For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો

|
Google Oneindia Gujarati News

આજે છે જેઠ મહિનાનો મોટો મંગળવાર. આજના દિવસનું શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. આજના આ મંગળવારને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હનુમાનજીની શક્તિ અને બુદ્ધિના દેવતા છે. વધુમાં સંકટ મોચન હનુમાન તેમના ભક્તોને તમામ બંધનો અને મુશ્કેલીઓથી મુક્ત કરાવે છે.

માટે જ આજના આ પાવન દિવસ પર અમે તમારી માટે હનુમાનજીના જીવનને લગતી 10 રોચક જાણકારી લાવ્યા છે. ભગવાન શિવના 11માં અવતાર મનાતા હનુમાનજીના વાનર સ્વરૂપે ભગવાન રામની સેવા કરી. અને પોતાની શક્તિ અને સામાર્થ્યથી તેમને એક સદ્દભક્ત તરીકે નામના મેળવી.

ત્યારે રામજીના પરમ પ્રિય ભક્ત તેવા બાહુબલિ હનુમાનજીના જીવનની રોચક અને અજાણી વાતો જાણો આ ફોટો સ્લાઇડરમાં. જુઓ આ સ્લાઇડર...

શિવના અવતાર

શિવના અવતાર

હનુમાનજી ભગવાન શિવના 11માં અવતાર રુદ્રનું સ્વરૂપ માનવામાં આવે છે. જે અત્યંત બળવાન અને બુદ્ધિમાન છે.

વાનર વંશજ

વાનર વંશજ

પણ કેટલીક પૌરાણિક કથાઓમાં મુજબ હનુમાનજી વાનરના વંશજ હતા. જેના કારણે રાજસ્થાનના વિરાટ નગરમાં તેમના વાનર રૂપની પૂજા થાય છે.

માનવ સ્વરૂપ

માનવ સ્વરૂપ

પણ ગોભક્ત મહાત્મા રામચંદ્ર વીરે એક એવું મંદિર બનાવ્યું છે જેમાં હનુમાનજીના વાનર મુખ વગરની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે. રાજચંદ્ર વીરે હનુમાનજીની જાતિને વાનર કહી છે પણ શરીરને નહીં.

લંકા દહન

લંકા દહન

રામચંદ્ર વીરના મત મુજબ હનુમાનજીએ લંકા દહન વખતે વાનર રૂપ ધારણ કર્યું હતું.

ગુસ્સો નથી આવતો

ગુસ્સો નથી આવતો

કહેવાય છે કે હનુમાનજીને ગુસ્સો નથી આવતો. માટે જ, જે લોકો સ્વાભાવે ક્રોધી હોય છે તેમને હનુમાનજીની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે.
જન્મ

જન્મ

જન્મ

માન્યતા મુજબ હનુમાનજીનો જન્મ આજથી 1 કરોડ 85 લાખ 58 હજાર 112 વર્ષ પહેલા ચૈત્રી પૂર્ણિમાના મંગળવારના દિવસે સવારે 6.03 વાગે થયો હતો.

વ્રજ શરીર

વ્રજ શરીર

હનુમાનજીને એટલા માટે બજરંગ બલી કહેવાય છે કારણ કે તેનું શરીર વ્રજ જેવું મજબૂત હતું.

અમરત્વ

અમરત્વ

ધરતી પર ખાલી સાત લોકોને અમરત્વ મળ્યું છે જેમાંથી પવનપુત્ર હનુમાનજી એક છે.

હનુમાન નામ કેવી રીતે પડ્યું?

હનુમાન નામ કેવી રીતે પડ્યું?

સૂર્યને ફળ સમજીને ખનાર હનુમાનજી પર ઇંદ્રએ વ્રજથી પ્રહાર કર્યો જેના કારણે તેમની દાઢી એટલે કે હનુ તૂટી ગઇ, માટે તેમને હનુમાનનું નામ મળ્યું.

બ્રહ્મચારી નહીં

બ્રહ્મચારી નહીં

કેટલાક પુરાણોમાં ઉલ્લેખ છે હનુમાનજી આજીવન બ્રહ્મચારી નહતા રહ્યા તેમની પત્નીનું નામ સુવરચલા હતું જે સૂર્યની પુત્રી હતી.

English summary
Lord Hanuman was technically not a bachelor (Brahmachari). His wife was Suvarchala who was the daughter of Surya (the Sun god). According to Surya, Suvarchala was an ayonija.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X