For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

18 એપ્રિલ થી 25 મે 2014 વચ્ચે દિલ્હીમાં ફરીથી યોજાશે ચૂંટણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

[પં. અનુજ કે શુક્લ] ભારતની રાજધાની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પરિવર્તનની આંધી કંઇક એ પ્રમાણે આવી કે એક તરફ સરકારનું અસ્તિત્વ નેસ્તનાબૂદ થઇ ગયું તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ઇતિહાસ રચીને રાજકારણમાં એક નવો ઇતિહાસ અધ્યાય જોડી દિધો છે. આવી સ્થિતીમાં ભાજપ કે આમ આદમી કોઇ પણ સરકાર બનાવવા ઇચ્છુક જોવા મળતી નથી અને બંને વિપક્ષમાં બેસવાનો રાગ આલાપી રહી છે. તો પછી શું રાષ્ટ્રપતિ શાસન લાગશે કે પછી ફરીથી ચૂંટણી થશે? આવો એક નજર કરીએ દિલ્હીની રાજકીય રંગભૂમિમાં આગળ શું થવાનું છે?

દિલ્હીની નામ રાશિ મીન છે, જે એક દ્રિસ્વભાવ રાશિ છે. આ રાશિનો અર્થ દુવિધાજનક સ્થિતીને ઉત્પન્ન કરવી. રાજકારણમાં આમ તો બધા ગ્રહોનો રોલ રહે છે, પર6તુ નેતૃત્વ તથા રાજા માટે ગુરૂ, સૂર્ય તથા મંગળની મુખ્ય ભૂમિકા હોય છે. વર્તમાનમાં ગોચર સ્થિતી કંઇક આ પ્રકારે છે. લગ્નેશ ગુરૂ 7 નવેમ્બરથી વક્રી થઇને વિપક્ષના સંકેતક ભાવ ચતુર્થમાં મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. આ કારણે બંને પાર્ટીઓ ઉપરી મનથી વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે.

delhi-assembly-election-600

26 નવેમ્બર 2013ના રોજ મંગળે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે, જેની સપ્તમ દ્રષ્ટિ દિલ્હીની રાશિ મીન પર પડી રહી છે અને ચતુર્થ નજર રાજ્ય ભાવના કારક ભાવ દશમ પર પડી રહી છે. સૂર્ય ષષ્ઠેશ થઇને વૃશ્વિક રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય રાજ્ય તથા રાજાનો કારક છે અન તે 15 ડિસેમ્બર 2013ના રોજ રાત્રે 2:27 મિનિટ પર ધન રાશિમાં સંક્રમણ કરશે. સૂર્ય રાજા છે તો મંગળ સેનાપતિનું પ્રતિનિધિત્વ કરે છે. એટલા માટે દિલ્હી પર આ બંનેનો વિશેષ પ્રભાવ જોવા મળી રહ્યો છે.

સૂર્ય 16 ડિસેમ્બરથી રાજ્યના કારક ભાવ દશમ પર ભ્રમણ કરવાનું શરૂ કરી દેશે તે સમયે સેનાપતિ મંગળની ચતુર્થ દ્રષ્ટિ સૂર્ય પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે અને સાથે જ દિલ્હીની લગ્ન પર પણ પણ પોતાનું પ્રભુત્વ પ્રબળતાથી બનાવી રાખશે. જેના લીધે 16 ડિસેમ્બરથી દિલ્હી રાજાના પ્રભુત્વથી વંચિત થઇને સેનાપતિના આધીન થઇ શકે છે અર્થાત રાષ્ટ્રપતિ શાસન લાગવાની સંભાવના જોવા મળી રહી છે અને 18 એપ્રિલથી 25 મે વચ્ચે દિલ્હી વિધાનસભાની ફરીથી ચૂંટણી થઇ શકે.

English summary
Election. There is a possibility of re-election in the state. According to astrology re-election could be held along with Loksabha Election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X