• search

એક સમયે મૈક્ડોનલ્ડમાં પોતું લગાવતાં હતાં સ્મૃતિ ઇરાની

By Kumar Dushyant

પહેલાં ટીવીની લોકપ્રિય વહુ અને અત્યારે રાજકારણની એક લોકપ્રિય નેતા તરીકે સામે આવેલી સ્મૃતિ મલ્હોત્રા ઇરાની અમેઠીમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ પચી એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરશે. વર્ષ 2003માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થનાર સ્મૃતિ ઇરાનીએ એકદમ ઓછા સમયમાં જ પાર્ટીમાં પોતાની સ્થિતી મજબૂત કરી લીધી છે. આજે સ્મૃતિ ઇરાની ભાજપના ઉપાધ્યક્ષ તરીકે ન્યુઝ ચેનલો અને મીડિયામાં પાર્ટીનો મત દરેક મુદ્દે રાખતા જોવા મળે છે. પાર્ટીનો સ્મૃતિ ઇરાની પર વિશ્વાસ છે કે તેમને ગાંધી પરિવારના ગઢ અમેઠીથી રાહુલ ગાંધી વિરૂદ્ધ લોકસભાની ટિકીટ આપવામાં આવી છે. સ્મૃતિ ઇરાની બીજીવાર લોકસભાની ચૂંટણી લડવા જઇ રહી છે અને આ પહેલાં ભાજપે તેમને વર્ષ 2014માં જુની દિલ્હીના ચાંદની ચોકમાંથી ટિકીટ આપી હતી. તે કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલ વિરૂદ્ધ ચૂંટણી લડી હતી. સ્મૃતિ ઇરાની ભલે ચૂંટણી હારી ગઇ હોય પરંતુ તેમની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી ગઇ.

અંગત જીવન

સ્મૃતિ ઇરાની દિલ્હીની એક પંજાબી લોઅર મીડલ ક્લાસ પરિવારમાંથી આવે છે અને તેમના પિતા એક નાની કુરિયર કંપની ચલાવે છે. તેમની માતા બંગાળી છે તો તેમના પિતા એક પંજાબી છે. 37 વર્ષીય સ્મૃતિ 90માં મુંબઇ આવી અને અહીંયા તેમને કામ શોધવાનું શરૂ કરી દિધું. ત્રણ બહેનોમાં સૌથી મોટી સ્મૃતિ ઇરાનીએ વર્ષ 1997માં મિસ ઇન્ડિયા સ્પર્ધાની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી. ત્યારબાદ પણ સંઘર્ષોનો દોર ખતમ થયો નહી.

કદાચ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે જેને તુલસી તરીકે સ્મૃતિ ઇરાની આજે ઘર-ઘરમાં ઓળખવામાં આવે છે. એક સમયે તેને આ રોલના ઓડિશનમાં જ રિજેક્ટ કરવામાં આવી હતી. પરંતુ તેમછતાં પછી 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'માં તેમણે તુલસીનો રોજ ભજવ્યો. બે બાળકોની માતા સ્મૃતિ ઇરાનીને પોતાના બાળપણના મિત્રો અને ઉંમરમાં 10 વર્ષ મોટા જુબિન ઇરાની સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા અને આજે તે બે બાળકો જૌહર અને જોઇશને માતા છે. જુબિનના સ્મૃતિ ઇરાની સાથે આ બીજા લગ્ન છે જુબિનના પ્રથમ લગ્નથી થયેલી પુત્રી શૈનેલની જવાબદારી પણ સંભાળે છે.

રાજકીય જીવન

સ્મૃતિ ઇરાનીનું રાજકીય જીવન વર્ષ 2003માં શરૂ થયું જ્યારે તેમણે ભાજપમાં એન્ટ્રી મારી. વર્ષ 2004માં સ્મૃતિને મહારાષ્ટ્ર ભાજપ યૂથ વિંગના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી 24 જૂન 2014ના રોજ તે ભાજપની અખિલ ભારતીય મહિલા મોરચાની અધ્યક્ષ ચૂંટવામાં આવી. એક સાંસદ તરીકે સ્મૃતિ ઇરાનીનો કાર્યકાળ વર્ષ 2011માં શરૂ થયો જ્યારે તેમને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ ચૂંટવામાં આવ્યા. સ્મૃતિ ઇરાનીને મહિલા સશક્તિકરણ અને તેમના અધિકારીના અવાજ મજબૂતક કરનાર નેતા તરીકે પસંદ કરવામાં આવે છે. તેમના વિરોધીઓ તેમને નરેન્દ્ર મોદીના ખેમાના ગણાવે છે. સ્મૃતિ ઇરાની પોતાને નરેન્દ્ર મોદીના એક મોટા સમર્થક ગણાવે છે અને માને છે કે લોકોઅ નરેન્દ્ર મોદીની નકારાત્મક ઇમેજને મજબૂત કરવાના હેતૂથી એક પક્ષ વિશે વાત કરે છે. સ્મૃતિ ઇરાનીના અનુસાર લોકો એ જાણતા નથી કે નરેન્દ્ર મોદી કેટલા પ્રોફેશનલ છે અને કેટલું ઝડપી પોતાનું કામ પુરૂ કરવાની ચાહત ધરાવે છે.

