉંમરમાં મોટાભાગના લોકો ડાયાબીટીજ, હાઈપરટેંશન અને વજન વધારાના શિકાર બની ચૂક્યા હોય છે અને આના પર ધ્યાન પણ નથી આપતા હોતા. આ કારણે જ સેક્સ માટે તેમનું બોડી તૈયાર નથી થતું. જેનો મતલબ એવો બિલકુલ નથી કે તમને કોઈ સેક્સ્યુઅલ બીમારી હોય. આંકડાઓ મુજબ 40 વર્ષથી ઉમરના 50 ટકા પુરુષો ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યાથી પીડિત રહે ચે. એવામાં જ્યારે તેઓ પરફોર્મ નથી કરી શકતા તો તેઓ ખુદનામાં કમજોરી માની લે છે. એટલું જ નહિ તેમનો પાર્ટનર તેમના વિશે શું વિચારશે આ કારણે પણ તેઓ સેક્સ કરવામાં સંકોચ રાખતા હોય ચે. જ્યારે હકીકત એ છે કે કોઈપણ વ્યક્તિ 90 વર્ષની ઉંમર સુધી સેક્સ કરી શકે છે. પુરુષોએ આ સમજવું પડશે કે પ્રીમચ્યોર ઈજૈક્યુલેશન કોઈ બીમારી નથી, બલકે તમારો વ્યવહાર એક સમસ્યા છે જેને આસાનીથી ઉકેલી શકાય છે.

ઈંટિમસીની જરૂરત

ઈંટિમસીની જરૂરત

મોટાભાગના કપલમાં ઈંટિમેસીની કમી જોવા મળે છે. આ મામલે મોટાભાગની ફરિયાદો 30થી 40 વર્ષની ઉંમરના કપલમાં હોય છે. તેમની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેઓ પોતાની સેક્સ લાઈફને લઈ દોસ્તો કે પછી મેગેઝીનમાં જે વાંચે છે તેવા લોકો સાથે કમ્પેર કરવા લાગે છે. આ હિસાબે તમારા સેક્સ્યુઅલ રિલેશનશિપનું કારણ શું છે તેના કારણો સૌથી પહેલા તલાશો. જો હેલ્થ સાથે જોડાયેલ મુદ્દા હોય તો તેનો મેડિકલ ઉકેલ કાઢો અને જો રિલેશનશિપથી જોડાયેલ મુદ્દો હોય તો કાઉંસલિંગ દ્વારા.

મેરિડ લાઈફમાં ઘટી રહ્યો છે સેક્સનો ગ્રાફ, તો આ રીતે પાછો લાવો રોમાંચ

English summary
Physical relationship at age of 50 is advisable or not
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more