જંગલી પ્રાણીને પકડવા માટે લગાવ્યો હતો કેમેરો, પણ કેમેરા દેખાયું આ
કેન્સાસમાં થતા વારંવાર હિંસક હુમલાને જોતા જ્યારે કેમેરો લગાવવામાં આવ્યો તો કેમરામાં જોવા મળ્યું કંઇક ફની..
કેન્સાસની પહાડી વિસ્તારમાં હિંસક જાનવરોનો આતંક વધતા લોકોએ ફરિયાદ કરી હતી. જેના પગલે પોલિસ કેટલાક વિસ્તારમાં કેમેરા લગાવ્યા હતા. જેના કારણે જાણી શકાય કે કયું પ્રાણી આવા હુમલા કરી રહ્યું છે.
લોકોને આશા હતી કે કોઇ દિપડો કે જંગલી વરુની તસવીરો આ કેમેરામાં કેદ થશે. જે બાદ સરળતાથી તેને પકડી શકાશે.જે વિચારીને પોલીસે પણ કેટલાક વિસ્તારોમાં કેમરા લગાવ્યા હતા.
પણ જ્યારે 2 દિવસ પછી કેમેરાને લઇને જ્યારે જંગલી પ્રાણી શોધવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની સામે કંઇક તેવું આવ્યું જેને જોઇને તે હસી હસીને લોટ પોટ થઇ ગયા.
ગાર્ડનર પોલિસને આ કેમેરામાં કોઇ જંગલી જાનવર નહીં પણ નકલી ગોરિલ્લા જોવા મળ્યો. તે બાદ તેમણે પોતાની આ તસવીરો ફેસબુક પર પણ અપલોડ કરી છે.
જો કે પોલિસનું કહેવું છે કે અહીં શરારતી તત્વોએ ઉદ્ધમ મચાવ્યું છે. જો કે પોલિસે આ ફોટો એટલા માટે સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા છે કે તેને જોઇને કોઇ રીતે તેમની ઓળખ થઇ શકે. જો કે હાલ તો લોકો આ તસવીરો જોઇને હસી હસીને લોટ પોટ થઇ રહ્યા છે.