For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન પ્રવાસ દરમિયાન આ 5 વાતોનું ચોક્કસ ધ્યાન રાખે PM મોદી!

|
Google Oneindia Gujarati News

શિયાન, 14 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ત્રણ દિવસની ચીન યાત્રા પર છે. પરંતુ વડાપ્રધાને પોતાના ચીન પ્રવાસ દરમિયાન કેટલાક પરિવર્તનો કરવાની ખૂબ જ જરૂરી છે.

ગઇ વખતે જ્યારે ચીની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ ભારત પ્રવાસ પર આવ્યા હતા તો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને તેમને ગાંધીજીના પારંપરિક ચરખો આપ્યો હતો અને તેમના માટે ઝૂલાનું પણ આયોજન કર્યું હતું. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ચીનના રાષ્ટ્રપતિ સારુ સ્વાગત આપવાની કોશિશ કરશે.

પરંતુ આ બધાની વચ્ચે વડાપ્રધાનને ચીની સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાઓને સમજવાની પણ આવશ્યકતા છે. ચીનમાં ઘણી એવી પરંપરાઓ છે જેને ચીનની પરંપરા અનુસાર કરવું જોઇએ.

આવો જોઇએ એવી કઇ બાબતો છે જેને વડાપ્રધાને ધ્યાનમાં લેવી જોઇએ...

1. ગળે મળવું

1. ગળે મળવું

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા ભારત પ્રવાસ દરમિયાન વડાપ્રધાને તેમને ઘણી વાર ગળે લગાવ્યા હતા. પરંતુ ચીનના લોકો ગળે લાગવામાં અસહજતા અનુભવે છે. એટલું જ નહીં અજાણ્યા લોકો સાથે હાથ મિલાવવામાં પણ તેઓ અસ્વાભાવિક છે.

2. જમતી વખતે આ બાબતોનું રાખવું ધ્યાન

2. જમતી વખતે આ બાબતોનું રાખવું ધ્યાન

ચીનમાં જમવાના ટેબલ પર પણ બાકી દેશોની તુલનામાં અલગ સંસ્કૃતિને અપનાવવામાં આવે છે. અત્રે જમવા માટે ચોપસ્ટિક એટલે કે બે નાની લાકડીઓનો ઉપયોગ થાય છે. ચોપસ્ટિકને પાત્રમાં સીધી રીતે નાખવી ના જોઇએ આવુ કરવાથી કોઇના અંતિમ સંસ્કાર તરફ ઇશારો કરે છે. જ્યારે ચોપસ્ટિક પડી જતા તેને અશુભ માનવામાં આવે છે.

3. જમવાના વાસણને સંપૂર્ણ ખાલી ના કરવું

3. જમવાના વાસણને સંપૂર્ણ ખાલી ના કરવું

જમવાના વાસણને સંપૂર્ણ ખાલી ના કરવું જોઇએ આવું કરવા પર તેને અપમાનજનક માનવામાં આવે છે. જમવાની પ્લેટમાં થોડું ભોજન બાકી રાખવું જોઇએ, જેનાથી મેજબાનને સન્માનની અનુભૂતિ થાય છે.

4. ભેટ-સોગાદોને ખોલતા પહેલા વિચારો

4. ભેટ-સોગાદોને ખોલતા પહેલા વિચારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિદેશી મહેમાનોને યાદગાર ભેટ આપવામાં માને છે. ભલે તે પાકિસ્તાનના વડાપ્રધાનને શૉલ હોય કે પછી સુંદર ઐતિહાસિક દસ્તાવેજ. ચીનીની પરંપરા અનુસાર નાના પારંપરિક ગિફ્ટને આપવાને સારુ માનવામાં આવે છે. પરંતુ આ ભેટને બંને હાથોથી આપવાને ભદ્ર અને સન્માનજનક માનવામાં આવે છે. જોકે ભેટ સ્વીકારીને તેને ભેટકર્તાની સામે જોવી ના જોઇએ.

5. શારિરીક ભાવ ભંગિમા

5. શારિરીક ભાવ ભંગિમા

ચીનમાં સાધારણ ભાવ ભંગિમાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાથના બંને અંગૂઠાઓથી કાનને ઉપર ઉઠાવવાને સારા સંકેત તરીકે માનવામાં આવે છે. જ્યારે કાની આંગળીથી ઇશારો કરવાને અશુભ માનવામાં આવે છે. માથાને હકારમાં હલાવવાનો ચીનમાં અર્થ સ્વીકૃતિ નથી થતી. જેનો મોદી અને તેમના દળને મીડિયા સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખવું જોઇએ.

English summary
Prime minister Narendra Modi needs to avoid certain tradition on his China tour which may reflect negative impression on the hosts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X