જ્યારે સંજય નિરૂપમ વિરૂદ્ધ દાખલ કર્યો કેસ

સ્મૃતિ ઇરાનીનું નામ એક વિવાદમાં તે સમયે પહેલીવાર આવ્યું જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે તેમના વિરૂદ્ધ એક ન્યુઝ ચેનલ પર અભદ્ર ટિપ્પણી કરી. વર્ષ 2012માં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તો એક ન્યુઝ ચેનલ પર ચર્ચા દરમિયાન સંજય નિરૂપમે સ્મૃતિ ઇરાની માટે જે શબ્દ પ્રયોગ કર્ય, તેના લીધે સંજય નિરૂપમ વિરૂદ્ધ સ્મૃતિ ઇરાનીએ કેસ દાખલ કરાવ્યો. સંજય નિરૂપમે એક પ્રશ્નન જવાબમાં કહ્યું હતું કે 'થોડા દિવસો પહેલાં ટીવી પર નાચનાર એક કલાકાર આજે ચૂંટણી વિશ્લેષક બની ગઇ છે.'

એક સમયે ભૂખ્યાં રહેવા માટે મજબૂર હતી

એક સમયે ભૂખ્યાં રહેવા માટે મજબૂર હતી

દિલ્હીના બંગાળી-પંજાબી પરિવારની લાડલી સ્મૃતિ ઇરાનીને ભલે તમે બધા લોકો ટીવીની વહૂ અને મોડલ તરીકે જાણતા હોવ પરંતુ એકસમયે પોતાના પરિવારની મદદ કરવા માટે ભૂખ્યાં ઉંધવા માટે મજબૂર થવું પડતું હતું.

જ્યોતિષીને ફેંક્યો હતો પડકાર

જ્યોતિષીને ફેંક્યો હતો પડકાર

એકવાર સ્મૃતિ ઇરાનીના માતા-પિતાએ પોતાની પુત્રીઓના ભવિષ્ય અંગે જાણવા માટે ઘરે એક પંડિતને બોલાવ્યા. પંડિતે જેવું જ કહ્યું કે મોટી છોકરીનું કંઇ નહી થાય તો સ્મૃતિ ઇરાનીએ પડકાર ફેંકતાં કહ્યું હતું કે આજેથી 10 વર્ષ બાદ તમે મને મળજો.

માતા-પિતાને વિશ્વાસ ન હતો

માતા-પિતાને વિશ્વાસ ન હતો

સ્મૃતિ ઇરાનીના માતા-પિતાને પણ વિશ્વાસ ન હતો કે સ્મૃતિ ઇરાની માટે કયું કેરિયર સારું રહશે અને તેમણે ક્યારેય પણ આ અંગે સ્મૃતિ ઇરાની સાથે વાત કરી ન હતી. આ સ્થિતીમાં સ્મૃતિએ પોતાની બેગ પેક કરી અને મુંબઇ આવી ગઇ.

મૈક્ડોનલ્ડમાં લગાવતા હતા પોતું

મૈક્ડોનલ્ડમાં લગાવતા હતા પોતું

સ્મૃતિ ઇરાનીનું માનીએ તો તેમને મોટી આશાઓ સાથે મુંબઇ તરફ પ્રસ્થાન કર્યું હતું અહીં આવીને હકિકત ખબર પડી અને કામ મળવામાં મુશ્કેલી આવી. આવી સ્થિતીમાં સ્મૃતિએ મુંબઇના બાંદ્રા સ્થિત મૈક્ડોનલ્ડમાં હેલ્પિંગ સ્ટોક તરીકે કામ કર્યું. અહીંયા સ્મૃતિ ઇરાનીને પોતા સુધી લગાવવું પડતું હતું.

એકસમયે જર્નલિસ્ટ બનવાની ઇચ્છા હતી

એકસમયે જર્નલિસ્ટ બનવાની ઇચ્છા હતી

સ્મૃતિ ઇરાનીના માતા-પિતા ઇચ્છતા હતા કે તે એક સિવિલ સર્વન્ટ બને પરંતુ સ્મૃતિ ઇરાની જર્નલિસ્ટ બનવા માંગતી હતી. પરંતુ જ્યારે એક ઇન્ટરવ્યુંમાં સ્મૃતિને રિજેક્ટ કરે દિધી તો તેમણે તેમનો વિચાર મગજમાંથી કાઢી નાખ્યો.

ફ્રી ગ્રૂમિંગ મિસ ઇન્ડિયામાં એન્ટ્રી

ફ્રી ગ્રૂમિંગ મિસ ઇન્ડિયામાં એન્ટ્રી

વર્ષ 1997માં જ્યારે સ્મૃતિ ઇરાનીએ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો તો તે તેના માટે તૈયાર ન હતી. સ્મૃતિ ઇરાનીનું માનીએ તો તેમને લાગ્યું કે ભલે તે તેમાં જીતે કે નહી તેનાથી કોઇ ફરક પડતો નથી પરંતુ તેમને ફ્રીમાં મેકઅપ અને ગ્રૂમિંગ તો મળી જશે.

ભાષાઓની સારી જાણકાર

ભાષાઓની સારી જાણકાર

સ્મૃતિ ઇરાનીને હિન્દી, બંગાળી, ગુજરાતી, અને મરાઠી ભાષા આવડે છે. તે રેલીઓ અને ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો સાથે ઘણી ભાષાઓમાં સંબોધિત કરવા માટે જાણિતી છે.

English summary
You must know these things about BJP's Smriti Irani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more