• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્વ છે આ ગુજરાતી પર જેણે ગજવ્યું આખું બ્રાઝીલ!

By Gajendra
|

ગુજરાતના 2002ના રમખાણથી તો સૌ કોઇ પરિચિત હશે જ. આ રમખાણો સાથે ઊભરીને બહાર આવેલું રાજકીય નામ એટલે નરેન્દ્ર મોદી. ગોધરા અને અનુગોધરા પહેલા નરેન્દ્ર મોદીને કોઇ ખાસ ઓળતું ન્હોતું. ગુજરાતની આ ગોજારી ઘટના બાદ રાજકીય કાવાદાવા અને તીખી ટિપ્પણીઓનો ભોગ બનતા રહ્યા નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતની મુખ્યમંત્રીની ગાદી પર બિરાજમાન હતા. આ ઘટના બાદ ઘણી વખત વિરોધી પક્ષોએ તેમના રાજીનામાની માંગ પણ કરી, પરંતુ વિરોધી પક્ષ ના તો તેમનો વિરોધ કરીને કંઇ ઊખાડી શકી અને નહી ચૂંટણીમાં. સતત ત્રણ વખત નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇને આવ્યા. ત્રીજીવાર ચૂંટણી જીત્યાબાદ લોકોને તેમનામાં દેશના વડાપ્રધાન દેખાયા.

ગુજરાતીઓ બાદ આખા દેશના લોકોને તેમનામાં વડાપ્રધાન દેખાયા. મોદીની વધતી લોકપ્રિયતા અને લોકચાહનાને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા. મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતાની સાથે જ વિરોધીઓ એક જ સૂર આલાપ્યો. અને તે હતો ગોધરાકાંડ. કોંગ્રેસીઓએ તેમને ચાવાળાની ઉપમા આવી. જોકે તેઓ નાનપણમાં રેલવે સ્ટેશનમાં ચા વેચતા હતા તે વાસ્તવિકતા ખુદ મોદી એ પણ સ્વીકારી છે. એનડીએના ઘટકદળ જેડીયૂએ એવું કહીને ભાજપનો સાથ છોડી દીધો કે જે વ્યક્તિના હાથ ખૂનથી રંગાયેલા હોય તેને દેશ કેવી રીતે સ્વીકારશે. કોંગ્રેસના મણિશંકર અય્યરે તો વળી એવી ટિપ્પણી પણ કરી દીધી કે એક ચાવાળો દેશને શું ચલાવી શકવાનો છે.

લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના નામ પર ચોતરફથી પ્રહારો થયા હતા. પરંતુ એ જે પ્રહારો કરનારાઓ આજે કયા ગોદડામાં છૂપાઇ ગયા છે? એક ગુજરાતી તરીકે ગુજરાતીઓને એ વાતનો ચોક્કસ ગર્વ થાય જ પણ સાથે સાથે દેશના દરેક નાગરિકને પણ ગર્વ અનુભવે કે આપણા વડાપ્રધાન બ્રાઝીલમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા અને સૌના દિલ જીતવામાં પણ સફળ રહ્યા. જે લોકો એવું કહેતા હતા કે એક ચાવાળો શું દેશ ચલાવી શકવાનો છે તેમને પણ બ્રિક્સમાં મોદીનું સ્વાગત, મોદીનું ભાષણ, અને મોદી વિશે બ્રિક્સ દેશોના પ્રતિનિધિયોના મંતવ્યો સાંભળીને એવું ચોક્કસ થતું હશે કે અમે નરેન્દ્ર મોદીને પારખવામાં ખોટા પડ્યા.

ચીનના રાષ્ટ્રપતિને મળ્યા મોદી, ઉઠાવ્યો સરહદ વિવાદનો મુદ્દો

બ્રિક્સમાં મોદીનું સંબોધન, કહ્યું-'આતંકવાદને સાંખી નહીં લેવામાં આવે'

વડનગરના રેલવે સ્ટેશન પર એક સમયે ચા વેચનાર કાલનો છોકરો આજે દેશના વડાપ્રધાન તરીકે બ્રિક્સ દેશોને સંબોધે છે તે ગુજરાત અને દેશના ઇતિહાસમાં સૌથી મોટી ઘટના છે. રાજકીય કારકિર્દીને બાજુ પર રાખીને મોદીના માત્ર જીવન સંઘર્ષની વાત કરીએ તો આપણને ચોક્કસ તેમની આ સિદ્ધિ પર માન આવે અને ગુજરાતી તરીકે તેમની આ સિદ્ધિમાં સહભાગી થવાનું યશ લેવો જ રહ્યો.

