For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ પોતાના કાર્ટૂન વીડિયોને ટ્વિટ કરી કહ્યું- Enjoy!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના અનોખા અંદાજ માટે જાણીતા છે. મોદી પોતાના અનોખા પહેરવેશ, પોતાની છટા, તેમજ તેમના અનોખા સંવાદોથી પણ તેઓ હંમેશા મીડિયામાં છવાઇ જાય છે. તેમની એક ટ્વિટ પણ આજે મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝ બની જાય છે. ગઇ કાલે વડાપ્રધાને કંઇક આવી જ અનોખી ટ્વિટ કરી, અને સૌને ચોંકાવી દીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પોતાના કાર્ટૂન વીડિયોને ટ્વિટ કર્યું.

modi
અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મોદીના આ અભિયાનમાં જે પણ જોડાય છે વડાપ્રધાન તેની સરાહના ચોક્કસપણે કરે છે. આવી જ રીતે વડાપ્રધાનના સભાઇ અભિયાનને વાચા આપતો એક કાર્ટૂન વીડિયો ન્યૂઝ ચેનલ આજતક દ્વારા બનાવીને પોતાની ચેનલ પર પબ્લીશ કરવામાં આવ્યો. વડાપ્રધાને આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ થકી ટ્વિટ કર્યું અને લખ્યું કે 'એન્જોય..'

સો સોરીના આ વીડિયોમાં વડાપ્રધાન મોદીને હાથમાં ઝાડુ લઇને સફાઇ કરતા દર્શાવવામાં આવ્યા છે, અને તેઓ 'મેરા નામ જોકર' ફિલ્મના ગીત 'એ ભાઇ જરા દેખ કે ચલો'ની પેરેડી કરીને 'એ ભાઇ જરા સફાઇ તો રખો..' શબ્દો પર નાચતા બતાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલ ટ્વિટ અહીં આપવામાં આવેલ છે... જુઓ વીડિયો...

English summary
PM Narendra Modi tweeted his Cartoon video, and say Enjoy!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X