મોદીએ બ્રિક્સ દેશોને સંબોધ્યા, ચીનના રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ દીલમા રૌસેફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૅકોબ ઝુમા સાથે ઊર્મિભરી દ્વિપક્ષીય બેઠક કરી. મોદીએ મીડિયાને કહ્યું કે રશિયા અમારો સૌથી સારો મિત્ર દેશ છે.

નરેન્દ્ર મોદીએ બ્રિક્સમાં શું કહ્યું, મોદી વિશે અન્ય દેશોના પ્રતિનિધિઓએ શું કહ્યું, અને તેમના બ્રાજીલ પ્રવાસની તસવીરો અને વીડિયો જુઓ સ્લાઇડરમાં...

ગુજરાતીઓને ગર્વ છે મોદી પર

ગુજરાતીઓને ગર્વ છે મોદી પર

લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના નામ પર ચોતરફથી પ્રહારો થયા હતા. પરંતુ એ જે પ્રહારો કરનારાઓ આજે કયા ગોદડામાં છૂપાઇ ગયા છે? એક ગુજરાતી તરીકે ગુજરાતીઓને એ વાતનો ચોક્કસ ગર્વ થાય જ પણ સાથે સાથે દેશના દરેક નાગરિકને પણ ગર્વ અનુભવે કે આપણા વડાપ્રધાન બ્રાઝીલમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા અને સૌના દિલ જીતવામાં પણ સફળ રહ્યા.

બ્રિક્સમાં મોદીનું સ્વાગત

બ્રિક્સમાં મોદીનું સ્વાગત

જે લોકો એવું કહેતા હતા કે એક ચાવાળો શું દેશ ચલાવી શકવાનો છે તેમને પણ બ્રિક્સમાં મોદીનું સ્વાગત, મોદીનું ભાષણ, અને મોદી વિશે બ્રિક્સ દેશોના પ્રતિનિધિયોના મંતવ્યો સાંભળીને એવું ચોક્કસ થતું હશે કે અમે નરેન્દ્ર મોદીને પારખવામાં ખોટા પડ્યા.

ઐતિહાસિક ઘટના

ઐતિહાસિક ઘટના

વડનગરના રેલવે સ્ટેશન પર એક સમયે ચા વેચનાર કાલનો છોકરો આજે દેશના વડાપ્રધાન તરીકે બ્રિક્સ દેશોને સંબોધે છે તે ગુજરાત અને દેશના ઇતિહાસમાં સૌથી મોટી ઘટના છે.

મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન

મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે નરેન્દ્ર મોદી

મોદી વિરોધીઓની બોલતી બંધ કરી

મોદી વિરોધીઓની બોલતી બંધ કરી

રાજકીય કારકિર્દીને બાજુ પર રાખીને મોદીના માત્ર જીવન સંઘર્ષની વાત કરીએ તો આપણને ચોક્કસ તેમની આ સિદ્ધિ પર માન આવે અને ગુજરાતી તરીકે તેમની આ સિદ્ધિમાં સહભાગી થવાનું યશ લેવો જ રહ્યો.

મોદીએ બ્રિક્સ દેશોને સંબોધ્યા

મોદીએ બ્રિક્સ દેશોને સંબોધ્યા

મોદીએ બ્રિક્સ દેશોને સંબોધ્યા, ચીનના રાષ્ટ્રપતિ શિ ઝિનપિંગ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ દીલમા રૌસેફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૅકોબ ઝુમા સાથે ઊર્મિભરી દ્વિપક્ષીય બેઠક કરી. મોદીએ મીડિયાને કહ્યું કે રશિયા અમારો સૌથી સારો મિત્ર દેશ છે.

ચાઇનાના રાષ્ટ્રપતિને મળ્યા મોદી

ચાઇનાના રાષ્ટ્રપતિને મળ્યા મોદી

ચાઇનાના રાષ્ટ્રપતિને મળ્યા મોદી

નરેન્દ્ર મોદી બ્રાઝીલના રાષ્ટ્રપતિ સાથે, વીડિયો

નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, જુઓ વીડિયો

વીડિયોમાં જુઓ મોદીનું બ્રિક્સમાં ભાષણ

વીડિયોમાં જુઓ મોદીનું બ્રિક્સમાં ભાષણ

નરેન્દ્ર મોદી બ્રિક્સ દેશોના પ્રતિનિધિયો સાથે, વીડિયો

નરેન્દ્ર મોદી બ્રિક્સ દેશોના પ્રતિનિધિયો સાથે, વીડિયો

English summary
Proud moment for Gujaratis. Lion(Narendra Modi) from Gujarat impresses all in Brazil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X